અનન્યા/ 080322/દેશ-દુનિયા

*

.

ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈSBI – State Bank of India)  છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેં પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ રૂપિયાની છે.  ભારતમાં ખાનગી બેંકોમાં આઈસીઆઈસીઆઈ (ICICI) સૌથી વધુ એસ્ટેટસ આશરે સાડા ત્રણસો લાખ કરોડ રૂપિયા ધરાવે છે અને એચડીએફસી (HDFC) બેંક બીજા ક્રમે છે.

ભારતમાં બેંકિંગ વ્યવસાયમાં કારોબાર કરતી વિદેશી બેંકોમાં સ્ટેનચાર્ટ (StanChart), સીટી બેંક (City Bank) તથા એચએસબીસી (HSBC) નાં નામ મોખરે છે.  *  * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *  

* * ભારત સરકારના નાણાં મંત્રી ચિદંબરમના આ વર્ષના બજેટમાં ટેલિકોમ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટના વિસ્તરણ માટે જોગવાઈ છે. ઇન્ડિયન ગવર્નમેન્ટ હસ્તકના બીએસએનએલ (BSNL) ની બ્રોડબેન્ડ સેવાઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડાશે. ભારત સરકાર દેશભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આપતાં એક લાખ જેટલાં સેંટર્સ શરૂ કરશે. કોમન સર્વિસ સેન્ટર્સના નામે ઓળખાનાર આ સેંટર્સ પર બીએસએનએલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ દ્વારા જમીનના દસ્તાવેજો (Land Records) ની કામગીરી ઉપરાંત વીજળી બિલો ભરવા જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. * * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

*  *  * દુનિયામાં રાજકારણ અને અર્થવ્યવસ્થા અજબગજબના રંગ બતાવે છે. વિશ્વની નજર અત્યારે ચીન પર છે. ચીનમાં રાજધાની બેઇજિંગમાં ઓલિમ્પિક ગેમ્સનાં પડઘમ બાજી રહ્યાં છે. પરંતુ ચીન સરકાર દ્વારા તાજેતરનાં કેટલાક પગલાંઓ આઘાતજનક છે. ચીન દ્વારા તિબેટની ધરતી પર થઈ રહેલ દમનને દુનિયાના અગ્રણીઓ વખોડી રહ્યાં છે. આફ્રિકા ખંડના દેશ સુદાનમાં થઈ રહેલ અત્યાચારમાં ચીન અપરોક્ષ રીતે સંકળાયેલ હોવાનો આક્ષેપ છે. યુરોપિયન દેશોનો સમૂહ ચીન પર નારાજ છે.”અનન્યાના વાચકોને કદાચ બ્રિક સંક્ષિપ્તરૂપ વિશે જાણકારી હશે. વિશ્વની ઇકોનોમીનાં  બદલાતાં સમીકરણોમાં  બ્રિક (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન) (BRIC – Brazil, Russia, India, China) દેશોને નજરઅંદાજ કરવું અમેરિકા માટે અઘરું છે. અમેરિકા માટે ચીન સાથેના ખાટામીઠા સંબંધો વચ્ચે વાણિજ્ય-ઉદ્યોગના લાભોની મીઠાશ લોભામણી છે. છતાં અમેરિકન કોંગ્રેસના સ્પીકર દ્વારા ચીનની તિબેટનીતિની ટીકા સૂચક છે. આફ્રિકન દેશ સુદાનમાં ઓઇલ પ્રોજેક્ટસ ખનિજ તેલ ક્ષેત્રો માં ચીનનું જંગી રોકાણ છે. હોલિવુડના પ્રતિષ્ઠિત ફિલ્મ ડાયરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગને ચીનને સુદાન મુદ્દે અપીલ કરવી પડે તે પણ સૂચક નથી?  યુરોપના દેશો પણ ચીનની નીતિઓનો ખુલ્લંખુલ્લા વિરોધ કરવા લાગ્યા છે. ચીનમાં યોજાનારા આગામી ઓલિમ્પિક્સ રમતોના બહિષ્કારનો સૂર પણ સંભળાઈ રહ્યો છે.  *  *  * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * રોમાંચક સાયંસ ફિક્શનના સિદ્ધહસ્ત લેખક આર્થર સી. ક્લાર્કનું શ્રીલંકામાં અવસાન થયું છે. સાયન્સની પ્રગતિની ભવિષ્યવાણીને પોતાની વિજ્ઞાન કથાઓમાં મૂકનાર બ્રિટીશ લેખક ક્લાર્ક 90 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં જન્મેલ આર્થર સી. ક્લાર્ક છેલ્લા પચાસેક વર્ષથી શ્રીલંકામાં રહેતા હતા. અનન્યા અને મધુસંચયના વાચકો મેટ્રો-ગોલ્ડવિન-મેયર એમજીએમ (MGM) ની ફિલ્મ 2001 અ સ્પેસ ઓડેસીને જાણે છે.

