.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 36 )
સચીન, દક્ષિણ ગુજરાતના ફાતમા બેગમ (ફાતિમા બેગમ) અને ઝુબેદાજીની વાત કરતાં કરતાં એક વાત નજરે પડે છે. “અનન્યા”ના મારા મિત્રો! મુંબઈમાં હિંદુસ્તાની સિનેમા ઉદ્યોગને વિકસાવવામાં ગુજરાતીઓનો ફાળો અદ્વિતીય છે, પરંતુ આપને એક અચરજ પમાડે તેવી વાત કહું?
દક્ષિણ ગુજરાતમાંથી – સુરત વલસાડ પ્રદેશોમાંથી – બેશુમાર કસબીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગને સમૃદ્ધ કર્યો છે. થોડાં નામ ગણાવું?
હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ (ટોકી ફિલ્મ) ‘આલમઆરા‘ની પ્રથમ ભારતીય અભિનેત્રી ઝુબેદા, ભારતનાં પ્રથમ મહિલા-દિગ્દર્શક ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ‘આલમઆરા’ના હીરો માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ કલ્યાણ ખજીનાની અભિનેત્રી સુલતાના (ઝુબેદાની બહેન), ‘મધર ઇંડિયા’ના સર્જક પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર મહેબૂબ ખાન, રાજકપૂરના માનીતા વિખ્યાત સંગીતકાર જયકિશન, અમિતાભ બચ્ચનની પ્રતિભા ઉજાળનાર અનાવિલ બ્રાહ્મણ મનમોહન દેસાઈના પિતાશ્રી ફિલ્મ નિર્માતા કીકુભાઈ દેસાઈ, સવાક્ ગુજરાતી સિનેમાના પ્રથમ ગુજરાતી બોલપટના દિગ્દર્શક નાનુભાઈ વકીલ, ‘સોનેરી ખંજર’ ફિલ્મમાં અભિનેત્રી ડોરોથીને દોરવનાર દિગ્દર્શક હર્ષદરાય સાકરલાલ મહેતા, ‘મુંબઈની મોહિની’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ, વિષ્ણુ સિનેટોનના ધીરુભાઈ દેસાઈ, બેંગલોરમાં સિનેમા ઉદ્યોગ સ્થાપનાર અનાવિલ હરિભાઈ દેસાઈ …… યાદી લંબાતી રહેશે.
મિત્રો! કેટકેટલા ફિલ્મી કસબીઓ દક્ષિણ ગુજરાતમાંથી ચમક્યા!
.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 36 ) * * અનન્યા/080906/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
* * * * * * * * **
* * * * * * * * **
sundar lekha harishbhai … :)
gujarati blog jagat ma pratham vakhat tame film jagat ma gujaratio ni pratibha vishe vaat kari…
khub saras…