અનન્યા/080126/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080126/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 13)

મુંબઈ  બોલિવુડના આજે ગુંજતા શોરગુલમાં મૂંગી ફિલ્મો – સાયલંટ ફિલ્મ્સ – ની સર્જનકહાણીઓ ખામોશ થઈ ગઈ છે.

મેં આપને ફરિયાદ કરી કે ખુદ ગુજરાત જ ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ગુજરાતીઓને ભૂલી ગયુ છે! મને ખેદ થાય છે. આપ કેવી રીતે ગુજરાતીઓને ભૂલી શકો?

સિનેમાના ઉદયકાળે સૌથી વધુ મૂક ફિલ્મો બનાવનારી હિંદુસ્તાનની આઠ મોટી ફિલ્મ કંપનીઓમાંથી સાત કંપનીઓ ગુજરાતીઓની હતી.

મારી આંખોમાં જુઓ! આપને કોઈ દ્રશ્યો દેખાય છે?

આપ કેટલા ગુજરાતીઓને ઓળખી શકશો?

જુઓ! આ છે ‘ભક્ત વિદૂર’ ફિલ્મ.

આપ જાણો છો આ ફિલ્મે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોશ પૂર્યું હતું? અને અંગ્રેજ સરકારને ધ્રૂજાવી દીધી હતી? “અનન્યા”ના વાચકમિત્રો! બ્રિટીશ સરકારે આ ગુજરાતી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. અંગ્રેજ સરકાર દ્વારા પ્રતિબંધિત થનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ.

બ્રિટીશ સરકારને ધ્રૂજવનાર ‘ભક્ત વિદૂર’ના નિર્માતા હતા ગુજરાતી ફિલ્મ કંપની કોહિનૂર ફિલ્મ્સના દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ નામના બે ગુજરાતીઓ.. હું આપને કેવી રીતે સમજાવું કે એક જમાનામાં કોહિનૂર ફિલ્મ કંપની ભારતની ‘એમજીએમ’ (હોલિવુડ, અમેરિકાની મેટ્રો-ગોલ્ડવિન-મેયર, MGM, USA) કહેવાતી.

હવે સિનેમાઉદ્યોગના બાદશાહ આ ‘સરદાર’ને ઓળખો.

આ ગુજરાતી બાદશાહ છે સરદાર ચંદુલાલ શાહ.

આપ મુંબઈ-બોલિવુડની સંસ્થા ઈમ્પા (IMPPA Indian Motion Pictures Producers Association)ને જાણો છો. આ ઈમ્પાના સ્થાપક પ્રમુખ તે ગરવા ગુજરાતી સરદાર ચંદુલાલ શાહ.

“અનન્યા”ના વાચકોને આશ્ચર્ય થશે કે હિંદી ફિલ્મ જગતના મશહૂર અભિનેતા-નિર્માતા રાજ કપૂર યુવાનીમાં સરદાર ચંદુલાલ શાહના રણજિત સ્ટુડિયોમાં ક્લેપર બોય તરીકે કામ કરી આગળ વધેલા!

ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રથમ પટકથા-લેખક પણ ગુજરાતી.

ભારતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મના નિર્માતા ગુજરાતી.

ભારતની સૌ પ્રથમ ઐતિહાસિક ફિલ્મ બનાવનાર ગુજરાતી.

ભારતની સર્વ પ્રથમ અપરાધ-રહસ્ય ફિલ્મ ‘કાલા નાગ’ના નિર્માતા ગુજરાતી.

ભારતની પ્રથમ રજતજયંતી ઉજવનાર ફિલ્મના સર્જક પણ ગુજરાતી.

“અનન્યા”નાં વાચકમિત્રો, હું જાણું છું આપ આ દરેકનાં નામ પૂછી રહ્યાં છો. હું આપને કહીશ, અવશ્ય કહીશ.

ધીરજ ધરો અને “અનન્યા”ના દરેક અંકને રસથી વાંચતા રહો!

આપના દરેક પ્રશ્નના ઉત્તર મળશે. * * **

* **ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 13) * ** * ** * * અનન્યા/080126/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

*  *  *  **  **  **

Advertisements

અનન્યા/080126/ગુજરાતી નેટ જગત

.

