સ્વાગત

.

પ્રિય મિત્રો!

 અનન્યા પર આપનું હાર્દિક સ્વાગત છે.

અનન્યા” : બહુવિધ વિષયો પર ગુજરાતી ભાષાનો પ્રથમ પારિવારિક સાપ્તાહિક બ્લોગ.

અનન્યા છે આપણી સૃષ્ટિ.

અનન્યા છે આપણી  ભારતમાતા.

અનન્યા છે ગુજરાતની ભોમકા.

અનન્યા છે આપણી માતૃભાષા ગુજરાતી.

અનન્યા છે આપણી ચેતના.

અનન્યા છે આપણા અસ્તિત્વની અનુભૂતિ.

અનન્યા છે આ ક્ષણ, વર્તમાન ક્ષણ.

આવો, આપણે આ સૌને ગરિમા પ્રદાન કરીએ.

 અનન્યા આપ સૌનો, ગુજરાતી ભાષા-પ્રેમીઓના પરિવારનો બ્લોગ છે. બાવીસમી સદીના ગુજરાતનું ઘડતર કરવામાં આપ સાથે અનન્યા પ્રયત્નશીલ રહેશે. ગુજરાતની અસ્મિતાને ઉજાળવા અર્થે તેમજ ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર અર્થે અનન્યા પ્રસ્તુત છે.

અનન્યા એક વિશિષ્ટ ગુજરાતી બ્લોગ છે.  

અમારા બ્લોગ્સની વિશેષતાઓ આપે સન્માની છે. આપના સહકારથી  મધુસંચય, અનામિકા, અનુપમા  તથા અનુભવિકા પોતાની આગવી ઓળખ પામી શક્યા છે.

અનન્યા ગુજરાતી ભાષાનો પ્રથમ પારિવારિક નિયતકાલીન બ્લોગ છે, જેમાં બહુવિધ વિષયો પર હેતુલક્ષી વાચનસામગ્રી પ્રસ્તુત થઈ રહી છે. અનન્યા સાપ્તાહિક ગુજરાતી બ્લોગ તરીકે  દર શનિવારે પ્રગટ કરવા અમે ઈચ્છીએ છીએ.

અનન્યા એક ગુજરાતી બ્લોગ જ નથી. અનન્યા એક મિશન છે. અનન્યા પ્રકાશિત કરવા પાછળના અમારા મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે છે: (1) ગુજરાતી ભાષાનું સંવર્ધન. ઇન્ટરનેટના માધ્યમથી ગુજરાતીનો પ્રચાર અને પ્રસાર (2) ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, લાયબ્રેરીથી વંચિત અભ્યાસાર્થીઓ તથા ગ્રામ્યવિસ્તારના જિજ્ઞાસુઓને ગુજરાતીમાં વિશ્વ-પ્રવાહોનો પરિચય (3) ગુજરાતી નેટ જગત અને ખાસ કરીને બ્લોગિંગ પ્રવૃત્તિઓને ઉત્તેજન. ગુજરાતી બ્લોગર મિત્રોને દિશાસૂચન (4) ગુજરાતની ભાવિ પેઢી માટે ગુજરાતી નેટના સમૃદ્ધિપૂર્ણ ખજાનાનું નિર્માણ.

ઉપરોક્ત ઉદ્દેશો પાર પાડવા અનન્યાના અંકોમાં વાચકવર્ગના રસ, રુચિ અને આવશ્યકતા અનુસાર અમે વાચનસામગ્રીની વિવિધતા માટે પ્રયત્નશીલ રહીશું. હાલ અમે નિમ્નલિખિત વિષયવસ્તુને અગ્રતા આપીશું: (1) દેશ-દુનિયાની તાજેતરની ઘટનાઓની નોંધ (2) વિશ્વના વિવિધ ક્ષેત્રોમાં ભૂત-વર્તમાન-ભાવિ પ્રવાહોની ઝાંખી (3) ગુજરાતી માધ્યમના કિશોર-યુવાવર્ગને વિશેષ માર્ગદર્શન. તેમને અંગ્રેજી માધ્યમના વર્ગ સાથે સ્પર્ધા માટે સજ્જ કરતી સામગ્રી (4) ગુજરાતી બ્લોગ્સનું  વિહંગાવલોકન અને ગુજરાતી બ્લોગિંગને ઉત્તેજન.

આપ બ્લોગર તરીકે અથવા વાચક તરીકે ગુજરાતી નેટની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી રહ્યા છો. અનન્યા અમારું નહીં, આપણા સૌનું મિશન છે. અનન્યાને પ્રેમથી આવકારશો તેવી શ્રદ્ધા છે.

અનન્યામાં પ્રગટ સામગ્રીમાં/માહિતીમાં ક્ષતિ કે દોષ જણાય તો પ્રેમથી ધ્યાન દોરશો તેવી વિનંતી છે.

આપના ઉષ્માભર્યા સહકારની અપેક્ષા.

અનન્યાને આપના પ્રેમભર્યા પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે.

ધન્યવાદ.  …… .. .. હરીશ દવે   અમદાવાદ 

. . . . . . . . . . . . . . . .

સંપર્ક: thinklife11 (at) gmail (dot) com

* ** * ** * ** * **

 Harish Dave

આવશ્યક સૂચના: વિજ્ઞપ્તિ:

આ બ્લોગ અનન્યા પરની માહિતી સામાન્ય વાચકની અંગત જાણકારી માત્ર માટે છે. તે માહિતીનો અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ સ્વરૂપમાં ઉપયોગ કરી શકાશે નહીં. દરેક વિગતની ખરાઈ, સત્યતા કે યથાર્થતા માટે બ્લોગ-સંચાલકની કોઈ ખાત્રી, બાંહેધરી અથવા જવાબદારી નથી. માહિતીના ખરાપણાની ચકાસણીની જવાબદારી વાચકની પોતાની રહેશે. વાચકે માહિતીનો ઉપયોગ પોતાની સમજ અને શુદ્ધબુદ્ધિ અનુસાર, સંપૂર્ણપણે પોતાની  જવાબદારીથી માત્ર પોતાના અંગત જ્ઞાન માટે જ કરવો. આ માહિતીનો કોઈ પણ સ્વરૂપમાં ઉપયોગ કરતાં પહેલાં બ્લોગ-સંચાલકની લેખિત અનુમતિ આવશ્યક છે. .