અનન્યા/080209/દેશ-દુનિયા

*

અનન્યા/080209/દેશ-દુનિયા

“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….

* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.

બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ છે.

લંડન (યુકે UK) ના રસ્તાઓ પર દોડતી હજારેક રેવા (Reva G-Wiz) કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇંગ્લેન્ડ (યુકે)માં આશરે 7300 પાઉંડની રેવા કાર અન્ય ઇલેક્ટ્રિક કારની સરખામણીએ (જેમકે નાઇસની Megacity ઇલેક્ટ્રિક કાર – 10,000 પાઉંડથી વધુ) ખૂબ જ સસ્તી છે. રેવાનું G-Wiz મોડેલ ચાર્જ કર્યા પછી 80 કિમીના અંતર સુધી ચાલે છે અને મહત્તમ 80 કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. * *

* * “અનન્યા”ના વાચકોના ધ્યાન પર કદાચ  ભારતના નવા દૈનિક અખબાર ‘મેઇલ ટુડે’ની વાત નહીં આવી હોય. ‘મેઇલ ટુડે’ રાજધાની દિલ્હીનું સવારનું નવું  દૈનિક વર્તમાન પત્ર (મોર્નિંગ ન્યુઝપેપર) છે.

‘મેઇલ ટુડે’ ભારતના અગ્રીમ મીડિયા ગ્રુપ ‘ઇંડિયા ટુડે’ (India Today) અને ઇંગ્લેંડ (યુકે UK)ના ‘ડેઇલિ મેઇલ’ (Daily Mail) ગ્રુપના સહયોગનું પરિણામ છે. * * *

* * ભારતમાં મોબાઇલ ફોન (સેલ ફોન)થી ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર ઉપભોક્તાઓની સંખ્યા વધતી જાય છે. સેલ ફોનથી નેટ પર કનેક્ટ થતા ભારતીય કંઝ્યુમર્સની સંખ્યા ગયા વર્ષે 16 મિલિયન હતી. આ વર્ષે મોબાઇલ ફોનથી ઇન્ટરનેટના વપરાશકર્તા ગ્રાહકોની સંખ્યા 38 મિલિયન વટાવી ગયેલ છે. * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * વિશ્વમાં સ્પેસ ટુરિઝમ (Space Tourism) એક નવી ઘેલછા છે. બિલિયોનાયર્સના આ માદક શોખને પોષવા નવી નવી સ્પેસ લાઇનર્સ કંપનીઓ ઊભી થઈ રહી છે.

સ્પેસ ટુરિઝમનો આરંભ રશિયા (USSR) અને અમેરિકા (USA) ના સંયુક્ત સાહસથી થયો. રશિયન કંપની ‘રોઝાવિઆકોસ્મોસ’ સાથે અમેરિકન કરોડપતિ ડેનિસ ટીટોએ હાથ મિલાવ્યા. તેમના સંયુક્ત સાહસથી ખાનગી સ્પેસ ટ્રાવેલ શક્ય બની. “અનન્યા”ના વાચકો જાણે છે કે વિશ્વમાં સ્પેસ મિશન અને તેના માટે અવકાશયાત્રીઓની પસંદગી સરકાર કે સરકારી એજન્સી (જેમકે નાસા NASA, USA) જ કરે છે. અમેરિકન બિલિયોનાયર ડેનિસ ટીટો અવકાશની ખાનગી અંગત સહેલગાહે જનાર પ્રથમ નાગરિક બન્યા.

ડેનિસ ટીટો પછી બીજા ત્રણ અમેરિકન અને એક સાઉથ આફ્રિકન – માર્ક શટલવર્થ (દક્ષિણ આફ્રિકા) – આમ કુલ પાંચ નાગરિકો અંગત ધોરણે, ખાનગી અવકાશયાત્રા દ્વારા અવકાશની સહેલગાહે જઈ શક્યા છે. રશિયન સ્પેસશીપ ‘સોયુઝ’માં બેસી અવકાશમાં આઇએસએસ (ISS International Space Station) પર રહેવાની ‘અવકાશી ટુર’ આઠથી દસ દિવસની હોય છે. આ સ્પેસ ટ્રાવેલની એક ટ્રીપની ટિકિટ 20 થી 25 મિલિયન ડોલર હોય છે. * * * ** * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/071201/દેશ-દુનિયા

.

