અનન્યા/080126/દેશ-દુનિયા

.

*

અનન્યા/080126/દેશ-દુનિયા

* * * ભારત સરકાર પ્રતિવર્ષ પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) પર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારરત્ન ઉપરાંત અન્ય રાષ્ટ્રીય સન્માન – પુરસ્કાર – પદ્મ એવોર્ડઝની જાહેરાત કરે છે. આ વર્ષે ભારત રત્નનો એવોર્ડ અપાયો નથી. પરંતુ પદ્મવિભૂષણ માટે 13, પદ્મભૂષણ માટે 35 તથા પદ્મશ્રીના ખિતાબ માટે 71 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પસંદ પામ્યા છે.

પદ્મવિભૂષણ માટે નોબેલ પ્રાઈઝ વિનર ભારતીય ડો. આર. કે. પચૌરી, ટાટા ગ્રુપના રતન તાતા (ટાટા), ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ, સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર, ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઉપરાંત રાજધાની નવી દિલ્હીમાં મેટ્રો રેલ્વેના પ્રોજેક્ટને સફળ કરનાર ઈ. શ્રીધરનનો સમાવેશ થાય છે.

આ વર્ષના પદ્મ એવોર્ડઝમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી ડો. મેઘનાદ દેસાઈ, ભારતીય- અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતી શિક્ષણ-સાહિત્ય જગતના આદરણીય મહાનુભાવ ભોળાભાઈ પટેલનો સમાવેશ થાય છે. સર્વ મહાનુભાવોને અભિનંદન અને શુભેચ્છાઓ ! * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * *ભારતની સૌથી મોટી પવનઉર્જા – વિંડ એનર્જી – કંપની (વિશ્વની ચોથા નંબરની Wind energy provider company) સુઝલોન (Suzlon) ચીન (China)ના માર્કેટમાં સફળતાના પંથે છે. ચીનની અગ્રણી પાવર પ્રોજેક્ટ ડેવલપર કંપની જિંગ્નેન્ગ ગ્રુપ દ્વારા સુઝલોનને વિંડ પાવર માટે અગત્યના કોન્ટ્રાક્ટ્સ મળેલ છે. * * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * ભારતના આભૂષણ માર્કેટ (Jewellery business) માં ગીતાંજલિ ગ્રુપ અગ્ર હરોળમાં છે. હીરા અને સોનાના આભૂષણોના ઉત્પાદન અને રીટેઇલિંગમાં નામનાપ્રાપ્ત ગીતાંજલિ ગ્રુપે ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC) ની પ્રસિદ્ધ બ્રાંડ ‘નક્ષત્ર’ને ખરીદેલ છે.* * *

* * * વિશ્વના સુપ્રસિદ્ધ જીનેટિક વૈજ્ઞાનિક – સિંથેટિક બાયોલોજીસ્ટ – ડો. જે. ક્રેગ વેન્ટર માનવસર્જિત ડીએનએના સંશોધનમાં પ્રવૃત્ત છે.

ડો. વેન્ટર તથા સાથીઓએ સિંથેટિક ડીએનએની બનાવટમાં સફળતા મેળવી જીનેટિક વિજ્ઞાનમાં અનોખી સિદ્ધિ મેળવી છે. અગાઉ, વાઇરસના માનવસર્જિત ડીએનએની સંરચના લેબોરેટરીમાં થઈ શકી હતી, પરંતુ પ્રથમ વખત બેક્ટેરિયાના કૃત્રિમ ‘જીનેટિક કોડ’ ની સંરચના ડો. વેન્ટર અને સાથી વૈજ્ઞાનિકો કરી શક્યા છે. * * *

* * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/071124/પ્રથમપૃષ્ઠ

.
આપ સમક્ષ “અનન્યા”નો છઠ્ઠો અંક પ્રસ્તુત છે.

“અનન્યા”નો પ્રથમ અંક વિજયા દશમી (દશેરા) ના શુભ દિને તા. 21/10/2007ના રોજ પ્રકાશિત થયો.

અનન્યા”નો બીજો અંક 27/10/07ના રોજ પ્રગટ થયો. આ અંકમાં કેલિફોર્નિયા (અમેરિકા – USA ) ની આગના સમાચાર, મિલિયન, બિલિયન, ટ્રિલિયન જેવા આંકડાઓની સમજૂતિ તથા સુઝલોન અને ઇન્ટરનેટ જગતની અવનવી માહિતી હતી.

