અનન્યા/080126/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080126/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 13)

મુંબઈ  બોલિવુડના આજે ગુંજતા શોરગુલમાં મૂંગી ફિલ્મો – સાયલંટ ફિલ્મ્સ – ની સર્જનકહાણીઓ ખામોશ થઈ ગઈ છે.

મેં આપને ફરિયાદ કરી કે ખુદ ગુજરાત જ ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ગુજરાતીઓને ભૂલી ગયુ છે! મને ખેદ થાય છે. આપ કેવી રીતે ગુજરાતીઓને ભૂલી શકો?

સિનેમાના ઉદયકાળે સૌથી વધુ મૂક ફિલ્મો બનાવનારી હિંદુસ્તાનની આઠ મોટી ફિલ્મ કંપનીઓમાંથી સાત કંપનીઓ ગુજરાતીઓની હતી.

મારી આંખોમાં જુઓ! આપને કોઈ દ્રશ્યો દેખાય છે?

આપ કેટલા ગુજરાતીઓને ઓળખી શકશો?

જુઓ! આ છે ‘ભક્ત વિદૂર’ ફિલ્મ.

આપ જાણો છો આ ફિલ્મે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોશ પૂર્યું હતું? અને અંગ્રેજ સરકારને ધ્રૂજાવી દીધી હતી? “અનન્યા”ના વાચકમિત્રો! બ્રિટીશ સરકારે આ ગુજરાતી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. અંગ્રેજ સરકાર દ્વારા પ્રતિબંધિત થનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ.

બ્રિટીશ સરકારને ધ્રૂજવનાર ‘ભક્ત વિદૂર’ના નિર્માતા હતા ગુજરાતી ફિલ્મ કંપની કોહિનૂર ફિલ્મ્સના દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ નામના બે ગુજરાતીઓ.. હું આપને કેવી રીતે સમજાવું કે એક જમાનામાં કોહિનૂર ફિલ્મ કંપની ભારતની ‘એમજીએમ’ (હોલિવુડ, અમેરિકાની મેટ્રો-ગોલ્ડવિન-મેયર, MGM, USA) કહેવાતી.

હવે સિનેમાઉદ્યોગના બાદશાહ આ ‘સરદાર’ને ઓળખો.

આ ગુજરાતી બાદશાહ છે સરદાર ચંદુલાલ શાહ.

આપ મુંબઈ-બોલિવુડની સંસ્થા ઈમ્પા (IMPPA Indian Motion Pictures Producers Association)ને જાણો છો. આ ઈમ્પાના સ્થાપક પ્રમુખ તે ગરવા ગુજરાતી સરદાર ચંદુલાલ શાહ.

“અનન્યા”ના વાચકોને આશ્ચર્ય થશે કે હિંદી ફિલ્મ જગતના મશહૂર અભિનેતા-નિર્માતા રાજ કપૂર યુવાનીમાં સરદાર ચંદુલાલ શાહના રણજિત સ્ટુડિયોમાં ક્લેપર બોય તરીકે કામ કરી આગળ વધેલા!

ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રથમ પટકથા-લેખક પણ ગુજરાતી.

ભારતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મના નિર્માતા ગુજરાતી.

ભારતની સૌ પ્રથમ ઐતિહાસિક ફિલ્મ બનાવનાર ગુજરાતી.

ભારતની સર્વ પ્રથમ અપરાધ-રહસ્ય ફિલ્મ ‘કાલા નાગ’ના નિર્માતા ગુજરાતી.

ભારતની પ્રથમ રજતજયંતી ઉજવનાર ફિલ્મના સર્જક પણ ગુજરાતી.

“અનન્યા”નાં વાચકમિત્રો, હું જાણું છું આપ આ દરેકનાં નામ પૂછી રહ્યાં છો. હું આપને કહીશ, અવશ્ય કહીશ.

ધીરજ ધરો અને “અનન્યા”ના દરેક અંકને રસથી વાંચતા રહો!

આપના દરેક પ્રશ્નના ઉત્તર મળશે. * * **

* **ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 13) * ** * ** * * અનન્યા/080126/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

*  *  *  **  **  **

અનન્યા/080126/ગુજરાતી નેટ જગત

.

*

અનન્યા/080126/ગુજરાતી નેટ જગત

આજે ગુજરાતી નેટ જગતનું પૃષ્ઠ તૈયાર કર્યા પછી અચાનક વર્ડપ્રેસના એક ‘મનોરમ્ય’ ગુજરાતી બ્લોગ પર નજર પડી.

તરત પૃષ્ઠનું લખાણ બદલી માત્ર આ બ્લોગ “આદિલ મન્સૂરી”ની વાત “અનન્યા” પર લખું છું.

ગુજરાતમાં જ નહીં, અમેરિકામાં પણ આદિલ મન્સૂરીએ ચાહક વર્ગ ઊભો કર્યો છે. ગુજરાતી વાચકને આદિલ મન્સૂરીની ઉત્તમ ગઝલકાર તરીકે ઓળખ આપવાની ન જ હોય. આદિલ સાહેબ ગઝલકાર જ છે તેવા ભ્રમમાં રહેતા કેટલાક વાચકોએ તેમની અછાંદસ રચનાઓનો રસાસ્વાદ જરૂર લેવો. આદિલ સાહેબ શબ્દોને રમાડે અને કવિતા પ્રગટે છે તેવી પ્રતીતિ આપને થશે.

આપ “આદિલ મન્સૂરી”ની મુલાકાત અવશ્ય લેશો તેવી મારી આગ્રહભરી ભલામણ છે. * * * અનન્યા/080126/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080126/દેશ-દુનિયા

.

*

અનન્યા/080126/દેશ-દુનિયા

* * * ભારત સરકાર પ્રતિવર્ષ પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) પર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારરત્ન ઉપરાંત અન્ય રાષ્ટ્રીય સન્માન – પુરસ્કાર – પદ્મ એવોર્ડઝની જાહેરાત કરે છે. આ વર્ષે ભારત રત્નનો એવોર્ડ અપાયો નથી. પરંતુ પદ્મવિભૂષણ માટે 13, પદ્મભૂષણ માટે 35 તથા પદ્મશ્રીના ખિતાબ માટે 71 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પસંદ પામ્યા છે.

