અનન્યા/080329/ફિલ્મ-સિનેમા

.

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 22)

આપને કેવી રીતે સમજાવું કે ગુજરાત અને ગુજરાતીઓના મહામૂલા યોગદાનને કારણે જ ભારતીય સિનેમા ઉદ્યોગની ઇમારત આજની બુલંદી પર અડીખમ ઊભી છે!

દાદાસાહેબ ફાલકે હિંદુસ્તાનમાં સિનેમાને જન્મ આપ્યો અને એક મહાઉદ્યોગ – હિંદુસ્તાની ફિલ્મ ઉદ્યોગ – ની નીવ નાખી આપી.

દાદાસાહેબ ફાલકે કેટલાક વર્ષો ગુજરાતમાં રહ્યા; વડોદરાના કલાભવનમાં તેમની ભાવિ કારકિર્દીની રૂપરેખા કંડારાઈ.

દ્વારકાદાસ સંપત (સંપટ) અને માણેકલાલ પટેલ – આ બે ગુજરાતીઓએ “કોહિનૂર” અને “કૃષ્ણ” ફિલ્મ કંપનીઓ દ્વારા ફિલ્મ ઉદ્યોગને ખીલવવામાં પોતાના પ્રાણ રેડ્યા. “અનન્યા”ના વાચકમિત્રો જાણે છે કે આ ફિલ્મ કંપનીઓએ ભારતના ચલચિત્ર ઉદ્યોગને એક એકથી ચડે તેવા કસબીઓ આપ્યા છે.

હું આપને તેમની કેટલીય કહાણીઓ કહીતો રહીશ; કોઈક ને કોઈક રહી જ જશે. છતાં યાદ કરી કરીને આપને તેમની વાતો કહેતો જાઉં છું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 22) * * અનન્યા/080329/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **
* * * * * * * * **

Advertisements

અનન્યા/080329/પ્રથમપૃષ્ઠ

.

અનિવાર્ય સંજોગોના કારણે “અનન્યા”ના પ્રકાશનમાં સર્જાયેલી અનિયમિતતા બદલ અમે દિલગીર છીએ. ટૂંક સમયમાં “અનન્યા” પ્રતિ સપ્તાહ નિયમિત પ્રગટ થવા લાગશે તેવો અમને વિશ્વાસ છે. વાચક મિત્રોની ક્ષમા પ્રાર્થીએ છીએ અને સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ.

તા. 29/03/2008ના આ અંકમાં એક માત્ર ફિલ્મ-સિનેમાનું પૃષ્ઠ પ્રગટ થયેલ છે, જેમાં ગુજરાતી ઇન્ટરનેટ પર સર્વ પ્રથમ વખત આલેખાઈ રહેલ ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણીનો બાવીસમો હપ્તો પ્રગટ કરેલ છે. * * * અનન્યા/080329/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080322/ફિલ્મ-સિનેમા

*

. 

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 21 ) 

મારી આંખોમાં આજે ય માણેકલાલ પટેલ અને દ્વારકાદાસ સંપત ની જુગલ જોડી તરવરે છે.

એકની કૃષ્ણ ફિલ્મ કંપની, બીજાની કોહિનૂર ફિલ્મ કંપની.

ઇસ્ટ દાદરમાં માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીનો ગુજરાત સ્ટુડિયો હતો. આજે દાદરના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં ગુજરાત સ્ટુડિયોનું નામનિશાન નથી રહ્યું.

કૃષ્ણ ફિલ્મ કંપની પ્રસિદ્ધ થઈ તેની 1925 ની ફિલ્મ બાપકમાથી.

 આ ફિલ્મની વાર્તા આપણા ગુજરાતી લેખક હરજી લવજી દામાણી ઉર્ફે શયદાની. ફિલ્મના ડાયરેક્ટર હતા કાનજીભાઈ રાઠોડ.  અનન્યાના વાચકોને આનંદ થશે કે બાપકમાઈમાં મિસ ગુલાબ અને મિસ ગોહર (ઉર્ફે ગૌહર જાન) બે ગુજરાતી અભિનેત્રીઓએ અભિનય આપ્યો.. બંનેને તે જમાનાના બોલિવુડમાં ખૂબ પ્રસિદ્ધિ મળી.

