અનન્યા/080913/દેશ-દુનિયા

.

અનન્યા/080913/દેશ-દુનિયા


* ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી), ટેલિકોમ, રીટેઈલ, ફાર્મા- હેલ્થકેર આદિ ક્ષેત્રોનાં નામ મીડિયામાં મોખરે રહે છે. ભારતમાં આઈટી ક્ષેત્રના વિકાસ પર સૌની નજર છે. આંતરરાષ્ટ્રીય અર્થતંત્રના ઉતારચઢાવની અસર આઈટી કંપનીઓ પર પડતી હોવા છતાં તેમનો મોભો અનોખો છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) ફિલ્ડમાં ભારતની મોખરાની આઈટી કંપનીઓમાં ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ), ઇન્ફોસિસ, વિપ્રો, સત્યમ, એચસીએલ આદિનો સમાવેશ થાય છે. * * * * * * અનન્યા/080913/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

*  *  **
* ઓગસ્ટ, 2008માં ચીનની રાજધાની બીજિંગ (બેઈજિંગ / બાઈજિંગ)માં યોજાયેલ 2008 સમર ઓલિમ્પિક્સ ગેઈમ્સના લીધે ચીન (ચાઈના – China) તાજેતરમાં સમાચાર જગતમાં ગાજતું રહ્યું છે.

વિશ્વનો આ 29મો ઓલિમ્પિક રમતોત્સવ ભારત માટે શુકનવંતો રહ્યો. 108 વર્ષના ઓલિમ્પિક ગેઈમ્સના ઈતિહાસમાં ભારતને પ્રથમ વખત વૈયક્તિક સુવર્ણચંદ્રક નસીબ થયો. ભારતના શુટર અભિનવ બિંદ્રાએ 10 મીટર એર રાઈફલ શુટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી દેશની શાન વધારી. અભિનવ બિંદ્રા ઓલિમ્પિકમાં ભારતના વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ સ્પર્ધક બન્યા. ચીન ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને કુલ ત્રણ વ્યક્તિગત ચંદ્રકો પ્રાપ્ત થયા તે ખુશીની વાત.

બીજિંગના 2008 સમર ઓલિમ્પિક્સમાં 51 સુવર્ણ ચંદ્રકો સાથે ચીન પ્રથમ અને 36 સુવર્ણ ચંદ્રકો સાથે અમેરિકા – યુએસએ – બીજા સ્થાને રહ્યા. આ ઓલિમ્પિક રમતોત્સવમાં કુલ 100 ચંદ્રકો જીતવા છતાં યજમાન દેશ ચીનની હાલત ‘કભી ખુશી કભી ગમ’ જેવી થઈ છે. આ રમતોત્સવ પાછળ ચીન સરકારને 70 બિલિયન ડોલરથી વધારે ખર્ચ થઈ ગયો છે. ગમની વાત એ છે કે કે ચીન સરકાર દેશના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ સંવર્ધન પાછળ કુલ વાર્ષિક 35 બિલિયન ડોલર માંડ ખર્ચી શકે છે!!! * * * અનન્યા/080913/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/ 080322/દેશ-દુનિયા

*

.

ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈSBI – State Bank of India)  છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેં પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ રૂપિયાની છે.  ભારતમાં ખાનગી બેંકોમાં આઈસીઆઈસીઆઈ (ICICI) સૌથી વધુ એસ્ટેટસ આશરે સાડા ત્રણસો લાખ કરોડ રૂપિયા ધરાવે છે અને એચડીએફસી (HDFC) બેંક બીજા ક્રમે છે.

