અનન્યા/080126/પ્રથમપૃષ્ઠ

.

*

અનન્યા/080126/પ્રથમપૃષ્ઠ

.

આજે 26મી જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન Republic Day).

“અનન્યા”ના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ.

આજના અંકમાં “આજ-કાલ” વિભાગમાં ભારતના સુદ્રઢ સંરક્ષણક્ષેત્રનું ગુલાબી ચિત્ર રજૂ થયેલ છે.

દેશ-દુનિયા”માં દેશના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યા પર પદ્મ એવોર્ડઝથી સન્માન પામનારા ત્રણ ગુજરાતીઓનું અભિવાદન કરેલ છે.

ફિલ્મ-સિનેમા”માં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પાયારૂપ કાર્ય કરનાર ગુજરાતીઓને યાદ કરેલ છે. આપના પ્રતિભાવ જણાવશો.

* * * અનન્યા/080126/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

*

.

અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

અસહ્યપણે વધતી જતી સામાજીક અને આર્થિક વિષમતાઓ વિશ્વના, માનવસમાજના ભાવિ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેમાંથી જ રાજકીય ઊથલપાથલ અને સાર્વત્રિક જનઆક્રોશ પેદા થતાં હોય છે.

નિયંત્રણવિહોણો, દિશાવિહીન, શાણપણ વિનાનો બેલગામ વિકાસ માનવીને ક્યાં દોરી જશે?

2007નું વર્ષ વિદાય લઈ રહ્યું છે.

આપણે સૌ આશા રાખીએ, 2008નું નવલ વર્ષ વિશ્વ માટે, માનવી માટે સુખદ ભાવિના થાળમાં નવલાં નઝરાણાં લઈને આવે!

જગતને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રતિ દોરે!

આપ સૌને નૂતન વર્ષનાં અભિનંદન! શુભેચ્છાઓ!  હરીશ દવે *

* *  *  અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ/* * **

અનન્યા/071222/પ્રથમપૃષ્ઠ

*

અનન્યા/071222/પ્રથમપૃષ્ઠ

.

ગુજરાતી નેટ જગતમાં “અનન્યા” વિશિષ્ટ ભાત ઉપસાવી રહ્યું છે.

માત્ર વર્તમાનમાં જ નહીં, ભવિષ્યમાં પણ ગુજરાતી વાચકોને માહિતીનો, જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો “અનન્યા” પૂરો પાડે તેવો અમારો ઉદ્દેશ છે.

અમારા અન્ય બ્લોગ્સની માફક, “અનન્યા” પણ કોઈ પ્રકારની ભૂલો વિના પ્રકાશિત થાય તેવી અમે સંભાળ રાખીએ છીએ. છતાં માનવમાત્ર ભૂલને પાત્ર !

આજે અમે પાંચ બ્લોગ્સ પ્રકાશિત કરીએ છીએ, કાર્યક્ષેત્ર વધતું જાય છે; પરિણામે પૂરતી કાળજી લેવા છતાં ક્યાંક કચાશ રહી જાય તેવો સંભવ છે. આપ સ્નેહભાવે ધ્યાન દોરશો તો આનંદ થશે.

“અનન્યા”ના લેખ સંબંધી પૂરક માહિતી આપ જે તે પોસ્ટની નીચે કોમેંટ રૂપે મૂકી શકશો.

આપનાં અન્ય સૂચનો અમને ઈ-મેઇલ (thinklife11-at-yahoo-dot-com)થી મોકલશો તેવી વિનંતી છે.

અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ

*

અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ

* *

ગુજરાતી નેટ જગત  હવે  વર્ડપ્રેસ ઉપરાંત બ્લોગસ્પોટ તથા અન્યત્ર પણ વિકસેલ છે.

અનન્યા” ના આજના અંકમાં ગુજરાતી નેટ જગતના પૃષ્ઠ પર બ્લોગસ્પોટ પરના કેટલાક ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લીધી છે.

આપ પાસે અન્ય ઉપયોગી સાઇટ્સની માહિતી હોય તો જરૂરથી મોકલશો.

આજના અંકથી ફિલ્મસિનેમા પૃષ્ઠ પર ફિલ્મનો ઇતિહાસ નવા સ્વરૂપમાં રજૂ થઈ રહ્યો છે. આપના પ્રતિભાવ આપતા રહેશો.

* *અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ/હરીશદવે * * *

અનન્યા/071208/પ્રથમપૃષ્ઠ

. *

અનન્યા/071208/પ્રથમપૃષ્ઠ

* *

ગુજરાતી ભાષાના પ્રેમીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જણાય છે.

ગુજરાતી નેટ જગત પર ઉત્તરોત્તર બ્લોગ્સની સંખ્યા વધતી જાય છે તે ગુજરાત અને ગુજરાતી ભાષા માટે શુભ લક્ષણ છે.

વાચકમિત્રો!

આજનું “ગુજરાતી નેટ જગત”નું પૃષ્ઠ જરૂર વાંચશો.

આવતા અંકથી “અનન્યા” પર ” ફિલ્મ-સિનેમા” પૃષ્ઠની રજૂઆતમાં રોચક ફેરફાર થઈ રહ્યો છે. આપને તે અવશ્ય પસંદ પડશે.

** * અનન્યા/071208/હરીશ દવે * * *

* *