અભિનેત્રી ગુલાબ તો સાઠ કરતાં વધુ  ફિલ્મોમાં કામ કરતાં રહ્યાં. 1925માં સિનેમાના પડદે આવનાર ગુલાબની છેલ્લી ફિલ્મ 1967માં દિલીપકુમારની રામ ઔર શ્યામ. તે પહેલાં ગુલાબનો અભિનય ચેતન આનંદની ફિલ્મ હકીકત તથા શોભના સમર્થની ફિલ્મ છબીલીમાં પણ જોવા મળેલો. શોભના સમર્થને ઓળખો ને? શોભના સમર્થ એટલે કિંગ ખાન શાહરૂખખાન સાથે હીટ ફિલ્મ્સ આપનાર અભિનેત્રી કાજોલના નાનીજી. મને દુઃખ તે થાય છે કે કારકિર્દીની છેલ્લી ફિલ્મોમાં ગુલાબને નાનકડા રોલ મળતા! સમયની બલિહારી!!!

બીજી બાજુ, ગૌહરને મુંબઈના ફિલ્મ જગતના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ (રણજીત સ્ટુડિયોવાળા) નો સાથ મળી ગયો.

બાપકમાઈ ફિલ્મમાં અભિનેતા નંદરામ પહેલવાન તથા ગંગારામ હતા.

મહારાષ્ટ્રના સામાન્ય કુટુંબમાંથી આવતા નંદરામ કુશળ કુસ્તીબાજ હતા. નંદરામ પહેલવાન માણેકલાલ પટેલની બાપકમાઇમાં હીરો બન્યા અને પછી કૃષ્ણની પચીસેક ફિલ્મોમાં ચમક્યા.

ફિલ્મના બીજા અભિનેતા ગંગારામ મૂળ સૌરાષ્ટ્રના. ગંગારામ કોહિનૂરની હીટ ફિલ્મ ભક્ત વિદૂરમાં અભિનય કરી ચૂક્યા હતા.

કૃષ્ણની બીજી ફિલ્મ આવી રામભરોસે. આ ફિલ્મના ડાયરેક્ટર દક્ષિણ ગુજરાતના બારડોલીના હર્ષદરાય સાકરલાલ મહેતા હતા. આ ફિલ્મમાં નંદરામ અને ગુલાબ સાથે મિસ એરમેલિન (એર્મેલિન)નામની બોલ્ડ અભિનેત્રીએ કામ કર્યું હતું.

અનન્યાના વાચકોને આશ્ચર્ય થશે પણ સાયલેન્ટ મુવી સિનેમાના જમાનામાં મિસ એરમેલિન બિન્ધાસ્તપણે ચુંબન દ્રશ્યો અને પ્રેમપ્રચૂર દ્રશ્યોમાં જાનદાર અભિનય આપતાં. મુંબઈના વિખ્યાત ફિલ્મ નિર્માતા અરદેશર ઇરાનીની ઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની 1930ની એક ફિલ્મ સિનેમા ગર્લમાં એરમેલિન (એર્મેલિન) સાથે વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો યાદગાર અભિનય હતો.

મેં આપ સાથે આટલી બધી વાતો કરી, તો પણ  માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીની વાતો ઘણી અધૂરી છે.

મુંબઈના દાદર ઇસ્ટ સ્ટેશનથી આગળ સ્વામિનારાયણ મંદિર પાસેથી નીકળો ત્યારે માણેકલાલ પટેલને જરૂર યાદ કરશો!* * * *  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 21 ) * * અનન્યા/080322/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * *   *   * *       *  *     *  *      ***   *   * *     * *     *  *    ***   *   * *     * *     *  *    **   * * * *   *   * *       *  *     *  *      ***   *   * *     * *     *  *    ***   *   * *     * *     *  *    ** 

અનન્યા/080322/ગુજરાતી નેટ જગત

*

.

 ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં ટેકનીકલ વિષયોના કેટલા બ્લોગ્સ  આપની નજરે ચડ્યા છે?