ભારતમાં બેંકિંગ વ્યવસાયમાં કારોબાર કરતી વિદેશી બેંકોમાં સ્ટેનચાર્ટ (StanChart), સીટી બેંક (City Bank) તથા એચએસબીસી (HSBC) નાં નામ મોખરે છે.  *  * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *  

* * ભારત સરકારના નાણાં મંત્રી ચિદંબરમના આ વર્ષના બજેટમાં ટેલિકોમ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટના વિસ્તરણ માટે જોગવાઈ છે. ઇન્ડિયન ગવર્નમેન્ટ હસ્તકના બીએસએનએલ (BSNL) ની બ્રોડબેન્ડ સેવાઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડાશે. ભારત સરકાર દેશભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આપતાં એક લાખ જેટલાં સેંટર્સ શરૂ કરશે. કોમન સર્વિસ સેન્ટર્સના નામે ઓળખાનાર આ સેંટર્સ પર બીએસએનએલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ દ્વારા જમીનના દસ્તાવેજો (Land Records) ની કામગીરી ઉપરાંત વીજળી બિલો ભરવા જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. * * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

*  *  * દુનિયામાં રાજકારણ અને અર્થવ્યવસ્થા અજબગજબના રંગ બતાવે છે. વિશ્વની નજર અત્યારે ચીન પર છે. ચીનમાં રાજધાની બેઇજિંગમાં ઓલિમ્પિક ગેમ્સનાં પડઘમ બાજી રહ્યાં છે. પરંતુ ચીન સરકાર દ્વારા તાજેતરનાં કેટલાક પગલાંઓ આઘાતજનક છે. ચીન દ્વારા તિબેટની ધરતી પર થઈ રહેલ દમનને દુનિયાના અગ્રણીઓ વખોડી રહ્યાં છે. આફ્રિકા ખંડના દેશ સુદાનમાં થઈ રહેલ અત્યાચારમાં ચીન અપરોક્ષ રીતે સંકળાયેલ હોવાનો આક્ષેપ છે. યુરોપિયન દેશોનો સમૂહ ચીન પર નારાજ છે.”અનન્યાના વાચકોને કદાચ બ્રિક સંક્ષિપ્તરૂપ વિશે જાણકારી હશે. વિશ્વની ઇકોનોમીનાં  બદલાતાં સમીકરણોમાં  બ્રિક (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન) (BRIC – Brazil, Russia, India, China) દેશોને નજરઅંદાજ કરવું અમેરિકા માટે અઘરું છે. અમેરિકા માટે ચીન સાથેના ખાટામીઠા સંબંધો વચ્ચે વાણિજ્ય-ઉદ્યોગના લાભોની મીઠાશ લોભામણી છે. છતાં અમેરિકન કોંગ્રેસના સ્પીકર દ્વારા ચીનની તિબેટનીતિની ટીકા સૂચક છે. આફ્રિકન દેશ સુદાનમાં ઓઇલ પ્રોજેક્ટસ ખનિજ તેલ ક્ષેત્રો માં ચીનનું જંગી રોકાણ છે. હોલિવુડના પ્રતિષ્ઠિત ફિલ્મ ડાયરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગને ચીનને સુદાન મુદ્દે અપીલ કરવી પડે તે પણ સૂચક નથી?  યુરોપના દેશો પણ ચીનની નીતિઓનો ખુલ્લંખુલ્લા વિરોધ કરવા લાગ્યા છે. ચીનમાં યોજાનારા આગામી ઓલિમ્પિક્સ રમતોના બહિષ્કારનો સૂર પણ સંભળાઈ રહ્યો છે.  *  *  * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * રોમાંચક સાયંસ ફિક્શનના સિદ્ધહસ્ત લેખક આર્થર સી. ક્લાર્કનું શ્રીલંકામાં અવસાન થયું છે. સાયન્સની પ્રગતિની ભવિષ્યવાણીને પોતાની વિજ્ઞાન કથાઓમાં મૂકનાર બ્રિટીશ લેખક ક્લાર્ક 90 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં જન્મેલ આર્થર સી. ક્લાર્ક છેલ્લા પચાસેક વર્ષથી શ્રીલંકામાં રહેતા હતા. અનન્યા અને મધુસંચયના વાચકો મેટ્રો-ગોલ્ડવિન-મેયર એમજીએમ (MGM) ની ફિલ્મ 2001 અ સ્પેસ ઓડેસીને જાણે છે.