પદ્મવિભૂષણ માટે નોબેલ પ્રાઈઝ વિનર ભારતીય ડો. આર. કે. પચૌરી, ટાટા ગ્રુપના રતન તાતા (ટાટા), ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ, સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર, ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઉપરાંત રાજધાની નવી દિલ્હીમાં મેટ્રો રેલ્વેના પ્રોજેક્ટને સફળ કરનાર ઈ. શ્રીધરનનો સમાવેશ થાય છે.

આ વર્ષના પદ્મ એવોર્ડઝમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી ડો. મેઘનાદ દેસાઈ, ભારતીય- અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતી શિક્ષણ-સાહિત્ય જગતના આદરણીય મહાનુભાવ ભોળાભાઈ પટેલનો સમાવેશ થાય છે. સર્વ મહાનુભાવોને અભિનંદન અને શુભેચ્છાઓ ! * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * *ભારતની સૌથી મોટી પવનઉર્જા – વિંડ એનર્જી – કંપની (વિશ્વની ચોથા નંબરની Wind energy provider company) સુઝલોન (Suzlon) ચીન (China)ના માર્કેટમાં સફળતાના પંથે છે. ચીનની અગ્રણી પાવર પ્રોજેક્ટ ડેવલપર કંપની જિંગ્નેન્ગ ગ્રુપ દ્વારા સુઝલોનને વિંડ પાવર માટે અગત્યના કોન્ટ્રાક્ટ્સ મળેલ છે. * * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * ભારતના આભૂષણ માર્કેટ (Jewellery business) માં ગીતાંજલિ ગ્રુપ અગ્ર હરોળમાં છે. હીરા અને સોનાના આભૂષણોના ઉત્પાદન અને રીટેઇલિંગમાં નામનાપ્રાપ્ત ગીતાંજલિ ગ્રુપે ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC) ની પ્રસિદ્ધ બ્રાંડ ‘નક્ષત્ર’ને ખરીદેલ છે.* * *

* * * વિશ્વના સુપ્રસિદ્ધ જીનેટિક વૈજ્ઞાનિક – સિંથેટિક બાયોલોજીસ્ટ – ડો. જે. ક્રેગ વેન્ટર માનવસર્જિત ડીએનએના સંશોધનમાં પ્રવૃત્ત છે.

ડો. વેન્ટર તથા સાથીઓએ સિંથેટિક ડીએનએની બનાવટમાં સફળતા મેળવી જીનેટિક વિજ્ઞાનમાં અનોખી સિદ્ધિ મેળવી છે. અગાઉ, વાઇરસના માનવસર્જિત ડીએનએની સંરચના લેબોરેટરીમાં થઈ શકી હતી, પરંતુ પ્રથમ વખત બેક્ટેરિયાના કૃત્રિમ ‘જીનેટિક કોડ’ ની સંરચના ડો. વેન્ટર અને સાથી વૈજ્ઞાનિકો કરી શક્યા છે. * * *

* * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન

.

*

અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન

ભારત વિશ્વના નકશા પર સામર્થ્યવાન રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે.

આર્થિક ક્ષેત્રે અમેરિકા ( USA) અને યુરોપ (Europe) ના દેશો સહિત દુનિયાના તમામ રાષ્ટ્રો હવે ભારત પર મીટ માંડતા થયા છે.

આ સાથે જ રાષ્ટ્રની સુરક્ષા ભારત સરકાર માટે વિશેષ મહત્વની બની રહી છે. છેલ્લા થોડાં વર્ષોમાં દેશની સરકારોએ સંરક્ષણ ક્ષેત્રે (Defence sector) સજાગતા દાખવી છે.

છેલ્લાં પાંચેક વર્ષોમાં દેશના સંરક્ષણ ખર્ચ (Defence Expenditure)માં લગભગ 50% નો વધારો થયો છે. પાંચ વર્ષ પહેલાં સંરક્ષણ ક્ષેત્રે ભારત સરકારનો ખર્ચ આશરે રૂપિયા 65,000 કરોડ હતો તે ચાલુ વર્ષમાં રૂપિયા 96,000 કરોડને વટાવી જાય તેવી શક્યતા છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં ભારત સરકારની સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ નોંધપાત્ર છે.

તેમાં અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર વોરશીપ ‘વિક્રમાદિત્ય’ (મૂળ નામ એડમિરલ ગોર્શકોવ વોરશીપ, Admiral Gorshkov aircraft carrier warship) ની ખરીદીનો સમાવેશ થાય છે. ‘વિક્રમાદિત્ય’ વોરશીપ તેમજ તેના માટે 16 નેવલ એરક્રાફ્ટ મિગ વિમાનો, નૌકાદળ (Indian Navy) માટે છ સ્કોર્પિન (Scorpene) સબમરીન તથા 3 ફાલ્કન એવોક સિસ્ટમ્સ (AWACs Airborne Warning And Command Systems) ની ખરીદી પાછળ ભારત સરકારે નવથી દસ બિલિયન ડોલર જેટલી જંગી રકમ ખચી હોવાનો અંદાજ છે.

ગયા વર્ષે ઇન્ડિયન આર્મી (Indian Army) અને ઇન્ડિયન એરફોર્સ (Indian Airforce) માટે હેલિકોપ્ટર્સ તથા એરક્રાફ્ટ્સ પણ ખરીદવામાં આવ્યાં છે.

ભારત સરકાર આવતા પાંચ વર્ષમાં લશ્કરી દળોને સુસજ્જ કરવા લગભગ 45 બિલિયન ડોલરનો શસ્ત્રસરંજામ ખરીદશે તેવું આયોજન છે.