ગુજરાતી નેટ જગતના આપણા મિત્રો પોતાના બ્લોગ પર ટેકનીકલ માહિતી અવારનવાર મૂકે છે તે રાજી થવા જેવી વાત છે. આપણી પાસે ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રો સર્વશ્રી વિશાલ મોણપરા, કાર્તિક મિસ્ત્રી અને અન્ય પણ છે. તેઓ સૌ ઉત્સાહથી અવારનવાર યોગદાન કરતા રહ્યાં છે. આજે આપણા યુવાન મિત્ર કાર્તિક મિસ્ત્રીની વાત કરીએ. કાર્તિકભાઈ લિનક્સ અને ઓપન સોર્સના હિમાયતી રહ્યા છે. કાર્તિક મિસ્ત્રીની આ પોસ્ટ વાંચવા વાચકોને વિનંતી કરું? વાંચો: મારા વિચારો મારી ભાષામાં   * * * અનન્યા/080322/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **

અનન્યા/ 080322/દેશ-દુનિયા

*

.

ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈSBI – State Bank of India)  છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેં પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ રૂપિયાની છે.  ભારતમાં ખાનગી બેંકોમાં આઈસીઆઈસીઆઈ (ICICI) સૌથી વધુ એસ્ટેટસ આશરે સાડા ત્રણસો લાખ કરોડ રૂપિયા ધરાવે છે અને એચડીએફસી (HDFC) બેંક બીજા ક્રમે છે.

ભારતમાં બેંકિંગ વ્યવસાયમાં કારોબાર કરતી વિદેશી બેંકોમાં સ્ટેનચાર્ટ (StanChart), સીટી બેંક (City Bank) તથા એચએસબીસી (HSBC) નાં નામ મોખરે છે.  *  * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *  

* * ભારત સરકારના નાણાં મંત્રી ચિદંબરમના આ વર્ષના બજેટમાં ટેલિકોમ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટના વિસ્તરણ માટે જોગવાઈ છે. ઇન્ડિયન ગવર્નમેન્ટ હસ્તકના બીએસએનએલ (BSNL) ની બ્રોડબેન્ડ સેવાઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડાશે. ભારત સરકાર દેશભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આપતાં એક લાખ જેટલાં સેંટર્સ શરૂ કરશે. કોમન સર્વિસ સેન્ટર્સના નામે ઓળખાનાર આ સેંટર્સ પર બીએસએનએલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ દ્વારા જમીનના દસ્તાવેજો (Land Records) ની કામગીરી ઉપરાંત વીજળી બિલો ભરવા જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. * * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

