અનુભવિકા

.

 પ્રિય મિત્રો!

મારા આ ગુજરાતી બ્લોગ અનુભવિકા પર આપનું સ્વાગત છે.ગુજરાતી ભાષામાં સંસ્મરણોની અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. અંતરમાં રમતી યાદોને, વાતોને હું અહીં વાચા આપું છું.આભાર!હરીશ દવે … અમદાવાદ

અતીતના સ્મરણોની યાત્રા માટે અહીં ક્લિક કરો:  અનુભવિકા

Advertisements

One thought on “અનુભવિકા

  1. ગઇકાલે મેં આ બાબતે લખેલ મારા વિચારો અહિં ફરીથી રજૂ કરીને આ પ્રકારનું કાર્ય થતું જોઇને ખુશીની લાગણી તો વ્યક્ત કરૂં જ છું, સાથે સાથે આ પ્રકારનું કાર્ય કરી રહેલ આ બ્લૉગના લેખક,હરીશ દવે, અને તેમના જેવા કેટલાય વીરલાઓના પ્રયાસ અને અભિગમને બિરદાવવાની તક પણ ઝડપી લઉં છું.

    “આજે ઑગસ્ટ’૧૧ના નવનીત-સમર્પણના અંક્માં શ્રી ભગવતીકુમાર શર્માની કવિતાઓ વાંચી.
    તે અમારી યુવાનીના – ‘૬૦ થી ‘૮૦ – ના સમયગાળાના એવા સર્જક છે જેઓએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને વિષયો, ગુજરાતી ભાષાના પ્રયોગ તેમ જ વિચાર વૈવિધ્યથી સાંપ્રત બનાવીને ત્યારે વધુ પ્રચલિત અને પ્રસારીત અંગ્રેજીની ટક્કરમાં ઉણું ન ઉતરવા દીધું.
    તેમની સાથે મને મારા તે સમયના પ્રિય એવા અન્ય ગુજરાતી સાહિત્યના સર્જકો – શિવકુમાર જોશી, ચન્દ્રકાત બક્ષી, અનિલ જોશી, હરિન્દ્ર દવે ,મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ; તે સમયનાં માતબર સામયિકો – ચાંદની, નવચેતન,અખંડ આનંદ , કુમાર કે બાળસાહિત્ય જગતના તારલાઓ વિજયગુપ્ત મૌર્ય, હરિપ્રસાદ વ્યાસ, ગાંડિવ, રમકડું પણ ખુબ યાદ આવે છે.
    તે પછીનાં વરસોમાં ગુજરાતી સાહિત્યનાં print mediumના limited પ્રસારને કારણે આ બધાંની તત્કાલિન ગતિવિધિઓની સાથે ન રહી શકાયું.
    ૨૧મી સદીથી જ ઇન્ટરનેટના વધતા પ્રભાવની સાથે આ માધ્યમથી પરિચિત પેઢીદ્વારા થએલ કાર્યને હવે digital સ્વરૂપે નેટપરથી access કરવું સરળ બન્યું છે.
    પરંતુ તે પહેલાંના ખજાનાને પણ , certainly subject to safeguarding commercial and IPR interests, ટેક્નોલૉજીની મદદથી નવપલ્લવીત કરવામાટે સર્જકો, પ્રકાશકો અને technology-savvy બધા જ ગુજરાતીઓએ વ્યક્તિગત તેમ જ સામુહિક પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાઇ રહી છે.”

    આ પ્રકારનું કાર્ય થઇ રહ્યું હોય તેને આપણે પ્રસિધ્ધિ આપીએ અને તેમને આવું સાહિત્ય શોધી આપીને તેમ જ digitizationની પ્રક્રિયામાં મદદરૂપ થઇએ.
    આવો સૌ ગુજરાતી netizens, આપણે દરેક આ યજ્ઞમાં આપણું યથાકિંચિત યોગદાન આપીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s