*  *  ** * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

**  **  *

સામાન્ય જ્ઞાન:

* અમેરિકા (USA) અને રશિયા (USSR)ના અવકાશ સંશોધનના પ્રયાસો વિશે આપે “અનન્યા”ના આગળના અંકોમાં વાંચ્યું. તેમાં આપે અવકાશયાત્રાઓ તેમજ માનવીના ચંદ્ર પર ઉતરાણની વાતો પણ જાણી.

બ્રહ્માંડ (the Universe)ની અને સૂર્યમંડળ ( the Solar System)ના અન્ય ગ્રહોની જાણકારી મેળવવા અમેરિકામરિનર (Mariner), પાયોનિયર (Pioneer), વાઇકિંગ (Viking), વોયેજર (Voyager) વગેરે તથા રશિયાએ વેનેરા (Venera), માર્સ (Mars ) આદિ સ્પેસક્રાફ્ટ્સ છોડ્યાં છે.

અમેરિકામાં અવકાશસંશોધન સંસ્થા નાસા (NASA National Aeronautics and Space Administration ) એ સૂર્યમંડળ અને તેને પાર અવકાશની માહિતી માટે સ્પેસ મિશન આયોજિત કર્યાં.

તે પૈકી કેટલાક નોંધનીય મિશન પર ઊડતી નજર નાખીશું?

મંગળ (Mars) ના ગ્રહને પ્રદક્ષિણા કરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મરિનર 9’ (Mariner 9 ) હતું. તેને મે 30, 1971ના રોજ છોડવામાં આવ્યું હતું. તેણે નવેમ્બર 13, 1971ના રોજ મંગળના ગ્રહને પ્રથમ પ્રદક્ષિણા કરી.

મંગળના ગ્રહ પર સફળ ઉતરાણ કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાન ‘વાઇકિંગ 1’ ને અમેરિકાએ ઓગસ્ટ 20, 1975ના રોજ છોડ્યું હતું. અમેરિકાનું આ અવકાશયાન વાઇકિંગ 1 લેંડર (Viking 1 Lander) મંગળ પર જુલાઇ 20, 1976ના રોજ ઊતર્યું હતું.

અમેરિકાએ માર્ચ 2, 1972ના રોજ છોડેલ અવકાશયાન ‘પાયોનિયર 10’ ગુરુ (Jupiter) ના ગ્રહ પાસેથી ડિસેમ્બર 4, 1973ના દિને પસાર થયું.

આ અમેરિકન સ્પેસક્રાફ્ટ ‘પાયોનિયર 10’ જૂન 13, 1983 ના રોજ સૂર્યના ગ્રહમંડળ (the Solar System) ની પાર અવકાશમાં જનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન બન્યું.

બ્રહ્માંડની અજાણી યાત્રાએ આગળ ધપેલ ‘પાયોનિયર 10’ મિશનનો સત્તાવાર અંત માર્ચ 31, 1997ના રોજ આવ્યો. આમ છતાં છેલ્લે 2002-2003 સુધી અવારનવાર તેના થોડા વિક સિગ્નલ્સ મળ્યા ખરા.

શુક્ર (Venus) પર સફળતાપૂર્વક ઉતરનાર રશિયન અવકાશયાન ‘વેનેરા 7’ હતું જેણે ડિસેમ્બર 15, 1970ના શુક્ર પર ઉતરાણ કર્યું. કમનસીબે ઉતરાણ પછી માત્ર 23 મિનિટમાં વેનેરા મિશન નિષ્ફળ ગયું.

શુક્ર પર ઉતરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મેગેલન’ હતું. મે 4, 1989 ના રોજ લોંચ થયેલ અમેરિકન અવકાશયાન ‘મેગેલન’ ઓગસ્ટ 10, 1990ના રોજ શુક્ર પર ઉતર્યું હતું. * * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષામાં કેટલાક વિરોધી શબ્દો બનાવવા પૂર્વગ (Prefix) in નો ઉપયોગ થાય છે જ્યારે કેટલાક માટે પૂર્વગ im નો ઉપયોગ થાય છે. એક સાદો નિયમ યાદ રાખવો. જે શબ્દ અંગ્રેજી આલ્ફાબેટ b, m અથવા p થી શરૂ થતા હોય તેમના વિરોધી શબ્દ માટે પૂર્વગ im નો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે –

Balance – Imbalance , Mature – Immature,  Possible – Impossible

પરંતુ    Ability – Inability,  Visible – Invisible

*

* * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080126/પ્રથમપૃષ્ઠ

.

*

અનન્યા/080126/પ્રથમપૃષ્ઠ

.

આજે 26મી જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન Republic Day).

“અનન્યા”ના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ.

આજના અંકમાં “આજ-કાલ” વિભાગમાં ભારતના સુદ્રઢ સંરક્ષણક્ષેત્રનું ગુલાબી ચિત્ર રજૂ થયેલ છે.

દેશ-દુનિયા”માં દેશના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યા પર પદ્મ એવોર્ડઝથી સન્માન પામનારા ત્રણ ગુજરાતીઓનું અભિવાદન કરેલ છે.

ફિલ્મ-સિનેમા”માં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પાયારૂપ કાર્ય કરનાર ગુજરાતીઓને યાદ કરેલ છે. આપના પ્રતિભાવ જણાવશો.

* * * અનન્યા/080126/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080119/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080119/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 12)

હું આપને મૂંગી ફિલ્મો – સાયલેન્ટ મુવિઝ – ની વાત કરી રહ્યો છું. હિંદુસ્તાનમાં 1931માં અરદેશર ઈરાનીની “આલમઆરા”થી બોલતી ફિલ્મ – ટૉકી ફિલ્મ્સ – નો આરંભ થયો.

તે પછી પણ બેએક વર્ષ સુધી નાની-મોટી મૂંગી ફિલ્મો બનતી રહી.

ભારતમાં 1913થી 1931 સુધીમાં આશરે 1050 તથા તે પછીના સમયમાં આશરે 200 મૂંગી ફિલ્મો બની હશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગની લગભગ 1250 મૂંગી ફિલ્મોનો અંદાજ મૂકવામાં આવે છે.