*

અનન્યા/080126/ગુજરાતી નેટ જગત

આજે ગુજરાતી નેટ જગતનું પૃષ્ઠ તૈયાર કર્યા પછી અચાનક વર્ડપ્રેસના એક ‘મનોરમ્ય’ ગુજરાતી બ્લોગ પર નજર પડી.

તરત પૃષ્ઠનું લખાણ બદલી માત્ર આ બ્લોગ “આદિલ મન્સૂરી”ની વાત “અનન્યા” પર લખું છું.

ગુજરાતમાં જ નહીં, અમેરિકામાં પણ આદિલ મન્સૂરીએ ચાહક વર્ગ ઊભો કર્યો છે. ગુજરાતી વાચકને આદિલ મન્સૂરીની ઉત્તમ ગઝલકાર તરીકે ઓળખ આપવાની ન જ હોય. આદિલ સાહેબ ગઝલકાર જ છે તેવા ભ્રમમાં રહેતા કેટલાક વાચકોએ તેમની અછાંદસ રચનાઓનો રસાસ્વાદ જરૂર લેવો. આદિલ સાહેબ શબ્દોને રમાડે અને કવિતા પ્રગટે છે તેવી પ્રતીતિ આપને થશે.

આપ “આદિલ મન્સૂરી”ની મુલાકાત અવશ્ય લેશો તેવી મારી આગ્રહભરી ભલામણ છે. * * * અનન્યા/080126/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080126/દેશ-દુનિયા

.

*

અનન્યા/080126/દેશ-દુનિયા

* * * ભારત સરકાર પ્રતિવર્ષ પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) પર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારરત્ન ઉપરાંત અન્ય રાષ્ટ્રીય સન્માન – પુરસ્કાર – પદ્મ એવોર્ડઝની જાહેરાત કરે છે. આ વર્ષે ભારત રત્નનો એવોર્ડ અપાયો નથી. પરંતુ પદ્મવિભૂષણ માટે 13, પદ્મભૂષણ માટે 35 તથા પદ્મશ્રીના ખિતાબ માટે 71 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પસંદ પામ્યા છે.

પદ્મવિભૂષણ માટે નોબેલ પ્રાઈઝ વિનર ભારતીય ડો. આર. કે. પચૌરી, ટાટા ગ્રુપના રતન તાતા (ટાટા), ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ, સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર, ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઉપરાંત રાજધાની નવી દિલ્હીમાં મેટ્રો રેલ્વેના પ્રોજેક્ટને સફળ કરનાર ઈ. શ્રીધરનનો સમાવેશ થાય છે.

આ વર્ષના પદ્મ એવોર્ડઝમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી ડો. મેઘનાદ દેસાઈ, ભારતીય- અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતી શિક્ષણ-સાહિત્ય જગતના આદરણીય મહાનુભાવ ભોળાભાઈ પટેલનો સમાવેશ થાય છે. સર્વ મહાનુભાવોને અભિનંદન અને શુભેચ્છાઓ ! * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * *ભારતની સૌથી મોટી પવનઉર્જા – વિંડ એનર્જી – કંપની (વિશ્વની ચોથા નંબરની Wind energy provider company) સુઝલોન (Suzlon) ચીન (China)ના માર્કેટમાં સફળતાના પંથે છે. ચીનની અગ્રણી પાવર પ્રોજેક્ટ ડેવલપર કંપની જિંગ્નેન્ગ ગ્રુપ દ્વારા સુઝલોનને વિંડ પાવર માટે અગત્યના કોન્ટ્રાક્ટ્સ મળેલ છે. * * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * ભારતના આભૂષણ માર્કેટ (Jewellery business) માં ગીતાંજલિ ગ્રુપ અગ્ર હરોળમાં છે. હીરા અને સોનાના આભૂષણોના ઉત્પાદન અને રીટેઇલિંગમાં નામનાપ્રાપ્ત ગીતાંજલિ ગ્રુપે ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC) ની પ્રસિદ્ધ બ્રાંડ ‘નક્ષત્ર’ને ખરીદેલ છે.* * *

* * * વિશ્વના સુપ્રસિદ્ધ જીનેટિક વૈજ્ઞાનિક – સિંથેટિક બાયોલોજીસ્ટ – ડો. જે. ક્રેગ વેન્ટર માનવસર્જિત ડીએનએના સંશોધનમાં પ્રવૃત્ત છે.