અનન્યા/071201/દેશ-દુનિયા:

.

* * * ભારતમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રે બહુરાષ્ટ્રીય (મલ્ટીનેશનલ) કંપનીઓના આગમન સાથે વીમા ઉદ્યોગ (Insurance Business) ના વિકાસમાં તેજી છે.

આઇસીઆઈસીઆઇ સાથે પ્રુડેન્શિયલ (ICICI – Prudential), બજાજ સાથે એલાયન્ઝ  (Bajaj – Allianz) વગેરે જોડાણો પછી જીવન વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધી છે.

જીવન વીમા ક્ષેત્રની અન્ય કંપનીઓમાં એસબીઆઈ લાઇફ (SBI Life), એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ (HDFC Standard Life), મેક્સ ન્યૂયોર્ક લાઇફ (Max New York Life), બિરલા સન લાઇફ (Birla Sun Life), રિલાયન્સ  લાઇફ  (Reliance Life) વગેરેનો સમાવેશ થાય છે. * *   અનન્યા/071201/દેશ-દુનિયા/હરીશ દવે

* * અનિલ અંબાણીના  ADAG (Anil Dhirubhai Ambani Group) ની કંપની RCOM  (રિલાયન્સ કોમ્યુનિકેશન્સ) વિસ્તરણ કરી રહી છે. અહેવાલો મુજબ દેશ તથા વિદેશમાં પણ R-COM મોટા પાયે સેવાઓ વિકસાવી રહી છે.

ADAG ગ્રુપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપની દરિયામાં સબમરીન (Under water) કેબલ નેટવર્ક વડે ભારતને દુનિયાના 60 મોટા દેશો સાથે સાંકળી લેશે. અમેરિકામાં ટેલિકોમ્યુનિકેશન્સ ક્ષેત્રે RCOM ના પ્લાન્સ જાણીતા છે. ભારતમાં RCOM 10,000 શહેરી વિસ્તારો – Towns –  અને 3,00,000 ગામડાંઓને પોતાની સેવામાં આવરી લેશે. *

*  અન્ય ભારતીય મોબાઇલ ફોન કંપનીઓની માફક ભારતી એરટેલ (Bharti Airtel)   ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓનું વિસ્તરણ કરી રહી છે. નવ હજાર કરોડથી પણ વધુ રકમનું જંગી રોકાણ કરી એરટેલ 5000થી વધુ ટાઉન્સ તેમજ 5,00,000થી વધુ ગામડાઓ સુધી પહોંચવા આયોજન કરી રહી છે. ** અનન્યા/071201/દેશ-દુનિયા/હરીશ દવે

* * મોબાઇલ ટેલિફોન પર ઇન્ટરનેટ સેવાઓમાં ગુગલ (Google, USA)  ના ભારે રસથી મોબાઇલ ટેલિફોન કંપનીઓ સતર્ક થઈ ગઈ છે. ગુગલ ઓપન એપ્લિકેશન્સ અને સર્વિસીઝ સાથે મોબાઇલ ઇન્ટરનેટ પર આવવા સજ્જ થઈ રહ્યું છે. એવી વાત પણ છે કે ગુગલ પોતાનો મોબાઇલ ફોન માર્કેટમાં મૂકે તેમજ મોબાઇલ ઓપરેટીંગ સિસ્ટમ પણ વિકસાવે. * *