તોરણેદાદા “પુંડલિક” પછી ફિલ્મલાઈનમાં ઝાઝો પ્રભાવ દાખવી ન શક્યા, પણ ફાલકેદાદાએ તંત ન મૂક્યો. તોરણેદાદા ગુમનામીમાં પાછળ ધકેલાઈ ગયા તે એક કરૂણતા. ફાલકેદાદા ફિલ્મઉદ્યોગ ફૂલે-ફાલે તે માટે દિલોજાનથી પ્રયત્નો કરતા રહ્યા. “અનન્યા”ના વાચકમિત્રો ! આપ જાણો છો કે 1931ના ટૉકિઝ ફિલ્મ્સના નવીન દોર પછી પણ ફાલકેદાદા ફિલ્મ બનાવતા રહ્યા? તેમણે બોલતી ફિલ્મો પણ બનાવી.

ફાલકેદાદાએ 1931માં ‘સેતુબંધ’થી લઈને 1937માં ‘ગંગાવતરણ’ સુધી જૂજ બોલતી ફિલ્મો બનાવી. ભારતીય સિનેમા ઉદ્યોગને પ્રગતિના પંથે તેજ કદમ ભરતો કરી દાદાસાહેબ ફાલકે ફેબુઆરી 16, 1944ના રોજ સ્વર્ગે સિધાવ્યા.

ભારતના ફિલ્મ ઉદ્યોગના ભવ્ય ઈતિહાસમાં દાદાસાહેબ ફાલકેનું અનોખું સ્થાન છે.

પ્રિય વાચકો! “અનન્યા” પર હું મારી જ કથા પર નજર નાખું છું, ત્યારે મને કેટલાંક દ્રશ્યો તરવરવા લાગે છે.

જુઓ મારી આંખોમાં! હિંદુસ્તાની ફિલ્મી કસબીઓના મેળામાં આપને કેટલાય ગુજરાતી ચહેરા નજરે પડશે. પણ રે! ગુજરાત તેમને કેવું સહજતાથી (!) ભૂલી ગયું છે! ઘણા ચહેરા આપ ઓળખી પણ નહીં શકો!

ગુજરાતીઓએ તેમની નામમાત્રની યાદ પણ રાખી નથી! હા, આ મારી ફરિયાદ છે! પણ છોડો! સમયની બલિહારી છે! ચાલો, આવા કેટલાક અમર કસબીઓથી આપને પરિચિત કરાવું. * * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 12) * * અનન્યા/080119/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

** * * * * * * * * * * * * * * * * * * * *

આપને આ લેખ જરૂર ગમશે: ભારતની સૌ પહેલી ટૂંકી ફિલ્મના સર્વ પ્રથમ ફિલ્મ નિર્માતા હીરાલાલ સેન (1866 – 1917)

અનન્યા/080119/પ્રથમપૃષ્ઠ

.

*

અનન્યા/080119/પ્રથમપૃષ્ઠ

અનિવાર્ય કારણોસર આજે “અનન્યા”ના અંકમાં માત્ર “ફિલ્મ-સિનેમા” પરની પોસ્ટ પ્રકાશિત થાય છે.

* * * અનન્યા/080119/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080112/ફિલ્મ-સિનેમા

*

.

અનન્યા/080112/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 11)

મુંબઈના કોરોનેશન સિનેમા ગૃહમાં પોતાની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ની સફળતાથી દાદાસાહેબ ફાલકેને અત્યંત હર્ષ થયો. આ ફિલ્મથી મારો ઠસ્સો ખાસ્સો વધી ગયો. ફિલ્મની સફળતાથી દાદાસાહેબના ચહેરા પર ઝળકેલી ખુશી મને આજે પણ યાદ આવે છે. તે પછી તેમણે કેટલીક લોકભોગ્ય ફિલ્મો બનાવી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન દાદાસાહેબની એક નોંધપાત્ર ફિલ્મ “લંકાદહન” 1917માં આવી. “લંકાદહન” (અંગ્રેજી ટાઈટલ “બર્નિંગ ઓફ લંકા”) માં ટ્રીક ફોટોગ્રાફી ધ્યાન ખેંચે તેવી હતી. મિત્રો! દાદાસાહેબ સિનેમેટોગ્રાફીની કેટલીક વિશિષ્ટ ટેકનીક્સ યુરોપમાં જર્મનીથી શીખેલા. ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ફ્રાંસના લુમિયેર બ્રધર્સના કેટલાક કલાકારોની કલા પણ દાદાસાહેબને ઉપયોગી થઈ. 

“લંકાદહન” ફિલ્મ મુંબઈના ગીરગામના ‘વેસ્ટ એન્ડ’ સિનેમા ગૃહમાં રજૂ થઈ.

મને યાદ છે, મારી સામે બેઠેલાં પ્રેક્ષકો ઊડતા હનુમાનજીનાં દ્રશ્યો જોઈ હરખાઈ જતાં. ભડભડ બળતી લંકાને દાદાસાહેબના કેમેરાએ એવી તો રજૂ કરી કે પ્રેક્ષકો છળી ઊઠતાં! ત્યાર પછી દાદાસાહેબની “શ્રીકૃષ્ણજન્મ” અને “કાલિયમર્દન” ફિલ્મો પણ આવકાર પામી. “અનન્યા”ના વાચક મિત્રો કદાચ નહીં જાણતા હોય કે દાદાસાહેબ ફાલકેએ 1917-18માં નાસિક (મહારાષ્ટ્ર)માં ભારતની મોખરાની ફિલ્મ કંપની સ્થાપી. દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની”ના ભાગીદારોમાં ગુજરાતી ભાગીદારો માધવજી જેશિંગ અને મયાશંકર ભટ્ટનો સમાવેશ થતો હતો. સમય જતાં ભાગીદારો છૂટા પડ્યા; દાદાસાહેબ ફાલકે બનારસ ગયા અને તે દરમ્યાન વામનરાવ આપ્ટે નામક ભાગીદારે કંપની ચલાવી.

