.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 26)
પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે ‘સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની’ તથા પાછળથી ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ તરીકે ઓળખાઈ.
તેમની એક પ્રારંભિક ફિલ્મ હતી ‘સમુદ્રમંથન’ (1924).
પટ્ટણી ભાઈઓની તે ફિલ્મ પુરાણકથા પર આધારિત હતી. તેમાં દેવ-દાનવોના સમુદ્રમંથનની કથા હતી. ‘સમુદ્રમંથન’ની ટ્રીક ફોટોગ્રાફી એટલી તો અદભુત હતી કે દેશ વિદેશમાં તેની ભારે પ્રશંસા થઈ.
યુરોપના વિવેચકો-તજજ્ઞો ચંપકરાય પટ્ટણીની કલા અને સૂઝ-બૂઝ પર ઓળઘોળ થઈ ગયા. ઇંગ્લેંડની રોયલ ફોટોગ્રાફિક સોસાયટીએ ચંપકરાય પટ્ટણીને ‘ઓનરરી એસોસિયેટસ’નું સન્માન બક્ષ્યું. ગરવા ગુજરાતી ચંપકરાય પટ્ટણી આ સન્માન પામનાર સર્વ પ્રથમ ભારતીય બન્યા.
પટ્ટણી ભાઈઓને એક કુશાગ્ર કસબીનો સાથ મળી ગયો. તે ગુજરાતી કસબીનું નામ ચીમનલાલ લુહાર, બી.એસસી. જે જમાનામાં ફિલ્મ લાઇનથી શિક્ષિત લોકો દૂર રહેતા, તે જમાનામાં સાયન્સ ગ્રેજ્યુએટ ચીમનલાલ સિનેમા ઉદ્યોગમાં ઝંપલાવે તે મોટી વાત ન કહેવાય? કહેવાય છે કે ચીમનલાલ લુહાર પોતાની વિજ્ઞાન-સ્નાતકની પદવી માટે ખૂબ જ ગર્વ અનુભવતા હતા અને પોતાના નામ સાથે ડિગ્રી લખાય તેવો આગ્રહ રાખતા.
ચીમનલાલ લુહારને છબીકલા – સિનેમેટોગ્રાફીનું ઊંચું જ્ઞાન હતું. સિનેમેટોગ્રાફર તરીકે ‘સૌરાષ્ટ્ર ફિલ્મ્સ’માં આવ્યા.
‘સનમની શોધમાં’ નામક ફિલ્મથી ચીમનલાલ જાણીતા થયા. તેમાં ડોરોથી નામની અભિનેત્રીએ કામ કરેલું.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 26) * * અનન્યા/080426/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **
* * * * * * * * **