હોલિવુડના વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મ 2001 અ સ્પેસ ઓડેસી ઉત્તમોત્તમ ફોટોગ્રાફી અને થીમ મ્યુઝિક માટે પ્રશંસા પામી હતી. આ ફિલ્મ આર્થર સી. ક્લાર્કની નવલકથા પર આધારિત હતી. ફ્યુચર સાયન્સ અને સ્પેસ ટ્રાવેલના વિષયોમાં નિષ્ણાત અંગ્રેજી લેખક આર્થર સી. ક્લાર્કના 100થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. *  *  *  *   * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

અનન્યા/071229/દેશ-દુનિયા

*

.

અનન્યા/071229/દેશ-દુનિયા

*

હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક આદિ ચિકિત્સા-સંશોધનમાં અગ્રેસર સંસ્થાઓની હરોળમાં જવા ઇચ્છે છે.  *  *

* માર્કેટિંગ મેનેજમેન્ટમાં એડવર્ટાઇઝમેન્ટનું આગવું સ્થાન છે. પોતાની પ્રોડક્ટસ તથા સેવાઓને ઉપભોક્તાઓની નજરમાં લાવવા અને ગ્રાહકોને પોતાના પ્રતિ ખેંચવા કંપનીઓ માટે એડવર્ટાઇઝમેન્ટ ઉપયોગી શસ્ત્ર છે.

મેગેઝિન-ન્યૂઝપેપર જેવા પ્રિન્ટ મીડિયા સાથે હવે  ટીવી ચેનલ્સ અને રેડિયો પણ એડવર્ટાઇઝમેન્ટ માટે સ્પર્ધામાં છે. ભારતમાં એડવર્ટાઇઝમેન્ટનું માર્કેટ સોળ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે. ભારતમાં પ્રિન્ટ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટમાં મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એચપી ઇન્ડિયા આદિ કંપનીઓ મોખરે છે. * *

* શેરડીનો રસ પણ હવે બ્રાંડેડ બન્યો છે!

ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શહેર બેંગલોર (બેંગ્લોર Bangalore, Karnataka)માં હવે બ્રાંડેડ શેરડી-રસ મળતો થયો છે. Cane-O-La ના નામથી બેંગલોરની કંપની શહેરમાં પોતાના આઉટલેટ્સ પરથી મિકેનાઇઝડ પ્રોસેસથી શેરડીનો  તાજો જ્યૂસ ગ્રાહકોને સર્વ કરશે. * *

* અમેરિકાની સોફ્ટ ડ્રીંક્સ કંપની પેપ્સીકો (PepsiCo, USA) આશરે બસો દેશોમાં વિસ્તરેલ બહુરાષ્ટ્રીય કંપની (MNC – Multinational company) છે. અનન્યાના અગાઉના અંકમાં આપે વાંચ્યું છે કે  પેપ્સીના ચીફ એક્ઝીક્યુટીવ ભારતીય મૂળના અમેરિકન ઇન્દ્રા નૂયી છે.

ભારતમાં ચેન્નાઈ (Chennai, Tamilanadu, India) ના મૂળ વતની ઇન્દ્રા નૂયી અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂ યોર્ક (Federal Reserve Bank of  New York, USA) ના બોર્ડના સભ્ય છે તેમ જ ન્યૂ યોર્કના લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટસ સાથે પણ સંલગ્ન છે. તાજેતરમાં ઇન્દ્રા નૂયી અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર-વાણિજ્યની સંસ્થા US – India Business Council ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમાયા છે. * *

* અમેરિકાની કંપની એઓએલ (AOL) દ્વારા ભારતમાં તેનું ઇન્ટરનેટ પોર્ટલ શરૂ થયાને આઠેક મહિના થયા છે.

એઓએલ કંપની અને અમેરિકન જાયન્ટ કંપની ટાઇમ-વોર્નર (Time-Warner) સાથેનું ઐતિહાસિક જોડાણ (Merger/ Acquition) 2001માં થયું હતું. ભારતમાં એઓએલ દ્વારા હિંદી તથા તમિલ ભાષાઓમાં પણ સેવા ઉપલબ્ધ છે. *  *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  **

* *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  ** *  **  *   *  **