દાદાસાહેબ નાસિક પાછા ફર્યા ત્યારે ફરી “હિંદુસ્તાન ફિલ્મ કંપની”માં જોડાઈ ગયા. 1931 સુધી દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની” મૂગી ફિલ્મો બનાવતી રહી. કહે છે કે તે કંપનીએ લગભગ 97 ફિલ્મ્સ બનાવેલી!

ભારતનું કેવું કમનસીબ કે દાદાસાહેબ ફાલકેની ઉત્તમ ફિલ્મ્સમાંથી માંડ પાંચ-છ ફિલ્મોના રીલ આજે પૂનાના નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝમાં સચવાયેલા છે. તેમાં “રાજા હરિશ્ચન્દ્ર” ફિલ્મના તો માંડ બે-ત્રણ જ રીલ બચેલા છે!! આપને આ વાતો કરતાં મારી આંખો છલકાય છે!

ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 11) * *

* * * અનન્યા/080112/ ફિલ્મ-સિનેમા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * *

અનન્યા/080112/ગુજરાતી નેટ જગત

*

.

અનન્યા/080112/ગુજરાતી નેટ જગત

અમદાવાદના સંગીત અને સાહિત્યપ્રેમી યુવાન મિત્રોએ “ધબકાર” ગ્રુપનું સર્જન કર્યું છે. આ ગ્રુપ હવે ત્વરાથી ફૂલીફાલી રહ્યું છે. સર્વ શ્રી શૈલ્ય શાહ, કાંક્ષિત મુંશી, મંથન ભાવસારના પ્રયત્નોને તેમના જેવા ગુજરાતી ભાષાના ઉત્સાહી પ્રેમીજનોનું સમર્થન મળી રહ્યું છે.

ગુજરાત બહાર પણ “ધબકાર”ને સુંદર આવકાર મળી રહ્યો છે.

“ધબકાર”ની પ્રવૃત્તિઓને ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘સંદેશ’ આદિ વર્તમાનપત્રોએ પણ બિરદાવી છે.

આપ આ “ધબકાર”ને જાણવા અહીં ક્લિક કરશો – ધબકાર.
* * * અનન્યા/080112/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

* ** * * **

અનન્યા/080112/દેશ-દુનિયા

*

.

અનન્યા/080112/દેશ-દુનિયા

* ભારતના ટાટા ગ્રુપ ( તાતા ગ્રુપ Tata Group ) ની કંપની તાતા મોટર્સ (ટાટા મોટર્સ Tata Motors ) દ્વારા વિશ્વની સૌથી સસ્તી મોટર કાર બજારમાં મુકાઈ છે.

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ નવી દિલ્હીમાં ઓટો એક્સ્પો શોમાં પોતાની મોટર કાર “નેનો” રજૂ કરી હતી. ટાટા મોટર્સની “નેનો” કારની કિંમત (ડીલર પ્રાઇઝ) માત્ર એક લાખ રૂપિયા છે. આ કારની લંબાઈ 3.1 મીટર, પહોળાઈ 1.5 મીટર અને ઊંચાઈ 1.6 મીટર છે. (એંજિન 624 સીસી, 33 બીએચપી) * *

* IIM-A સહિતના દેશના છ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇંસ્ટીટ્યુટસ (ઇંસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ, બેંગલોર, કોલકતા, લખનૌ, ઇન્દોર, કોઝીકોડ) માં એડમીશન માટેની લેખિત પ્રવેશ પરીક્ષા કેટ (CAT Common Admission Test) ના નામે ઓળખાય છે. 2008-09 ના વર્ષ માટેની કેટનું પરિણામ જાહેર થયું છે. કેટ આપનાર 2,30,000 ઉમેદવારોમાં સુરત (ગુજરાત)નો એન્જીનિયરિંગનો વિદ્યાર્થી સંકલ્પ મિત્તલ 99.99 થી વધુ પર્સંટાઇલ સાથે ભારતભરમાં પ્રથમ ક્રમે આવ્યો છે. * * * * અનન્યા/080112/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * નોકિયા કંપની ના મોબાઇલ સેલ ફોનની પ્રખ્યાત E સિરીઝમાં હવે ‘નોકિયા E 51’ ( Nokia E 51 ) નું ભારતમાં આગમન થયું છે. નોકિયાનો આ 3G Quad-band સેલફોન સુંદર ફીચર્સ ધરાવે છે. વાઈ-ફાઈ, બ્લ્યુ ટૂથ, 2 મેગા-પિક્સેલ કેમેરા સાથેનો આશરે 100 ગ્રામ વજનનો આ ફોન પંદરેક હજારની કિંમતનો છે. * * *

* * અમેરિકા (USA) માં આર્થિક પ્રવાહોનાં વળતાં પાણીએ વિશ્વની આર્થિક સ્થિતિને પ્રભાવિત કરી છે. અમેરિકાની માતબર ફાઇનાન્શિયલ કંપનીઓના હિસ્સા વિશ્વની અન્ય કંપનીઓ હડપ કરી શકે તે સંભવ ખરું? ન માની શકાય તેવાં માર્કેટ ડીલ થઈ રહ્યાં છે. તાજેતરમાં અમેરિકન જાયંટસ મેરિલ લિંચ (Merril Lynch) અને મોર્ગન સ્ટેન્લી (Morgan Stanley) નાં ડીલ્સ ખૂબ ચર્ચામાં આવ્યાં છે. સિંગાપુરના સોવરેઈન વેલ્થ ફંડ ટેમાસેક (Temasek) દ્વારા અમેરિકાની મેરિલ લિંચમાં 9.4 % જેટલો હિસ્સો ખરીદાયો છે, જે ડીલ ઓછામાં ઓછું 4500 મિલિયન ડોલરનું હોવાનું મનાય છે. ચીનના ચાઈના ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનું મોર્ગન સ્ટેન્લી સાથેનું ડીલ 5000 મિલિયન ડોલરનું મનાય છે. * * * * * * * અનન્યા/080112/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

અનન્યા/080112/આજકાલ-સામાન્યજ્ઞાન

*
.

