.
*
અનન્યા/080301/દેશ-દુનિયા
* * * માત્ર ભારતના જ નહીં, દુનિયાભરના મીડિયામાં અત્યારે ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (IPL) – છવાયેલાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ક્રિકેટ મેચો લોકપ્રિયતાનાં નવાં શિખરો આંબશે તેવી હવા ઊભી કરાઇ રહી છે. આઇપીએલ ક્રિકેટ મેચોના દસ વર્ષના પ્રસારણ હક્કો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (SET) અને વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ (WSG) દ્વારા ખરીદાયા છે. તે માટે એક બિલિયન ડોલરથી પણ વધારે રકમ ચૂકવાઈ હોવાનું જાણવા મળેલ છે. * * * *
* * * દુનિયાના મોટર કાર માર્કેટમાં અતિ વૈભવી સુપર લક્ઝરી પ્રિમિયમ કાર ઉત્પાદકોમાં Bugatti અને Lamborghini મોખરે છે.
Bugatti ની Veyron 16.4 મોટર કારની કિંમત આશરે સાતથી આઠ કરોડ રૂપિયા છે. આ કારની મહત્તમ ઝડપ 400 કિમી પ્રતિ કલાકની નોંધાયેલ છે. ઇટાલીની Lamborghini કંપનીની Reventon કાર સાડા પાંચ કરોડ રૂપિયાની છે. રેવેન્ટન કાર લગભગ 350 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી શકી છે.
અન્ય મોંઘી મોટર કારોમાં પાંચેક કરોડની મેબેક (Maybach) તથા ચારેક કરોડની રોલ્સ રોયસ (Rolls-Royce)નો સમાવેશ થાય છે.
“અનન્યા”ના વાચકોને ખ્યાલ હશે કે મર્સિડીઝ (Mercedes) અને મેબેક (Maybach) કારની ઉત્પાદક કંપની ડાઇમ્લર (Daimler) કંપની જર્મની (યુરોપ)ના ઑટોમોબાઇલ ઉદ્યોગની સૌથી મોટી કંપની છે.
વિશ્વમાં ‘કન્વર્ટીબલ’ કે ‘ડ્રોપ-ટોપ’ મોટર કારનો ક્રેઝ વધતો જાય છે. લક્ઝરી મોટર કાર્સમાં વિવિધ ‘કન્વર્ટીબલ’ મોડેલ્સ ઉપલબ્ધ છે. મર્સિડીઝ (Mercedes) ની SLK 200 કોમ્પ્રેસર અથવા પોર્શ (Porsche) ની બોક્સ્ટર પચાસ – પંચાવન લાખ રૂપિયાના બજેટમાં ખરીદી શકાય છે. પ્રિમિયમ લક્ઝરી મોટર કાર્સમાં એક કરોડથી સવા કરોડ રૂપિયાની કિંમતમાં બીએમડબલ્યુ BMW 650i કન્વર્ટીબલ, પોર્શ 911 ટર્બો અથવા મર્સિડીઝ SL500 મળી શકે. લગભગ બે કરોડ રૂપિયાની કિંમતમાં ફોક્સવેગન (Volkswagen) ની બેન્ટલી (Bentley) કોન્ટિનેન્ટલ GTC અથવા Lamborghini લેમ્બોર્ઘિની સ્પાયડર ઉપલબ્ધ છે. * * * ** * * અનન્યા/080301/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * * * * * * * ** **