હોલિવુડના વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મ 2001 અ સ્પેસ ઓડેસી ઉત્તમોત્તમ ફોટોગ્રાફી અને થીમ મ્યુઝિક માટે પ્રશંસા પામી હતી. આ ફિલ્મ આર્થર સી. ક્લાર્કની નવલકથા પર આધારિત હતી. ફ્યુચર સાયન્સ અને સ્પેસ ટ્રાવેલના વિષયોમાં નિષ્ણાત અંગ્રેજી લેખક આર્થર સી. ક્લાર્કના 100થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. *  *  *  *   * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

અનન્યા/080308/દેશ-દુનિયા

.

*

અનન્યા/080308/દેશ-દુનિયા

.
* ભારતની રાજધાની દિલ્હીમાં દેશનો સર્વ પ્રથમ એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ આખરે બંધ થયેલ છે. 1982માં દિલ્હીમાં યોજાયેલ એશિયન ગેઇમ્સનો mascot નાનકડો હાથી ‘અપ્પુ’ બાળકો માટે આકર્ષણ બન્યો હતો.

ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના સૂચનથી દિલ્હીના પ્રગતિ મેદાન રોડ પર બાળકો માટેના એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ નું આયોજન થયું નવેમ્બર 19, 1984ના રોજ ‘અપ્પુ ઘર‘નું ઉદઘાટન થયું, તાજેતરના વર્ષોમાં ‘અપ્પુઘર’ના મુલાકાતીઓની સંખ્યા પ્રતિ વર્ષ વીસ લાખથી પણ વધારે હતી. ગયા મહિને – ફેબ્રુઆરીની 17મી તારીખે સર્વ પ્રથમ ભારતીય એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ના દરવાજા સદા માટે બંધ થયા! * * * અનન્યા/080308/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

.
* * * વિશ્વના ‘મહત્તમ વળતર રળી આપતા બિઝનેસ‘ કયા? સ્વાભાવિક રીતે, અત્યારે સ્વાસ્થ્ય-દવા-ઔષધ- ક્ષેત્રના તેમજ આર્થિક ક્ષેત્રના વ્યવસાયો નફાકારક ગણાય છે. ઔષધ-નિર્માણ કરતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સૌથી વધારે નફાકારક વ્યવસાયમાં મૂકાય છે. તે પછી કોમર્શિયલ બેંકિંગ આવે છે. ફાયનાન્શિયલ ડેટા સર્વિસીઝ અને કોમ્યુનિકેશન-નેટવર્ક વ્યવસાયો પણ ઊંચું વળતર આપે છે.

અમેરિકામાં કાર્યરત ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં મર્ક, જહોન્સન એન્ડ જહોન્સન, ફાઈઝર વગેરે વિશ્વની જાયંટ ફાર્મા કંપનીઓ છે. ભારતના ફાર્મા ઉદ્યોગમાં ગુજરાતી ઉદ્યોગપતિઓની ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓનો મોટો ફાળો છે. ગુજરાતમાં સ્થાપિત ઝાયડસ કેડિલા, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, ટોરેન્ટ આદિ નામાંકિત કંપનીઓ છે. * * * અનન્યા/080308/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

.