અનન્યા/080112/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ
ભારત અવકાશ-સંશોધન (Space Research) ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.

શરૂઆતમાં પહેલાં અવકાશ સંશોધન ડિપાર્ટમેંટ ઓફ એટમિક એનર્જીને હસ્તક હતું.

1962માં INCOSPAR (Indian National Committee for Space Research) ની રચના થઈ તથા થુમ્બા ઇક્વેટોરિઅલ રોકેટ લોંચિંગ સ્ટેશન (TERLS Thumba Equatorial Rocket Launching Station) ની સ્થાપનાના પ્રયત્નો આરંભાયા. 1963ના નવેંમ્બરમાં થુમ્બા ખાતેથી ભારતનું પ્રથમ રોકેટ છોડવામાં આવ્યું. “અનન્યા”ના વાચકો જાણતા હશે કે 1967માં અમદાવાદ (ગુજરાત) માં સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન (પછીથી સેક Space Application Centre) બનાવવામાં આવ્યું.

1969માં ઇસરો (ISRO Indian Space Research Organisation) ની રચના થઈ.

ગરવા ગુજરાતી વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના કુશળ માર્ગદર્શન હેઠળ 1971માં ભારતનું બીજું રોકેટ લોંચિંગ સ્ટેશન શ્રીહરિકોટા (Sriharikota) કાર્યરત થયું જ્યારે 1971માં ઓક્ટોબરની 9મી તારીખે પ્રથમ રોકેટ ‘રોહિણી’ લોંચ કરાયું.

1972માં ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેંટ ઓફ સ્પેસ બનાવવામાં આવ્યું.

1975ના એપ્રિલની 19મીએ ભારતના પ્રથમ માનવસર્જિત – આર્ટિફિશિયલ – સેટેલાઇટ “આર્યભટ્ટ”ને રશિયા (USSR)માંથી છોડવામાં આવ્યો.

1979માં ભારતનો બીજો સેટેલાઇટ “ભાસ્કર – 1” પણ રશિયા ખાતેથી છોડવામાં આવ્યો. ત્યાર પછી ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે અબાધિત પ્રગતિ કરતું રહ્યું છે.

ભારતના કુશાગ્ર વૈજ્ઞાનિકોએ મિસાઇલ્સના સફળ પ્રયોગો કરેલા છે. “અનન્યા”ના વાચકો ને એ જાણીને ખુશી થશે કે તાજેતરમાં ભારતીય સંરક્ષણ તજજ્ઞો-વૈજ્ઞાનિકોએ ડિસેમ્બર 6, 2007ના રોજ દુશ્મન દેશના બેલિસ્ટિક મિસાઇલ્સ એટેક સામે રક્ષણ આપતાં હાઇપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલ AAD-02 નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

ડિસેમ્બર છઠ્ઠીએ ઓરિસ્સાના ચાંદીપુર પાસેથી ટાર્ગેટ મિસાઇલ “પૃથ્વી” છોડવામાં આવ્યું જે 110 કિમીની ઊંચાઈએ પહોંચી ધરતી ભણી ધસવા લાગ્યું. પાંચ જ મિનિટ પછી ત્યાંથી 70 કિમી દૂરથી ઇન્ટરસેપ્ટર મિસાઇલ AAD-02 છોડવામાં આવ્યું. માત્ર 25 સેકંડમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલ તેના ટાર્ગેટ મિસાઇલને આંતરીને તોડી પાડવામાં સફળ થયું.

દુનિયાના માત્ર ત્રણ અન્ય દેશો – અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ – પાસે આ એડવાન્સ્ડ સંરક્ષણ પ્રણાલી છે. ભારતીય વૈજ્ઞાનિકોની આ ગૌરવપ્રદ સિદ્ધિ છે. * * * અનન્યા/080112/આજકાલ/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

સામાન્યજ્ઞાન

આપ જાણો છો તેમ સમાનવ અવકાશયાન ( સ્પેસક્રાફ્ટ Spacecraft)માં અવકાશયાત્રા કરનાર પ્રથમ રશિયન યુરી ગાગારીન (યુએસએસઆર, એપ્રિલ, 1961) તથા પ્રથમ અમેરિકન એલન શેફર્ડ (યુએસએ, મે, 1961) હતા.

અવકાશ સંશોધનમાં રશિયાના વોસ્ટોક, વોસ્ખોદ અને સોયુઝ મિશન કાર્યક્રમો તેમજ અમેરિકાના મર્ક્યુરી, જેમિની અને એપોલો મિશન કાર્યક્રમો જાણીતા બન્યા.

અમેરિકા અને રશિયાની ચંદ્ર ભણી માનવરહિત અવકાશયાત્રાઓની વાત આપે “અનન્યા”ના ગયા અંકમાં વાંચી.

ચંદ્ર પર માનવીને ઉતારવાની પૂર્વતૈયારી રૂપે 1965માં રશિયા અને અમેરિકાએ પોતાના અવકાશયાત્રીઓ ( એસ્ટ્રોનોટ્સ Astronauts) ને સ્પેસ વોક કરાવી. પોતાના અવકાશયાનમાંથી બહાર નીકળી સ્પેસ વોક કરનાર પ્રથમ રશિયન એલેક્સી લિયોનોવ (માર્ચ 1965). સ્પેસ વોક કરનાર પ્રથમ અમેરિકન એડવર્ડ વ્હાઈટ (જૂન 1965).

ચંદ્ર-ઉતરાણના નિર્ધાર સાથે નવેમ્બર, 1968માં અમેરિકાએ “એપોલો મિશન”ના કાર્યક્રમો શરૂ કર્યાં. અમેરિકાના એપોલો મિશન અંતર્ગત 21 ડિસેમ્બર, 1968ના રોજ લોંચ થયેલ ‘એપોલો-સેટર્ન-8’ મિશનના અમેરિકન એસ્ટ્રોનોટ્સ બોરમેન, લોવેલ અને એન્ડર્સ ચંદ્રને પ્રથમ પ્રદક્ષિણા કરનાર પૃથ્વીવાસી બન્યા. “અનન્યા”ના વાચકોને માનવીના ચંદ્ર પર ઉતરાણમાં જરૂર રસ પડશે.

