અનન્યા/071110/ ફિલ્મ-સિનેમા

.

 

અનન્યા/071110/ ફિલ્મ-સિનેમા

.

નૂતન વર્ષાભિનંદન!

 

 

ગુજરાતી ઇન્ટરનેટ પર પ્રથમ વખત સિનેમાનો ઈતિહાસ

 

.  

મિત્રો! અનન્યા  પર આજથી એક નવા પૃષ્ઠનો આરંભ થાય છે.

આના પર આલેખીશું સિનેમાનો ઇતિહાસ.

ફિલ્મના પડદાની કહાણી.ચલચિત્રોના ઈતિહાસની રંગબેરંગી, ખાટીમીઠી કહાણીઓ.

વિશ્વસ્તરે ફિલ્મ ઉદ્યોગ પર ઊડતી નજર નાખી આપણે ભારતમાં સિનેમા ઉદ્યોગના વિકાસને અવલોકીશું.

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન આપનાર નાનામોટા કસબીઓનો આપણે પરિચય મેળવીશું.

ફિલ્મ જગતની જાણી-અજાણી વાતોને માણીશું.

ગુજરાતી નેટ જગતના બ્લોગ પર સૌ પ્રથમ વખત રજૂ થતી રૂપેરી દુનિયાની આ શ્રેણી આપ સૌ માટે રોચક બની રહેશે.  

 

*  **   **   *    *    ફિલ્મ-સિનેમા-1 * *

 

તે યાદગાર દિવસ હતો 28 ડિસેમ્બર, 1895નો.

સ્થળ ગ્રાન્ડ કાફે, પેરિસ, ફ્રાન્સ.

બે યુવાન ફ્રેંચ ભાઈઓએ વિશ્વના પ્રથમ વ્યાવસાયિક ફિલ્મ શોનું આયોજન કર્યું .

કાર્યક્રમના આયોજકો હતા ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ.

પોતે શોધેલા બહુહેતુક સિનેમેટોગ્રાફ નામક યંત્રથી લુમિયેર ભાઈઓએ ટૂંકી ફિલ્મો ઊતારી હતી. અર્ધો કલાકના આ શોમાં પ્રથમ વખત તે દસેક ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી.

કોઈ માની શકે આ પ્રત્યેક ફિલ્મ માંડ 45 કે 50 સેકંડની હતી!

આ ફિલ્મ્સનાં ઓરીજીનલ ટાઇટલ્સ ફ્રેંચ ભાષામાં હતાં; આપણે તેમનાં અંગ્રેજી નામ જાણીશું. દુનિયાની આ પ્રથમ ફિલ્મ્સનાં નામ કાંઈક આવાં હતાં : The Exit from the Lumiere Factory in Lyon  OR Workers leaving the Lumiere Factory, Horse Trick Riders, Fishing for Goldfish,  Blacksmith  etc.

હકીકતમાં લુમિયેર બ્રધર્સ વિશ્વના પ્રથમ ચલચિત્રના નિર્માતા ન હતા.

ચલચિત્રના ઈતિહાસને સમજવા આપણે સ્ટીલ ફોટોગ્રાફીના ઈતિહાસને જાણવો જોઈએ.

 વિશ્વનો પ્રથમ સ્ટીલ ફોટોગ્રાફ 1827માં ગ્લાસ પ્લેટ ટેકનીકથી લેવામાં આવ્યો. આ માટે આઠ કલાક (જી હા, પૂરા આઠ કલાક) ના એક્સ્પોઝરની જરૂર પડી હતી.!!!

છેક 1888-89માં અમેરિકામાં જ્યોર્જ ઇસ્ટમેન નામક સંશોધકે એવો સ્ટીલ કેમેરા બનાવ્યો કે જે સેન્સિટાઇઝડ પેપર પર ફોટોગ્રાફ લઈ શકે.

જ્યોર્જ ઇસ્ટમેને તેને કોડાક નામ આપ્યું. (આજના આપણા કોડાક કેમેરા અને કોડાક રોલ જ્યોર્જ ઈસ્ટમેનને આભારી છે.)

આ દરમ્યાન મહાન અમેરિકન વિજ્ઞાની-સંશોધક  થોમસ આલ્વા એડીસન હાલતાં ચાલતાં ચિત્રો પાડવા તથા તેમને પડદા પર પ્રોજેક્ટ કરવા પ્રયત્નશીલ હતા. એડીસને પોતાના બાહોશ સહાયક ડિકીન્સનની મદદથી કાઈનેટોગ્રાફ તથા કાઈનેટોસ્કોપની શોધ કરી.

કાઈનેટોગ્રાફ તથા કાઈનેટોસ્કોપની મદદથી,  ઈસ્ટમેન કોડાક ફિલ્મના ઉપયોગથી એડીસને 1891માં પ્રથમ વખત હાલતું ચાલતું ચિત્ર ઊતારીને તેને પડદા પર દર્શાવ્યું.

પાછળથી  એડીસને વાઇટાસ્કોપ નામે સંશોધિત યંત્ર બનાવ્યું જે અમેરિકન ફિલ્મ ઉદ્યોગનું પ્રથમ કોમર્શિયલ પ્રોજેક્ટર બન્યું.

આમ છતાં, લુમિયેર બ્રધર્સને વિશ્વના ચલચિત્ર ઉદ્યોગના પ્રણેતા લેખવામાં આવે છે કારણ કે તેમના સિનેમેટોગ્રાફની શોધ ક્રાંતિકારી હતી. તેમની બહુહેતુક શોધમાં મોશન પિક્ચર કેમેરા, ફિલ્મ પ્રોસેસિંગ યુનિટ અને પ્રોજેક્ટર સમાવિષ્ટ થતાં હતાં. વળી લુમિયેર બ્રધર્સે સિનેમા- ફિલ્મ- ચલચિત્રનો પ્રથમ કોમર્શિયલ શો કર્યો જેમાં એક સાથે દસ ફિલ્મ્સ પ્રદર્શિત કરી!! 

(આવતા અંકે… અનન્યા/071110/ફિલ્મ-સિનેમા/હરીશ દવે ) ** **  * 

* * * * * * * * * * * * * * * * * * * *

આપને આ લેખ જરૂર ગમશે: ભારતની સર્વ પ્રથમ ફિલ્મ કંપની હીરાલાલ સેનની રોયલ બાયોસ્કોપ કંપની

* * * * * * * * * * * * * * * * * * * *

.

6 thoughts on “અનન્યા/071110/ ફિલ્મ-સિનેમા

  1. પિંગબેક: અનન્યા/071201/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

  2. પિંગબેક: અનન્યા/071208/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

  3. પિંગબેક: સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક – અનુપમા

  4. પિંગબેક: સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ – અનામિકા

  5. પિંગબેક: હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ – અનામિકા

  6. પિંગબેક: અમેરિકાના સિનેમાજગત અને હોલિવુડના ઇતિહાસની એક ઝલક – મધુસંચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s