ડો. વેન્ટર તથા સાથીઓએ સિંથેટિક ડીએનએની બનાવટમાં સફળતા મેળવી જીનેટિક વિજ્ઞાનમાં અનોખી સિદ્ધિ મેળવી છે. અગાઉ, વાઇરસના માનવસર્જિત ડીએનએની સંરચના લેબોરેટરીમાં થઈ શકી હતી, પરંતુ પ્રથમ વખત બેક્ટેરિયાના કૃત્રિમ ‘જીનેટિક કોડ’ ની સંરચના ડો. વેન્ટર અને સાથી વૈજ્ઞાનિકો કરી શક્યા છે. * * *

* * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન

.

*

અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન

ભારત વિશ્વના નકશા પર સામર્થ્યવાન રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે.

આર્થિક ક્ષેત્રે અમેરિકા ( USA) અને યુરોપ (Europe) ના દેશો સહિત દુનિયાના તમામ રાષ્ટ્રો હવે ભારત પર મીટ માંડતા થયા છે.

આ સાથે જ રાષ્ટ્રની સુરક્ષા ભારત સરકાર માટે વિશેષ મહત્વની બની રહી છે. છેલ્લા થોડાં વર્ષોમાં દેશની સરકારોએ સંરક્ષણ ક્ષેત્રે (Defence sector) સજાગતા દાખવી છે.

છેલ્લાં પાંચેક વર્ષોમાં દેશના સંરક્ષણ ખર્ચ (Defence Expenditure)માં લગભગ 50% નો વધારો થયો છે. પાંચ વર્ષ પહેલાં સંરક્ષણ ક્ષેત્રે ભારત સરકારનો ખર્ચ આશરે રૂપિયા 65,000 કરોડ હતો તે ચાલુ વર્ષમાં રૂપિયા 96,000 કરોડને વટાવી જાય તેવી શક્યતા છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં ભારત સરકારની સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ નોંધપાત્ર છે.

તેમાં અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર વોરશીપ ‘વિક્રમાદિત્ય’ (મૂળ નામ એડમિરલ ગોર્શકોવ વોરશીપ, Admiral Gorshkov aircraft carrier warship) ની ખરીદીનો સમાવેશ થાય છે. ‘વિક્રમાદિત્ય’ વોરશીપ તેમજ તેના માટે 16 નેવલ એરક્રાફ્ટ મિગ વિમાનો, નૌકાદળ (Indian Navy) માટે છ સ્કોર્પિન (Scorpene) સબમરીન તથા 3 ફાલ્કન એવોક સિસ્ટમ્સ (AWACs Airborne Warning And Command Systems) ની ખરીદી પાછળ ભારત સરકારે નવથી દસ બિલિયન ડોલર જેટલી જંગી રકમ ખચી હોવાનો અંદાજ છે.

ગયા વર્ષે ઇન્ડિયન આર્મી (Indian Army) અને ઇન્ડિયન એરફોર્સ (Indian Airforce) માટે હેલિકોપ્ટર્સ તથા એરક્રાફ્ટ્સ પણ ખરીદવામાં આવ્યાં છે.

ભારત સરકાર આવતા પાંચ વર્ષમાં લશ્કરી દળોને સુસજ્જ કરવા લગભગ 45 બિલિયન ડોલરનો શસ્ત્રસરંજામ ખરીદશે તેવું આયોજન છે.

*  *  ** * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

**  **  *

સામાન્ય જ્ઞાન:

* અમેરિકા (USA) અને રશિયા (USSR)ના અવકાશ સંશોધનના પ્રયાસો વિશે આપે “અનન્યા”ના આગળના અંકોમાં વાંચ્યું. તેમાં આપે અવકાશયાત્રાઓ તેમજ માનવીના ચંદ્ર પર ઉતરાણની વાતો પણ જાણી.

બ્રહ્માંડ (the Universe)ની અને સૂર્યમંડળ ( the Solar System)ના અન્ય ગ્રહોની જાણકારી મેળવવા અમેરિકામરિનર (Mariner), પાયોનિયર (Pioneer), વાઇકિંગ (Viking), વોયેજર (Voyager) વગેરે તથા રશિયાએ વેનેરા (Venera), માર્સ (Mars ) આદિ સ્પેસક્રાફ્ટ્સ છોડ્યાં છે.

અમેરિકામાં અવકાશસંશોધન સંસ્થા નાસા (NASA National Aeronautics and Space Administration ) એ સૂર્યમંડળ અને તેને પાર અવકાશની માહિતી માટે સ્પેસ મિશન આયોજિત કર્યાં.

તે પૈકી કેટલાક નોંધનીય મિશન પર ઊડતી નજર નાખીશું?

મંગળ (Mars) ના ગ્રહને પ્રદક્ષિણા કરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મરિનર 9’ (Mariner 9 ) હતું. તેને મે 30, 1971ના રોજ છોડવામાં આવ્યું હતું. તેણે નવેમ્બર 13, 1971ના રોજ મંગળના ગ્રહને પ્રથમ પ્રદક્ષિણા કરી.

મંગળના ગ્રહ પર સફળ ઉતરાણ કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાન ‘વાઇકિંગ 1’ ને અમેરિકાએ ઓગસ્ટ 20, 1975ના રોજ છોડ્યું હતું. અમેરિકાનું આ અવકાશયાન વાઇકિંગ 1 લેંડર (Viking 1 Lander) મંગળ પર જુલાઇ 20, 1976ના રોજ ઊતર્યું હતું.

અમેરિકાએ માર્ચ 2, 1972ના રોજ છોડેલ અવકાશયાન ‘પાયોનિયર 10’ ગુરુ (Jupiter) ના ગ્રહ પાસેથી ડિસેમ્બર 4, 1973ના દિને પસાર થયું.

આ અમેરિકન સ્પેસક્રાફ્ટ ‘પાયોનિયર 10’ જૂન 13, 1983 ના રોજ સૂર્યના ગ્રહમંડળ (the Solar System) ની પાર અવકાશમાં જનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન બન્યું.

બ્રહ્માંડની અજાણી યાત્રાએ આગળ ધપેલ ‘પાયોનિયર 10’ મિશનનો સત્તાવાર અંત માર્ચ 31, 1997ના રોજ આવ્યો. આમ છતાં છેલ્લે 2002-2003 સુધી અવારનવાર તેના થોડા વિક સિગ્નલ્સ મળ્યા ખરા.

શુક્ર (Venus) પર સફળતાપૂર્વક ઉતરનાર રશિયન અવકાશયાન ‘વેનેરા 7’ હતું જેણે ડિસેમ્બર 15, 1970ના શુક્ર પર ઉતરાણ કર્યું. કમનસીબે ઉતરાણ પછી માત્ર 23 મિનિટમાં વેનેરા મિશન નિષ્ફળ ગયું.

શુક્ર પર ઉતરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મેગેલન’ હતું. મે 4, 1989 ના રોજ લોંચ થયેલ અમેરિકન અવકાશયાન ‘મેગેલન’ ઓગસ્ટ 10, 1990ના રોજ શુક્ર પર ઉતર્યું હતું. * * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષામાં કેટલાક વિરોધી શબ્દો બનાવવા પૂર્વગ (Prefix) in નો ઉપયોગ થાય છે જ્યારે કેટલાક માટે પૂર્વગ im નો ઉપયોગ થાય છે. એક સાદો નિયમ યાદ રાખવો. જે શબ્દ અંગ્રેજી આલ્ફાબેટ b, m અથવા p થી શરૂ થતા હોય તેમના વિરોધી શબ્દ માટે પૂર્વગ im નો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે –

Balance – Imbalance , Mature – Immature,  Possible – Impossible

પરંતુ    Ability – Inability,  Visible – Invisible

*

* * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080126/પ્રથમપૃષ્ઠ

.

*

અનન્યા/080126/પ્રથમપૃષ્ઠ

.

આજે 26મી જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન Republic Day).

“અનન્યા”ના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ.

આજના અંકમાં “આજ-કાલ” વિભાગમાં ભારતના સુદ્રઢ સંરક્ષણક્ષેત્રનું ગુલાબી ચિત્ર રજૂ થયેલ છે.

દેશ-દુનિયા”માં દેશના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યા પર પદ્મ એવોર્ડઝથી સન્માન પામનારા ત્રણ ગુજરાતીઓનું અભિવાદન કરેલ છે.

ફિલ્મ-સિનેમા”માં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પાયારૂપ કાર્ય કરનાર ગુજરાતીઓને યાદ કરેલ છે. આપના પ્રતિભાવ જણાવશો.

* * * અનન્યા/080126/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080119/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080119/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 12)

હું આપને મૂંગી ફિલ્મો – સાયલેન્ટ મુવિઝ – ની વાત કરી રહ્યો છું. હિંદુસ્તાનમાં 1931માં અરદેશર ઈરાનીની “આલમઆરા”થી બોલતી ફિલ્મ – ટૉકી ફિલ્મ્સ – નો આરંભ થયો.

તે પછી પણ બેએક વર્ષ સુધી નાની-મોટી મૂંગી ફિલ્મો બનતી રહી.

ભારતમાં 1913થી 1931 સુધીમાં આશરે 1050 તથા તે પછીના સમયમાં આશરે 200 મૂંગી ફિલ્મો બની હશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગની લગભગ 1250 મૂંગી ફિલ્મોનો અંદાજ મૂકવામાં આવે છે.

તોરણેદાદા “પુંડલિક” પછી ફિલ્મલાઈનમાં ઝાઝો પ્રભાવ દાખવી ન શક્યા, પણ ફાલકેદાદાએ તંત ન મૂક્યો. તોરણેદાદા ગુમનામીમાં પાછળ ધકેલાઈ ગયા તે એક કરૂણતા. ફાલકેદાદા ફિલ્મઉદ્યોગ ફૂલે-ફાલે તે માટે દિલોજાનથી પ્રયત્નો કરતા રહ્યા. “અનન્યા”ના વાચકમિત્રો ! આપ જાણો છો કે 1931ના ટૉકિઝ ફિલ્મ્સના નવીન દોર પછી પણ ફાલકેદાદા ફિલ્મ બનાવતા રહ્યા? તેમણે બોલતી ફિલ્મો પણ બનાવી.

ફાલકેદાદાએ 1931માં ‘સેતુબંધ’થી લઈને 1937માં ‘ગંગાવતરણ’ સુધી જૂજ બોલતી ફિલ્મો બનાવી. ભારતીય સિનેમા ઉદ્યોગને પ્રગતિના પંથે તેજ કદમ ભરતો કરી દાદાસાહેબ ફાલકે ફેબુઆરી 16, 1944ના રોજ સ્વર્ગે સિધાવ્યા.

ભારતના ફિલ્મ ઉદ્યોગના ભવ્ય ઈતિહાસમાં દાદાસાહેબ ફાલકેનું અનોખું સ્થાન છે.

પ્રિય વાચકો! “અનન્યા” પર હું મારી જ કથા પર નજર નાખું છું, ત્યારે મને કેટલાંક દ્રશ્યો તરવરવા લાગે છે.

જુઓ મારી આંખોમાં! હિંદુસ્તાની ફિલ્મી કસબીઓના મેળામાં આપને કેટલાય ગુજરાતી ચહેરા નજરે પડશે. પણ રે! ગુજરાત તેમને કેવું સહજતાથી (!) ભૂલી ગયું છે! ઘણા ચહેરા આપ ઓળખી પણ નહીં શકો!

ગુજરાતીઓએ તેમની નામમાત્રની યાદ પણ રાખી નથી! હા, આ મારી ફરિયાદ છે! પણ છોડો! સમયની બલિહારી છે! ચાલો, આવા કેટલાક અમર કસબીઓથી આપને પરિચિત કરાવું. * * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 12) * * અનન્યા/080119/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

અનન્યા/080119/પ્રથમપૃષ્ઠ

.

*

અનન્યા/080119/પ્રથમપૃષ્ઠ

અનિવાર્ય કારણોસર આજે “અનન્યા”ના અંકમાં માત્ર “ફિલ્મ-સિનેમા” પરની પોસ્ટ પ્રકાશિત થાય છે.

* * * અનન્યા/080119/હરીશ દવે/ Ananyaa/ * * *