* * અમેરિકાની ઝેરોક્સ કંપની (Xerox  Corporation, USA) ટેકનોલોજી ક્ષેત્રે  ઘણી પ્રગતિશીલ છે. અમેરિકા અને કેનેડા ઉપરાંત ફ્રાંસ (યુરોપ) માં પણ ઝેરોક્સ કંપનીના સંશોધન કેન્દ્રો (Reasearch Centres) છે. આ રીસર્ચ સેન્ટર્સમાં  નવી પ્રોડક્ટ કે નવા પાર્ટસ કે પ્રોસેસ પર સંશોધનો થતાં રહે છે. છેલ્લા પાંચ વર્ષોમાં ઝેરોક્સ કંપનીએ 50,000થી પણ વધારે પેટંટ્સ મેળવ્યા છે. થોડા સમય અગાઉ ઝેરોક્સ કંપનીએ રી-યુઝેબલ પેપર (Reusable paper  અથવા Self-erasing paper)  ની શોધની જાહેરાત કરી ખલબલી મચાવી દીધી! આ ખાસ પ્રકારના પેપર પર અલ્ટ્રા-વાયોલેટ લાઈટના ઉપયોગથી મળતી પ્રિન્ટ માત્ર એક દિવસ સુધી ટકે છે. ચોવીસ કલાકે તે પ્રિંટ અદ્રશ્ય થતાં પેપર ફરી બીજા ઉપયોગમાં લઈ શકાય છે. * *

* * અમેરિકામાં ફાસ્ટ ફૂડ માર્કેટમાં મેકડોનાલ્ડના બિગ મેકથી જાણીતા  ટ્રીપલ-ડેકર-બર્ગર ની લોકપ્રિયતા આજે ય નવાઈ પડે તેવી છે. અમેરિકામાં એક વર્ષમાં  મેકડોનાલ્ડના લગભગ 55 કરોડ બિગ મેક બર્ગર વેચાય છે. * * અનન્યા/071201/દેશ-દુનિયા / હરીશ દવે * *

*  *  * *

અનન્યા/071027/દેશ-દુનિયા

.

અનન્યા/071027/દેશ-દુનિયા

* ભારતમાં પૂના ખાતેની સુઝલોન કંપની વિન્ડ-એનર્જી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની બનવા સજ્જ થઈ રહી છે.

સુઝલોનના સ્થાપક-સંચાલક શ્રી તુલસીભાઈ તંતી ગુજરાતી છે. સુઝલોનની સફળતા ગુજરાત માટે ગર્વની વાત છે.

યુરોપની અગ્રગણ્ય RE Power (જર્મની)  તથા Hansen Transmission હસ્તગત થયા પછી સુઝલોન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકી ઊઠી છે.

 * વિશ્વમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. વિશ્વની 660 કરોડની વસ્તી છે. તેમાં 230 કરોડ મોબાઇલ ફોન કનેક્શન્સ છે. ભારતની 120 કરોડની વસ્તીમાં 20 કરોડ મોબાઇલ કનેક્શન્સ છે. * અનન્યા/071027 *

 * નાની સાઈઝના કોમ્પ્યુટર બનાવવાની હોડ કેવી લાગી છે! વિશ્વની આઈ.ટી. ક્ષેત્રની કંપનીઓ  (IT industry) સાથે યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીઝમાં પણ સંશોધનો ચાલી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં હથેલીમાં સમાય તેવાં મેચ-બોક્સ સાઈઝનાં કોમ્પ્યુટર બનવા લાગશે. 

  ઇન્ટરનેટ પર સૌની જાણીતી અમેરિકન કંપની યાહુ (Yahoo)એ તેની નીતિઓમાં ફેરફારનો અણસાર આપ્યો છે. આપને નવાઈ લાગશે, પણ યાહુ openness ની નીતિ અપનાવી રહેલ છે. યાહુના હોમ પેજ પર પ્રથમ વખત બહારના સ્રોતોની સાઇટ્સની લિંક્સ મુકાઈ રહી છે. પ્રાયોગિક ધોરણે યાહુએ નાસા (NASA), ટાઈમ (Time), ફોર્બ્સ (Forbes) આદિ સાઇટ્સને લિંક કરી છે.

* અનન્યા/071027/