અનન્યા/080322/ફિલ્મ-સિનેમા

*

. 

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 21 ) 

મારી આંખોમાં આજે ય માણેકલાલ પટેલ અને દ્વારકાદાસ સંપત ની જુગલ જોડી તરવરે છે.

એકની કૃષ્ણ ફિલ્મ કંપની, બીજાની કોહિનૂર ફિલ્મ કંપની.

ઇસ્ટ દાદરમાં માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીનો ગુજરાત સ્ટુડિયો હતો. આજે દાદરના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં ગુજરાત સ્ટુડિયોનું નામનિશાન નથી રહ્યું.

કૃષ્ણ ફિલ્મ કંપની પ્રસિદ્ધ થઈ તેની 1925 ની ફિલ્મ બાપકમાથી.

 આ ફિલ્મની વાર્તા આપણા ગુજરાતી લેખક હરજી લવજી દામાણી ઉર્ફે શયદાની. ફિલ્મના ડાયરેક્ટર હતા કાનજીભાઈ રાઠોડ.  અનન્યાના વાચકોને આનંદ થશે કે બાપકમાઈમાં મિસ ગુલાબ અને મિસ ગોહર (ઉર્ફે ગૌહર જાન) બે ગુજરાતી અભિનેત્રીઓએ અભિનય આપ્યો.. બંનેને તે જમાનાના બોલિવુડમાં ખૂબ પ્રસિદ્ધિ મળી.

અભિનેત્રી ગુલાબ તો સાઠ કરતાં વધુ  ફિલ્મોમાં કામ કરતાં રહ્યાં. 1925માં સિનેમાના પડદે આવનાર ગુલાબની છેલ્લી ફિલ્મ 1967માં દિલીપકુમારની રામ ઔર શ્યામ. તે પહેલાં ગુલાબનો અભિનય ચેતન આનંદની ફિલ્મ હકીકત તથા શોભના સમર્થની ફિલ્મ છબીલીમાં પણ જોવા મળેલો. શોભના સમર્થને ઓળખો ને? શોભના સમર્થ એટલે કિંગ ખાન શાહરૂખખાન સાથે હીટ ફિલ્મ્સ આપનાર અભિનેત્રી કાજોલના નાનીજી. મને દુઃખ તે થાય છે કે કારકિર્દીની છેલ્લી ફિલ્મોમાં ગુલાબને નાનકડા રોલ મળતા! સમયની બલિહારી!!!

બીજી બાજુ, ગૌહરને મુંબઈના ફિલ્મ જગતના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ (રણજીત સ્ટુડિયોવાળા) નો સાથ મળી ગયો.

બાપકમાઈ ફિલ્મમાં અભિનેતા નંદરામ પહેલવાન તથા ગંગારામ હતા.

મહારાષ્ટ્રના સામાન્ય કુટુંબમાંથી આવતા નંદરામ કુશળ કુસ્તીબાજ હતા. નંદરામ પહેલવાન માણેકલાલ પટેલની બાપકમાઇમાં હીરો બન્યા અને પછી કૃષ્ણની પચીસેક ફિલ્મોમાં ચમક્યા.

ફિલ્મના બીજા અભિનેતા ગંગારામ મૂળ સૌરાષ્ટ્રના. ગંગારામ કોહિનૂરની હીટ ફિલ્મ ભક્ત વિદૂરમાં અભિનય કરી ચૂક્યા હતા.

કૃષ્ણની બીજી ફિલ્મ આવી રામભરોસે. આ ફિલ્મના ડાયરેક્ટર દક્ષિણ ગુજરાતના બારડોલીના હર્ષદરાય સાકરલાલ મહેતા હતા. આ ફિલ્મમાં નંદરામ અને ગુલાબ સાથે મિસ એરમેલિન (એર્મેલિન)નામની બોલ્ડ અભિનેત્રીએ કામ કર્યું હતું.

અનન્યાના વાચકોને આશ્ચર્ય થશે પણ સાયલેન્ટ મુવી સિનેમાના જમાનામાં મિસ એરમેલિન બિન્ધાસ્તપણે ચુંબન દ્રશ્યો અને પ્રેમપ્રચૂર દ્રશ્યોમાં જાનદાર અભિનય આપતાં. મુંબઈના વિખ્યાત ફિલ્મ નિર્માતા અરદેશર ઇરાનીની ઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની 1930ની એક ફિલ્મ સિનેમા ગર્લમાં એરમેલિન (એર્મેલિન) સાથે વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો યાદગાર અભિનય હતો.

મેં આપ સાથે આટલી બધી વાતો કરી, તો પણ  માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીની વાતો ઘણી અધૂરી છે.

મુંબઈના દાદર ઇસ્ટ સ્ટેશનથી આગળ સ્વામિનારાયણ મંદિર પાસેથી નીકળો ત્યારે માણેકલાલ પટેલને જરૂર યાદ કરશો!* * * *  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 21 ) * * અનન્યા/080322/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * *   *   * *       *  *     *  *      ***   *   * *     * *     *  *    ***   *   * *     * *     *  *    **   * * * *   *   * *       *  *     *  *      ***   *   * *     * *     *  *    ***   *   * *     * *     *  *    ** 

One thought on “અનન્યા/080322/ફિલ્મ-સિનેમા

  1. પિંગબેક: અનન્યા/081122/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s