1969ના જુલાઈની 16મી તારીખે અમેરિકાએ એપોલો-11 અવકાશયાન (‘એપોલો-સેટર્ન-11’ મિશન) છોડ્યું. તેમાં ચંદ્ર પર ઉતરાણ માટે લ્યુનર મોડ્યુલ હતું. એપોલો-11ના ત્રણ અમેરિકન એસ્ટ્રોનોટ્સ આર્મસ્ટ્રોંગ, કોલિન્સ અને એલ્ડ્રીન હતા.

1969ની 20મી જુલાઈએ અમેરિકાના એપોલો-11ના લ્યુનર મોડ્યુલનું ચંદ્ર પર ઉતરાણ થયું અને તેમાં સવાર આર્મસ્ટ્રોંગ અને કોલિન્સ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવી બન્યા.

અમેરિકન અવકાશયાત્રી નિલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવી બન્યા. તે જ દિવસે, થોડી મિનિટો પછી, કોલિન્સ પણ લ્યુનર મોડ્યુલમાંથી બહાર આવ્યા અને કોલિન્સ ચંદ્ર પર પગ માંડનાર બીજા માનવી બન્યા. આ દરમ્યાન એપોલો કમાંડ-યાનમાં બેસી એલ્ડ્રીન ચંદ્રની પ્રદક્ષિણા કરતા રહ્યા હતા. ગુજરાતમાં ત્યારે ટીવી પ્રસારણ ન હતું. એપોલો-11ના ચંદ્ર ઉતરાણની રનિંગ કોમેંટ્રી રેડિયો પરથી – અમેરિકાના રેડિયો સ્ટેશન “વોઇસ ઓફ અમેરિકા” પરથી પ્રસારિત થઈ હતી. મને યાદ છે તે મુજબ, ભારતીય સમયાનુસાર તે મધરાતે (20 જુલાઈની રાત; 21 જુલાઈની વહેલી સવારે આશરે 1.30 વાગ્યે IST) નિલ આર્મસ્ટ્રોંગનો પગ ચંદ્ર પર મૂકાયો, ત્યારે અમને સૌને માનવજાતની મહાન સિદ્ધિ માટે પારાવાર ખુશી થઈ હતી. * * ** *
* * * અનન્યા/080112/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *  * *
ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી શીખવાની ધૂનમાં આપણે ક્યારેક ગુજરાતી ભાષાના અશુદ્ધ પ્રયોગો પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ. ઉતાવળમાં હું પણ અશુદ્ધ વાક્યરચનાઓ કરી બેસું છું. ક્યારેક વાચકના હિતમાં સર્ચ એંજિન્સના સંભવિત પરિણામોનો વિચાર કરીને મારે છૂટ લઈને, શબ્દો કે વાક્યોને લખવા પડે છે. અજાણતાં થયેલ ભૂલ નજરે ચડે ત્યારે મને સાચે જ શરમ ઉપજે છે. એક મહત્વની વાત એ યાદ રાખીએ કે ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષા જેવી પરોક્ષ રચનાઓ (Indirect naration) નથી.

અશુદ્ધ પ્રયોગ : અશોકે કહ્યું કે તે મુંબઈ ગયો હતો.

શુદ્ધ પ્રયોગ: અશોકે કહ્યું કે હું મુંબઈ ગયો હતો.

અશુદ્ધ પ્રયોગ: અનન્યાએ કહ્યું કે તેણીએ ફોન કર્યો હતો.

શુદ્ધ પ્રયોગ : અનન્યાએ કહ્યું કે મેં ફોન કર્યો હતો. * **

* * * * અનન્યા/080112/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

અનન્યા/080112/પ્રથમપૃષ્ઠ

*
.

અનન્યા/080112/પ્રથમપૃષ્ઠ

“અનન્યા”ના આજના અંકમાં આપ ભારતીય વૈજ્ઞાનિકોએ અવકાશ સંશોધન ક્ષેત્રે તથા સંરક્ષણ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ વિશે જાણશો.

ભારતના ગૌરવ સમા થુમ્બા, શ્રીહરિકોટા અને ઈસ્રો (ISRO) વિશે “આજ- કાલ” વિભાગમાં માહિતી વાંચશો.

તે જ વિભાગમાં દુશ્મન દેશના બેલિસ્ટિક મિસાઇલ્સ એટેક સામે રક્ષણ આપતાં ભારતનાં હાઇપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલ AAD-02 વિશે જાણી શકશો.

અમેરિકાના ચંદ્ર પર મિશન, એપોલો 11 તથા નિલ આર્મસ્ટ્રોંગ વિશે “સામાન્ય જ્ઞાન”માં વાંચશો.

“ફિલ્મ-સિનેમા” વિભાગમાં દાદાસાહેબ ફાલકેની જીવન કહાણી અને ‘રાજા હરિશ્ચંદ્ર’ ઉપરાંત અન્ય ફિલ્મોની વાત જાણશો.

“અનન્યા” નાં  બીજાં પૃષ્ઠો “દેશ-દુનિયા” તથા “ગુજરાતી નેટ જગત” તો ખરાં જ.
* * * અનન્યા/080112/હરીશ દવે/ Ananyaa/ * * *

* ** * * **

* ** * * **

અનન્યા/080105/ફિલ્મ-સિનેમા

*
*
.

અનન્યા/080105/ફિલ્મ-સિનેમા

* ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 10)

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે1913માં “રાજા હરિશ્ચંદ્ર” ફિલ્મ બનાવી.

“રાજા હરિશ્ચંદ્ર”ને પૂર્ણ લંબાઈની, સંપૂર્ણપણે ભારતીય એવી હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે નવાજવામાં આવી. મિત્રો! હું આપને કેવી રીતે સમજાવું કે આ ફિલ્મ માટે તેમણે કેટલો ભોગ આપવો પડ્યો! અગણિત સમસ્યાઓ પાર કરી, ભારે જહેમત પછી દાદાસાહેબ ફાલકેની ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” તૈયાર થઈ.