* * * અમેરિકાની સબ-પ્રાઇમ લેન્ડિંગ ક્રાઇસિસ હજી પણ અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓને રડાવી રહી છે તે વાત “અનન્યા“ના વાચકો સારી રીતે જાણે છે. ફાઇનાન્શિયલ ક્ષેત્રે જાયન્ટ અમેરિકન કંપનીઓ મોર્ગન સ્ટેન્લી તથા સિટી ગૃપ ઊંડા ખાડામાં ઊતરી ગઈ છે. ભારતમાં પણ આ કંપનીઓના પર્ફોર્મન્સ પર અસર થયાના અહેવાલો છે. વર્ષ 2007ના છેલ્લા ક્વાર્ટરમાં મોર્ગન સ્ટેન્લીએ સાડા ત્રણ બિલિયન ડોલરથી પણ વધુ લોસ કર્યાની ખબર છે. ગયા વર્ષે સિટી ગૃપનો લોસ નવ બિલિયન ડોલરથી પણ વધારે છે. * * ** *

.

* * * અમેરિકા (USA)ની અગ્રણી ઓટોમેકર કંપની ક્રાઇસ્લર (Chrysler, USA) ભારે આર્થિક મુશ્કેલીઓને લીધે ડૂબવાને આરે હતી ત્યારે 1979માં લી આયાકોકા તેના સીઈઓ બન્યા. ફોર્ડ કંપનીના સફળ અધિકારી લી આયાકોકાએ ક્રાઈસ્લરને નફો કરતી કાર-ઉત્પાદક કંપની બનાવી અમેરિકાની ત્રીજા નંબરની ઓટોમેકર કંપનીના સ્થાને મૂકી. 1990 પછીના વર્ષોમાં અમેરિકન ઑટોમેકર ક્રાઇસ્લર ફરી આર્થિક સમસ્યાઓમાં ઘેરાતી ગઈ. 1998માં વિખ્યાત મર્સિડીઝ (Mercedes) કાર્સના ઉત્પાદક ડાઇમ્લર કંપનીએ 36 બિલિયન ડોલરમાં ક્રાઇસ્લરને હસ્તગત કરી. ડાઇમ્લર (Daimler, Germany) કંપની જર્મની (યુરોપ)ના ઑટોમોબાઇલ ઉદ્યોગની સૌથી મોટી કંપની છે. થોડાં વર્ષોના નિષ્ફળ પ્રયત્નો પછી ડાઇમ્લરને પોતાની ભૂલ સમજાઈ. ડાઇમ્લર પાસેથી ક્રાઇસ્લર કંપનીને સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ નામની ઇક્વિટી મેનેજમેન્ટમાં નિષ્ણાત ફાયનાન્શિયલ જાયંટ કંપનીએ સંભાળી. હવે સર્બેરસ પણ ક્રાઇસ્લરથી તંગ આવી ગઈ છે!

* * * અનન્યા/080308/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080301/દેશ-દુનિયા

.

*

અનન્યા/080301/દેશ-દુનિયા

 * * * માત્ર ભારતના જ નહીં, દુનિયાભરના મીડિયામાં અત્યારે ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલ (IPL) – છવાયેલાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ક્રિકેટ મેચો લોકપ્રિયતાનાં નવાં શિખરો આંબશે તેવી હવા ઊભી કરાઇ રહી છે. આઇપીએલ ક્રિકેટ મેચોના દસ વર્ષના પ્રસારણ હક્કો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (SET) અને વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ (WSG) દ્વારા ખરીદાયા છે. તે માટે એક બિલિયન ડોલરથી પણ વધારે રકમ ચૂકવાઈ હોવાનું જાણવા મળેલ છે. * * * *

*  *  * દુનિયાના મોટર કાર માર્કેટમાં અતિ વૈભવી સુપર લક્ઝરી પ્રિમિયમ કાર ઉત્પાદકોમાં Bugatti  અને Lamborghini મોખરે છે.

Bugatti ની Veyron 16.4  મોટર કારની કિંમત આશરે સાતથી આઠ કરોડ રૂપિયા છે. આ કારની મહત્તમ ઝડપ 400 કિમી પ્રતિ કલાકની નોંધાયેલ છે. ઇટાલીની  Lamborghini  કંપનીની    Reventon  કાર સાડા પાંચ કરોડ રૂપિયાની છે. રેવેન્ટન કાર લગભગ 350 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી શકી છે.