*  *  * દુનિયામાં રાજકારણ અને અર્થવ્યવસ્થા અજબગજબના રંગ બતાવે છે. વિશ્વની નજર અત્યારે ચીન પર છે. ચીનમાં રાજધાની બેઇજિંગમાં ઓલિમ્પિક ગેમ્સનાં પડઘમ બાજી રહ્યાં છે. પરંતુ ચીન સરકાર દ્વારા તાજેતરનાં કેટલાક પગલાંઓ આઘાતજનક છે. ચીન દ્વારા તિબેટની ધરતી પર થઈ રહેલ દમનને દુનિયાના અગ્રણીઓ વખોડી રહ્યાં છે. આફ્રિકા ખંડના દેશ સુદાનમાં થઈ રહેલ અત્યાચારમાં ચીન અપરોક્ષ રીતે સંકળાયેલ હોવાનો આક્ષેપ છે. યુરોપિયન દેશોનો સમૂહ ચીન પર નારાજ છે.”અનન્યાના વાચકોને કદાચ બ્રિક સંક્ષિપ્તરૂપ વિશે જાણકારી હશે. વિશ્વની ઇકોનોમીનાં  બદલાતાં સમીકરણોમાં  બ્રિક (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન) (BRIC – Brazil, Russia, India, China) દેશોને નજરઅંદાજ કરવું અમેરિકા માટે અઘરું છે. અમેરિકા માટે ચીન સાથેના ખાટામીઠા સંબંધો વચ્ચે વાણિજ્ય-ઉદ્યોગના લાભોની મીઠાશ લોભામણી છે. છતાં અમેરિકન કોંગ્રેસના સ્પીકર દ્વારા ચીનની તિબેટનીતિની ટીકા સૂચક છે. આફ્રિકન દેશ સુદાનમાં ઓઇલ પ્રોજેક્ટસ ખનિજ તેલ ક્ષેત્રો માં ચીનનું જંગી રોકાણ છે. હોલિવુડના પ્રતિષ્ઠિત ફિલ્મ ડાયરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગને ચીનને સુદાન મુદ્દે અપીલ કરવી પડે તે પણ સૂચક નથી?  યુરોપના દેશો પણ ચીનની નીતિઓનો ખુલ્લંખુલ્લા વિરોધ કરવા લાગ્યા છે. ચીનમાં યોજાનારા આગામી ઓલિમ્પિક્સ રમતોના બહિષ્કારનો સૂર પણ સંભળાઈ રહ્યો છે.  *  *  * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * રોમાંચક સાયંસ ફિક્શનના સિદ્ધહસ્ત લેખક આર્થર સી. ક્લાર્કનું શ્રીલંકામાં અવસાન થયું છે. સાયન્સની પ્રગતિની ભવિષ્યવાણીને પોતાની વિજ્ઞાન કથાઓમાં મૂકનાર બ્રિટીશ લેખક ક્લાર્ક 90 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં જન્મેલ આર્થર સી. ક્લાર્ક છેલ્લા પચાસેક વર્ષથી શ્રીલંકામાં રહેતા હતા. અનન્યા અને મધુસંચયના વાચકો મેટ્રો-ગોલ્ડવિન-મેયર એમજીએમ (MGM) ની ફિલ્મ 2001 અ સ્પેસ ઓડેસીને જાણે છે.

હોલિવુડના વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મ 2001 અ સ્પેસ ઓડેસી ઉત્તમોત્તમ ફોટોગ્રાફી અને થીમ મ્યુઝિક માટે પ્રશંસા પામી હતી. આ ફિલ્મ આર્થર સી. ક્લાર્કની નવલકથા પર આધારિત હતી. ફ્યુચર સાયન્સ અને સ્પેસ ટ્રાવેલના વિષયોમાં નિષ્ણાત અંગ્રેજી લેખક આર્થર સી. ક્લાર્કના 100થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. *  *  *  *   * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

અનન્યા/080322/આજકાલ-સામાન્યજ્ઞાન

*

.

આજ-કાલ

ભારતનું એક માત્ર રેલ્વે સ્ટેશન સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુએન યુનો UN – UNO ) દ્વારા વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે સન્માન પામ્યું છે, તે આપ જાણો છો?

મુંબઈ (મહારાષ્ટ્ર) નું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ છે.

યુનાઈટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કો (UNESCO – United Nations Educational, Scientific and Cultural Organization) ના ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ કમિટી કાર્ય કરે છે. વર્લ્ડ હેરિટેજ કમિટી માનવજાત અને દુનિયા માટે ગૌરવપૂર્ણ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતાં સ્થળ અથવા ઇમારતને  વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે પસંદ કરે છે.

 આજ સુધીમાં વિશ્વભરનાં 140 થી વધારે દેશોમાં  850 થી વધુ કુદરતી તથા માનવનિર્મિત સ્થાનો / ઇમારતો વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે પસંદ થયાં છે.

ભારતમાંથી પસંદ થનાર સર્વ પ્રથમ મોન્યુમેન્ટસમાં આગ્રાનો તાજમહાલ, આગ્રાનો કિલ્લો અને ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) ની પંદરસોથી બે હજાર વર્ષ જૂની અજંટાની બૌદ્ધ ગુફાઓનો સમાવેશ થાય  છે.

મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન વર્ષ 2004માં વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ (World Heritage Monyument) તરીકે ઘોષિત થયું. અનન્યાના વાચકમિત્રોને છત્રપતિ શિવાજી ટર્મિનસના ઇતિહાસમાં રસ પડશે.