આપ માનશો કે સૌ પ્રથમ મુશ્કેલી ‘કાસ્ટીંગ’ – પાત્રવરણી – માટે થઈ? આ ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને તેમની સુચરિતા રાણી તારામતીની કથા પર આધારિત હતી.

રાજા હરિશ્ચંદ્રના પાત્ર માટે ડી. ડી. ડબકે નામના મહારાષ્ટ્રીયન કલાકારે અભિનય આપ્યો. આમ, ડી. ડી. ડબકે ભારતીય સિનેમા ઉદ્યોગના સર્વ પ્રથમ અભિનેતા – ફિલ્મ હીરો – બન્યા.

સમસ્યા રાણી તારામતીના પાત્ર માટે ઊભી થઈ. “અનન્યા”ના વાચક મિત્રો! આપને તે જમાનાના સમાજની સ્થિતિની શું વાત કરું? જમાનામાં નૃત્ય – સંગીત – નાટક – રંગમંચની પ્રવૃત્તિઓ પ્રત્યે સમાજમાં સૂગ હતી. કોઈ સ્ત્રી તો કામ કરવા તૈયાર જ ન થાય.

આખરે દાદાસાહેબની પસંદ એક વીશી (હોટેલ)માં કામ કરતા યુવાન અન્ના સાલુંકે પર ઉતરી.

“રાજા હરિશ્ચંદ્ર”માં તારામતીના સ્ત્રી-પાત્ર તરીકે અન્ના સાલુંકે નામના પુરૂષે અભિનય આપ્યો. હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મમાં પ્રથમ સ્ત્રી-પાત્ર (અભિનેત્રી?) તરીકે એક પુરૂષનો અભિનય તે પણ કેવી વાત!

ચાલો, ફિલ્મ બની તો ખરી.

“રાજા હરિશ્ચંદ્ર” મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ પર કોરોનેશન સિનેમા ગૃહમાં મે 3, 1913ના રોજ રજૂ થઈ. “અનન્યા”ના વાચકોને યાદ હશે કે આ જ કોરોનેશન થિયેટરમાં તોરણે દાદાની “પુંડલિક” ફિલ્મ મે 18, 1912માં રજૂ થઈ હતી.

આપ સમજી શકશો “રાજા હરિશ્ચંદ્ર”ને ઉષ્માભર્યો આવકાર મળ્યો. આ આવકારે દાદાસાહેબ ફાલકેના ઉત્સાહને બુલંદ કર્યો.

દાદાસાહેબ “મોહિની ભસ્માસુર” (ભસ્માસુર મોહિની) નામની ફિલ્મના નિર્માણમાં લાગી ગયા. તે ફિલ્મમાં સ્ત્રી-પાત્ર તરીકે દાદાસાહેબને કમલાબાઈ ગોખલે નામે  ‘અભિનેત્રી’ મળી.

કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમા ઉદ્યોગમાં સ્ત્રી-પાત્ર ભજવનાર પ્રથમ અભિનેત્રી – ફિલ્મ હીરોઇન – નું સ્થાન મેળવ્યું. * * * ગુજરાતી ઇન્ટરનેટના સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 10) * * અનન્યા/080105/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* ** * * **

અનન્યા/080105/ગુજરાતી નેટ જગત

*

.

અનન્યા/080105/ગુજરાતી નેટ જગત
ગુજરાતી નેટ જગતના બ્લોગ્સ પર વિચારધારાના પ્રવાહો રસપ્રદ બની રહ્યા છે. તાજેતરમાં કેટલાક બ્લોગ્સ પર પ્રગટ થતી પોસ્ટ્સમાં ચિંતનીય મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે. તેના પરની ચર્ચા વાચકોને આકર્ષી રહે છે.

આપ આ સર્વ ચિંતનીય લેખ શ્રી સુરેશભાઈ જાનીના “અંતરની વાણી”, શ્રી જુગલ કિશોરભાઈ વ્યાસના “પત્રમ્ પુષ્પમ્” તથા શ્રી હેમંત પુનેકરના “હેમકાવ્યો” બ્લોગ્સ પર વાંચી શકશો.

આપને ખાસ ભલામણ કરું છું. * * **
* * * અનન્યા/ 080105/ ગુજરાતી નેટ જગત/ હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080105/દેશ-દુનિયા

*

.

અનન્યા/080105/દેશ-દુનિયા

* ભારતનું ન્યાયતંત્ર કોમ્પ્યુટરાઇઝડ પ્રણાલીઓથી સજ્જ થઈ રહ્યું છે. બાર હજારથી પણ વધુ જજ (જજીઝ) ને લેપટોપ તથા ઇન્ટરનેટ સુવિધા અપાઈ છે. એક વર્ષમાં દેશભરની અદાલતો – રાજ્ય –જીલ્લા કક્ષાની કોર્ટસ નેટવર્કીંગથી પરસ્પર જોડાણ પામશે. * *

* * રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) ગુજરાત રાજ્યમાં બાવીસ હજાર કરોડથી વધારે રોકાણ દ્વારા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિકસાવી રહેલ છે. ગુજરાતમાં અનિલ અંબાણીની કંપનીઓ એડલેબ્સ તથા રિલાયંસ મની વિસ્તરણ કરી રહી છે. નોંધનીય વાત એ કે ગુજરાતમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની પાવર તથા ટેલિકોમ ક્ષેત્રમાં મહત્વની યોજનાઓ છે. * *

* ** અમેરિકા-સ્થિત વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની એચપી (HP, USA) ના સીઈઓ માર્ક હર્ડા અમેરિકન મેગેઝિન “બિઝનેસ વિક” (Business Week, USA) દ્વારા ‘બિઝનેસ પર્સન ઓફ થ યર” જાહેર કરાયા છે. * * * અનન્યા/ 080105/ દેશ-દુનિયા/ હરીશ દવે/ Ananyaa/ * * *
*  *  *  *  *  *