અન્ય મોંઘી મોટર કારોમાં પાંચેક કરોડની મેબેક (Maybach) તથા  ચારેક કરોડની રોલ્સ રોયસ (Rolls-Royce)નો સમાવેશ થાય છે.

અનન્યાના વાચકોને ખ્યાલ હશે કે મર્સિડીઝ (Mercedes)  અને  મેબેક (Maybach) કારની ઉત્પાદક કંપની ડાઇમ્લર (Daimler) કંપની જર્મની (યુરોપ)ના ઑટોમોબાઇલ ઉદ્યોગની સૌથી મોટી કંપની છે.

વિશ્વમાં કન્વર્ટીબલ કે ડ્રોપ-ટોપ મોટર કારનો ક્રેઝ વધતો જાય છે. લક્ઝરી મોટર કાર્સમાં વિવિધ કન્વર્ટીબલ મોડેલ્સ ઉપલબ્ધ છે. મર્સિડીઝ (Mercedes) ની SLK 200 કોમ્પ્રેસર અથવા પોર્શ (Porsche) ની બોક્સ્ટર પચાસ પંચાવન લાખ રૂપિયાના બજેટમાં ખરીદી શકાય છે. પ્રિમિયમ લક્ઝરી મોટર કાર્સમાં  એક કરોડથી સવા કરોડ રૂપિયાની કિંમતમાં બીએમડબલ્યુ BMW 650i કન્વર્ટીબલ, પોર્શ 911 ટર્બો અથવા મર્સિડીઝ SL500 મળી શકે. લગભગ બે કરોડ રૂપિયાની કિંમતમાં ફોક્સવેગન (Volkswagen) ની બેન્ટલી (Bentley) કોન્ટિનેન્ટલ GTC  અથવા Lamborghini લેમ્બોર્ઘિની સ્પાયડર ઉપલબ્ધ છે. * * * ** * * અનન્યા/080301/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

અનન્યા/080209/દેશ-દુનિયા

*

અનન્યા/080209/દેશ-દુનિયા

“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….

* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.

બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ છે.

લંડન (યુકે UK) ના રસ્તાઓ પર દોડતી હજારેક રેવા (Reva G-Wiz) કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇંગ્લેન્ડ (યુકે)માં આશરે 7300 પાઉંડની રેવા કાર અન્ય ઇલેક્ટ્રિક કારની સરખામણીએ (જેમકે નાઇસની Megacity ઇલેક્ટ્રિક કાર – 10,000 પાઉંડથી વધુ) ખૂબ જ સસ્તી છે. રેવાનું G-Wiz મોડેલ ચાર્જ કર્યા પછી 80 કિમીના અંતર સુધી ચાલે છે અને મહત્તમ 80 કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. * *

* * “અનન્યા”ના વાચકોના ધ્યાન પર કદાચ  ભારતના નવા દૈનિક અખબાર ‘મેઇલ ટુડે’ની વાત નહીં આવી હોય. ‘મેઇલ ટુડે’ રાજધાની દિલ્હીનું સવારનું નવું  દૈનિક વર્તમાન પત્ર (મોર્નિંગ ન્યુઝપેપર) છે.

‘મેઇલ ટુડે’ ભારતના અગ્રીમ મીડિયા ગ્રુપ ‘ઇંડિયા ટુડે’ (India Today) અને ઇંગ્લેંડ (યુકે UK)ના ‘ડેઇલિ મેઇલ’ (Daily Mail) ગ્રુપના સહયોગનું પરિણામ છે. * * *

* * ભારતમાં મોબાઇલ ફોન (સેલ ફોન)થી ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર ઉપભોક્તાઓની સંખ્યા વધતી જાય છે. સેલ ફોનથી નેટ પર કનેક્ટ થતા ભારતીય કંઝ્યુમર્સની સંખ્યા ગયા વર્ષે 16 મિલિયન હતી. આ વર્ષે મોબાઇલ ફોનથી ઇન્ટરનેટના વપરાશકર્તા ગ્રાહકોની સંખ્યા 38 મિલિયન વટાવી ગયેલ છે. * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * વિશ્વમાં સ્પેસ ટુરિઝમ (Space Tourism) એક નવી ઘેલછા છે. બિલિયોનાયર્સના આ માદક શોખને પોષવા નવી નવી સ્પેસ લાઇનર્સ કંપનીઓ ઊભી થઈ રહી છે.