“અનન્યા” નો ત્રીજો અંક 03/11/07ના દિને પ્રગટ થયો. તેમાં હચ – વોડાફોન, બ્રહ્માંડ, આકાશ ગંગા ઉપરાંત આઈઆઈએમ – અમદાવાદ, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર, રીટેઇલ બિઝનેસ, ફ્યુચર ગ્રુપ, સિસ્કો અને આર્જેન્ટિનાના સમાચાર આપે જાણ્યા.

અનન્યા”નો ચોથો અંક દીપાવલિ – નૂતન વર્ષ અંક તરીકે 10/11/07ના રોજ પ્રસિદ્ધ થયો. આ અંકમાં નોબેલ પ્રાઇઝ અને સૂર્યની જાણકારી ઉપરાંત ગુગલ સર્ચ, મહાત્મા ગાંધીની દાંડીકૂચ, બોલિવુડ – હોલિવુડના ફિલ્મ ઉદ્યોગની માહિતી હતી. આ દીપાવલિ અંકથી ફિલ્મ-સિનેમાના ઇતિહાસ પર રસપૂર્ણ લેખમાળાનો આરંભ થયો.

“અનન્યા”નો પાંચમો અંક 17/11/07ના રોજ પ્રગટ થયો. તે અંકમાં ભારત-જાપાન વ્યાપાર સંબંધો, સૂર્યમંડળ, વેબ્સ્ટર અને ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્ષનેરી ઉપરાંત સૌથી વધુ સંપત્તિવાન ગુજરાતીઓની ફોર્બ્સ યાદી – આદિ માહિતી આપે વાંચી. આ અંકમાં ફ્રાંસના લુમિયેર બ્રધર્સ દ્વારા મુંબઈમાં યોજાયેલા ભારતના પ્રથમ ફિલ્મ શોની વાત હતી.

“અનન્યા”ના દરેક અંકમાં ગુજરાતી નેટ જગત પર એક પૃષ્ઠ પ્રગટ થતું રહ્યું છે.

આપના પ્રતિભાવ આપતા રહેશો. આપના સહકારની અપેક્ષા છે. * અનન્યા/071124/હરીશ દવે *

અનન્યા/071027/દેશ-દુનિયા

.

અનન્યા/071027/દેશ-દુનિયા

* ભારતમાં પૂના ખાતેની સુઝલોન કંપની વિન્ડ-એનર્જી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની બનવા સજ્જ થઈ રહી છે.

સુઝલોનના સ્થાપક-સંચાલક શ્રી તુલસીભાઈ તંતી ગુજરાતી છે. સુઝલોનની સફળતા ગુજરાત માટે ગર્વની વાત છે.

યુરોપની અગ્રગણ્ય RE Power (જર્મની)  તથા Hansen Transmission હસ્તગત થયા પછી સુઝલોન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકી ઊઠી છે.

 * વિશ્વમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. વિશ્વની 660 કરોડની વસ્તી છે. તેમાં 230 કરોડ મોબાઇલ ફોન કનેક્શન્સ છે. ભારતની 120 કરોડની વસ્તીમાં 20 કરોડ મોબાઇલ કનેક્શન્સ છે. * અનન્યા/071027 *

 * નાની સાઈઝના કોમ્પ્યુટર બનાવવાની હોડ કેવી લાગી છે! વિશ્વની આઈ.ટી. ક્ષેત્રની કંપનીઓ  (IT industry) સાથે યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીઝમાં પણ સંશોધનો ચાલી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં હથેલીમાં સમાય તેવાં મેચ-બોક્સ સાઈઝનાં કોમ્પ્યુટર બનવા લાગશે. 

  ઇન્ટરનેટ પર સૌની જાણીતી અમેરિકન કંપની યાહુ (Yahoo)એ તેની નીતિઓમાં ફેરફારનો અણસાર આપ્યો છે. આપને નવાઈ લાગશે, પણ યાહુ openness ની નીતિ અપનાવી રહેલ છે. યાહુના હોમ પેજ પર પ્રથમ વખત બહારના સ્રોતોની સાઇટ્સની લિંક્સ મુકાઈ રહી છે. પ્રાયોગિક ધોરણે યાહુએ નાસા (NASA), ટાઈમ (Time), ફોર્બ્સ (Forbes) આદિ સાઇટ્સને લિંક કરી છે.

* અનન્યા/071027/