અનન્યા/080105/ફિલ્મ-સિનેમા

*
*
.

અનન્યા/080105/ફિલ્મ-સિનેમા

* ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 10)

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે1913માં “રાજા હરિશ્ચંદ્ર” ફિલ્મ બનાવી.

“રાજા હરિશ્ચંદ્ર”ને પૂર્ણ લંબાઈની, સંપૂર્ણપણે ભારતીય એવી હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે નવાજવામાં આવી. મિત્રો! હું આપને કેવી રીતે સમજાવું કે આ ફિલ્મ માટે તેમણે કેટલો ભોગ આપવો પડ્યો! અગણિત સમસ્યાઓ પાર કરી, ભારે જહેમત પછી દાદાસાહેબ ફાલકેની ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” તૈયાર થઈ.

આપ માનશો કે સૌ પ્રથમ મુશ્કેલી ‘કાસ્ટીંગ’ – પાત્રવરણી – માટે થઈ? આ ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને તેમની સુચરિતા રાણી તારામતીની કથા પર આધારિત હતી.

રાજા હરિશ્ચંદ્રના પાત્ર માટે ડી. ડી. ડબકે નામના મહારાષ્ટ્રીયન કલાકારે અભિનય આપ્યો. આમ, ડી. ડી. ડબકે ભારતીય સિનેમા ઉદ્યોગના સર્વ પ્રથમ અભિનેતા – ફિલ્મ હીરો – બન્યા.

સમસ્યા રાણી તારામતીના પાત્ર માટે ઊભી થઈ. “અનન્યા”ના વાચક મિત્રો! આપને તે જમાનાના સમાજની સ્થિતિની શું વાત કરું? જમાનામાં નૃત્ય – સંગીત – નાટક – રંગમંચની પ્રવૃત્તિઓ પ્રત્યે સમાજમાં સૂગ હતી. કોઈ સ્ત્રી તો કામ કરવા તૈયાર જ ન થાય.

આખરે દાદાસાહેબની પસંદ એક વીશી (હોટેલ)માં કામ કરતા યુવાન અન્ના સાલુંકે પર ઉતરી.

“રાજા હરિશ્ચંદ્ર”માં તારામતીના સ્ત્રી-પાત્ર તરીકે અન્ના સાલુંકે નામના પુરૂષે અભિનય આપ્યો. હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મમાં પ્રથમ સ્ત્રી-પાત્ર (અભિનેત્રી?) તરીકે એક પુરૂષનો અભિનય તે પણ કેવી વાત!

ચાલો, ફિલ્મ બની તો ખરી.

“રાજા હરિશ્ચંદ્ર” મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ પર કોરોનેશન સિનેમા ગૃહમાં મે 3, 1913ના રોજ રજૂ થઈ. “અનન્યા”ના વાચકોને યાદ હશે કે આ જ કોરોનેશન થિયેટરમાં તોરણે દાદાની “પુંડલિક” ફિલ્મ મે 18, 1912માં રજૂ થઈ હતી.

આપ સમજી શકશો “રાજા હરિશ્ચંદ્ર”ને ઉષ્માભર્યો આવકાર મળ્યો. આ આવકારે દાદાસાહેબ ફાલકેના ઉત્સાહને બુલંદ કર્યો.

દાદાસાહેબ “મોહિની ભસ્માસુર” (ભસ્માસુર મોહિની) નામની ફિલ્મના નિર્માણમાં લાગી ગયા. તે ફિલ્મમાં સ્ત્રી-પાત્ર તરીકે દાદાસાહેબને કમલાબાઈ ગોખલે નામે  ‘અભિનેત્રી’ મળી.

કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમા ઉદ્યોગમાં સ્ત્રી-પાત્ર ભજવનાર પ્રથમ અભિનેત્રી – ફિલ્મ હીરોઇન – નું સ્થાન મેળવ્યું. * * * ગુજરાતી ઇન્ટરનેટના સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 10) * * અનન્યા/080105/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* ** * * **

6 thoughts on “અનન્યા/080105/ફિલ્મ-સિનેમા

  1. પિંગબેક: અનન્યા/080112/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

  2. પિંગબેક: અનન્યા/080209/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

  3. પિંગબેક: મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું? – અનુપમા

  4. પિંગબેક: ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી – અનામિકા

  5. પિંગબેક: હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ – અનામિકા

  6. પિંગબેક: અમેરિકાના સિનેમાજગત અને હોલિવુડના ઇતિહાસની એક ઝલક – મધુસંચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s