સ્પેસ ટુરિઝમનો આરંભ રશિયા (USSR) અને અમેરિકા (USA) ના સંયુક્ત સાહસથી થયો. રશિયન કંપની ‘રોઝાવિઆકોસ્મોસ’ સાથે અમેરિકન કરોડપતિ ડેનિસ ટીટોએ હાથ મિલાવ્યા. તેમના સંયુક્ત સાહસથી ખાનગી સ્પેસ ટ્રાવેલ શક્ય બની. “અનન્યા”ના વાચકો જાણે છે કે વિશ્વમાં સ્પેસ મિશન અને તેના માટે અવકાશયાત્રીઓની પસંદગી સરકાર કે સરકારી એજન્સી (જેમકે નાસા NASA, USA) જ કરે છે. અમેરિકન બિલિયોનાયર ડેનિસ ટીટો અવકાશની ખાનગી અંગત સહેલગાહે જનાર પ્રથમ નાગરિક બન્યા.

ડેનિસ ટીટો પછી બીજા ત્રણ અમેરિકન અને એક સાઉથ આફ્રિકન – માર્ક શટલવર્થ (દક્ષિણ આફ્રિકા) – આમ કુલ પાંચ નાગરિકો અંગત ધોરણે, ખાનગી અવકાશયાત્રા દ્વારા અવકાશની સહેલગાહે જઈ શક્યા છે. રશિયન સ્પેસશીપ ‘સોયુઝ’માં બેસી અવકાશમાં આઇએસએસ (ISS International Space Station) પર રહેવાની ‘અવકાશી ટુર’ આઠથી દસ દિવસની હોય છે. આ સ્પેસ ટ્રાવેલની એક ટ્રીપની ટિકિટ 20 થી 25 મિલિયન ડોલર હોય છે. * * * ** * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/071117/ દેશ-દુનિયા

.

* ભારતમાં સૌથી મોટી બે પ્રાયવેટ – ખાનગી ક્ષેત્રની – કંપનીઓનાં નામ જાણો છો? વાર્ષિક ટર્નઓવરની દ્રષ્ટિએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા ટાટા ગ્રુપની ટાટા સ્ટીલ ભારતમાં ટોચની પ્રાયવેટ કંપનીઓ ગણાય.

* અમેરિકાના અગ્રગણ્ય મેગેઝિન ફોર્બ્સ (Forbes) દ્વારા તાજેતરમાં ભારતના ટોચના 40 ધનવાનોની યાદી તૈયાર કરાઈ છે. સૌથી વધુ 25 સંપત્તિવાન ભારતીયોમાં 9 ગુજરાતી છે.

ફોર્બ્સ (Forbes) ની યાદી અનુસાર મહત્તમ સંપત્તિ ધરાવનાર ભારતીય “મિત્તલ સ્ટીલ”ના લક્ષ્મી મિત્તલ છે. બીજા ક્રમે રિલાયંસ ઇંડસ્ટ્રીઝના મુકેશ અંબાણી તથા ત્રીજા ક્રમે તેમના ભાઈ અનિલ અંબાણી છે.

બાકીના સંપત્તિવાન ગુજરાતીઓનાં નામ તથા દેશના ધનવાનોમાં તેમનો કૌંસમાં લખેલ ક્રમ આ પ્રમાણે છે: વિપ્રોના અઝિમ પ્રેમજી (5), સુઝલોનના તુલસીભાઈ તંતી (10), અમદાવાદના અદાણી ગ્રુપના ગૌતમ અદાણી (13), અદી ગોદરેજ (15), ઉદય કોટક (16), સન ફાર્માના દિલીપ સંઘવી (20), અને સાયરસ પૂનાવાલા (22).