દોઢસો વર્ષ પહેલાં અંગ્રેજ રાજ્યમાં તે વિસ્તારનું મૂળ નામ બોરીબંદર હતું. બ્રિટીશ શાસન વખતે મુંબઈના બંદર પાસેના આ વિસ્તારમાં માલની બોરીઓ ખડકાતી. ભારતમાં રેલ્વે શરૂ થઈ ત્યારે બોરીબંદર દેશનું સર્વપ્રથમ રેલવે સ્ટેશન બન્યું.

“અનન્યાના વાચકમિત્રો કદાચ જાણતા હશે કે ભારતમાં પહેલી રેલ્વે ટ્રેન 1853માં એપ્રિલની 16મી તારીખે બોરીબંદર સ્ટેશનથી થાણા (થાણે મુંબઈ) જવા રવાના થઈ.

1887માં બોરીબંદરને નવા રૂપરંગ આપવાનું નક્કી થયું. ફ્રેડરીક વિલિયમ સ્ટીવન્સ નામના બ્રિટીશ આર્કિટેક્ટની ડિઝાઈનથી બોરીબંદરને દસ વર્ષના અંતે નવો અવતાર મળ્યો.

1897માં ભારતના આ સર્વપ્રથમ રેલ્વે સ્ટેશનનું નામ ઇંગ્લેન્ડનાં મહારાણી વિક્ટોરિયા પરથી વિક્ટોરિયા ટર્મિનસ રાખવામાં આવ્યું.

લોકો વિક્ટોરિયા ટર્મિનસને દાયકાઓ સુધી વીટી તરીકે ઓળખતા રહ્યા. દસેક વર્ષ પહેલાં વિક્ટોરિયા ટર્મિનસ’ (VT) નું નામ બદલીને દેશના મહાન સપૂત છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રાખવામાં આવ્યું છે. * * * અનન્યા/080322/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *  

સામાન્ય જ્ઞાન

આપણે આપણા દેશ ભારત વિશે પાયાની સામાન્ય માહિતી મેળવીએ.

ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ.

રાષ્ટ્રીય ફળ કેરી.

રાષ્ટ્રીય વૃક્ષ વડ કે બનિયન ટ્રી.

રાષ્ટ્રીય પંખી મોર.

રાષ્ટ્રીય પ્રાણી વાઘ. 

*   *   *  *  *

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દોમાં એક મૂળ  root    ‘cred’   પણ છે. ‘Cred’ નો અર્થ થાય છે ‘To believe’.  

Root    ‘cred’  ધરાવતા કેટલાક અંગ્રેજી શબ્દો સમજીએ.

Creditable  અર્થાત્  One that  Can be believed. 

Discreditable  અર્થાત્  One that cannot be believed.  

Credence  અર્થાત્   Belief.  

Credibly  અર્થાત્   Believably     

Incredibly  અર્થાત્  Unbelievably     

Credulous  અર્થાત્  Inclined to believe or trust  readily   

Incredulous  અર્થાત્  Not inclined to believe or trust readily* * * અનન્યા/080322/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

અનન્યા/080322/પ્રથમપૃષ્ઠ

*

.

તાજમહાલને યુનેસ્કો યુએન દ્વારા વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે 1983 માં સ્વીકૃતિ મળી ત્યારથી આજ સુધીમાં ભારતના 25 થી વધુ સ્થળોને તે સન્માન મળ્યું છે.

પણ મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ છે તે વાત મેં હમણાં જાણી.

યુરોપની ગોથિક વિક્ટોરિયન સ્ટાઇલ અને મધ્યયુગીન ઇટાલીની સ્થાપત્યકલા સાથે ભારતીય મહેલ નિર્માણના આર્કિટેક્ચરને બ્લેન્ડ કરી છત્રપતિ શિવાજી ટર્મિનસનું બાંધકામ ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં થયું.

અનન્યાના આજના અંકમાં આજકાલમાં આપ તે વાંચશો. રસભર્યાં અન્ય પૃષ્ઠો તો છે જ!

* * * અનન્યા/080322/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **