.
*
અનન્યા/080308/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 19 )
.
દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર’ તથા માણેકલાલ પટેલની ‘કૃષ્ણ’ ફિલ્મ કંપનીઓની વાતો હું આપને કર્યા જ કરું, તો યે તે વાતો ક્યારેય ખૂટવાની નથી. પણ તે સાથે મારે બીજી વાતો પણ કરતા જવી પડશે.
હા, મને યાદ આવે છે તે સ્વપ્નદ્રષ્ટા ગુજરાતી હાજી મહંમદ. “અનન્યા”ના વાચકમિત્રો! આપે ‘વીસમી સદી’ના જનક હાજી મહંમદને ઓળખ્યાને?
હાજી સાહેબે સુચેતસિંહ (સચેતસિંહ?) નામક એક તરવરિયા શીખ યુવાનનું હીર પારખ્યું.
બે-ત્રણ ગુજરાતી ધનપતિઓએ સહયોગ આપ્યો અને 1919માં મુંબઈમાં સુચેતસિંહની ‘ઓરિયેન્ટલ ફિલ્મ કંપની’ની સ્થાપના થઈ.
પાંગરતા બોલિવુડમાં સુચેતસિંહની ‘ઓરિયેન્ટલ ફિલ્મ કંપની’એ “નરસિંહ મહેતા’ નામની ગુજરાતી ભાષાની બીજી જ ફિલ્મ (સાયલેન્ટ મુવિ) બનાવી.
ઓરિયેન્ટલમાં કાનજીભાઈ રાઠોડ નામક ફોટોગ્રાફર હતા.
સુચેતસિંહને કાનજીભાઈનું વ્યક્તિત્વ એવું ગમી ગયું કે તેમણે નરસિંહ મહેતાના પાત્ર માટે કાનજીભાઈ રાઠોડને પસંદ કર્યા. ફોટોગ્રાફર કાનજીભાઈ અભિનેતા બન્યા.
પછી તો કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શક પણ બન્યા અને તેમણે કેટલીયે ગુજરાતી ફિલ્મોનું સફળ નિર્દેશન કર્યું.
સુચેતસિહ શકુંતલા નામની ફિલ્મમાં એક એંગ્લો-ઇંડિયન છોકરીને અભિનેત્રી તરીકે લઈ આવ્યા.
કાળ કેવો ક્રૂર છે! આપ આઘાત પામશો, “અનન્યા”ના મિત્રો, એ જાણીને કે સુચેતસિંહ ત્રણ-ચાર ફિલ્મોથી મુંબઈના ફિલ્મ જગતમાં ચમક્યા ન ચમક્યા ત્યાં તેમની કારકિર્દી બે વર્ષમાં જ નંદવાઈ ગઈ.
એક અકસ્માતમાં આ યુવાન આશાસ્પદ ફિલ્મ-દિગ્દર્શક સુચેતસિંહનું અકાળ અવસાન થયું.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 19) * * અનન્યા/080308/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **
* * * * * * * * **