આ નવેય ગુજરાતીની કુલ સંપત્તિ અંદાજે 140 બિલિયન ડોલરથી વધુ આંકવામાં આવી છે.*** અનન્યા/071117/હરીશદવે *

* વિશ્વનાં સૌથી ઊંચાં બે બિલ્ડિંગ્સ પેટ્રોનાસ ટાવર 1 તથા 2 મલયેશિયાના કુઆલાલુમ્પુર શહેરમાં છે. દરેક ટાવર 88 માળનું છે. દરેક પેટ્રોનાસ ટાવરની ઊંચાઈ 1483 ફૂટ છે.

અમેરિકાનું સૌથી ઊંચું બિલ્ડિંગ સિઅર્સ ટાવર ( સિયર્સ ટાવર Sears Tower) છે. અમેરિકાના ઇલિનોય રાજ્યના શિકાગોમાં આવેલું સિઅર્સ ટાવર 110 માળ ઊંચું છે અને 1450 ફૂટની ઊંચાઈ ધરાવે છે.

ભારતનું સૌથી ઊંચું બિલ્ડિંગ મુંબઈના દાદર વિસ્તારમાં બંધાશે. શિવાજી પાર્ક નજીક બંધાનાર આ બિલ્ડિંગનું નામ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ટાવર રખાશે. 72 માળના આ બિલ્ડિંગની ઊંચાઈ આશરે 1050 ફૂટ હશે. આમ, આ ટાવર દુબાઈની બુર્જ અલ અરબ હોટેલ (1053 ફૂટ ) જેટલું ઊંચું હશે. ** અનન્યા/071117/હરીશદવે *

* ભારત સરકાર દ્વારા યુરોપના શાંતિપ્રિય દેશ સ્વિટઝર્લેન્ડને મહાત્મા ગાંધીની ભાવવાહી પ્રતિમા ભેટ અપાઈ છે. ગાંધીજીની આ પ્રતિમા સ્વિટઝર્લેન્ડના જીનિવા શહેરમાં રખાઈ છે. સ્વિટઝર્લેન્ડના શાંતિ, મૈત્રી અને વિશ્વસંવાદિતાના સિદ્ધાંતો મહાત્મા ગાંધીના આદર્શોને અનુરૂપ છે. *

.

અનન્યા/071027/દેશ-દુનિયા

.

અનન્યા/071027/દેશ-દુનિયા

* ભારતમાં પૂના ખાતેની સુઝલોન કંપની વિન્ડ-એનર્જી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની બનવા સજ્જ થઈ રહી છે.

સુઝલોનના સ્થાપક-સંચાલક શ્રી તુલસીભાઈ તંતી ગુજરાતી છે. સુઝલોનની સફળતા ગુજરાત માટે ગર્વની વાત છે.

યુરોપની અગ્રગણ્ય RE Power (જર્મની)  તથા Hansen Transmission હસ્તગત થયા પછી સુઝલોન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકી ઊઠી છે.

 * વિશ્વમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. વિશ્વની 660 કરોડની વસ્તી છે. તેમાં 230 કરોડ મોબાઇલ ફોન કનેક્શન્સ છે. ભારતની 120 કરોડની વસ્તીમાં 20 કરોડ મોબાઇલ કનેક્શન્સ છે. * અનન્યા/071027 *

 * નાની સાઈઝના કોમ્પ્યુટર બનાવવાની હોડ કેવી લાગી છે! વિશ્વની આઈ.ટી. ક્ષેત્રની કંપનીઓ  (IT industry) સાથે યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીઝમાં પણ સંશોધનો ચાલી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં હથેલીમાં સમાય તેવાં મેચ-બોક્સ સાઈઝનાં કોમ્પ્યુટર બનવા લાગશે. 

  ઇન્ટરનેટ પર સૌની જાણીતી અમેરિકન કંપની યાહુ (Yahoo)એ તેની નીતિઓમાં ફેરફારનો અણસાર આપ્યો છે. આપને નવાઈ લાગશે, પણ યાહુ openness ની નીતિ અપનાવી રહેલ છે. યાહુના હોમ પેજ પર પ્રથમ વખત બહારના સ્રોતોની સાઇટ્સની લિંક્સ મુકાઈ રહી છે. પ્રાયોગિક ધોરણે યાહુએ નાસા (NASA), ટાઈમ (Time), ફોર્બ્સ (Forbes) આદિ સાઇટ્સને લિંક કરી છે.

* અનન્યા/071027/