અનન્યા/080322/ગુજરાતી નેટ જગત

*

.

 ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં ટેકનીકલ વિષયોના કેટલા બ્લોગ્સ  આપની નજરે ચડ્યા છે?

ગુજરાતી નેટ જગતના આપણા મિત્રો પોતાના બ્લોગ પર ટેકનીકલ માહિતી અવારનવાર મૂકે છે તે રાજી થવા જેવી વાત છે. આપણી પાસે ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રો સર્વશ્રી વિશાલ મોણપરા, કાર્તિક મિસ્ત્રી અને અન્ય પણ છે. તેઓ સૌ ઉત્સાહથી અવારનવાર યોગદાન કરતા રહ્યાં છે. આજે આપણા યુવાન મિત્ર કાર્તિક મિસ્ત્રીની વાત કરીએ. કાર્તિકભાઈ લિનક્સ અને ઓપન સોર્સના હિમાયતી રહ્યા છે. કાર્તિક મિસ્ત્રીની આ પોસ્ટ વાંચવા વાચકોને વિનંતી કરું? વાંચો: મારા વિચારો મારી ભાષામાં   * * * અનન્યા/080322/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **

અનન્યા/080301/ગુજરાતી નેટ જગત

.

*

અનન્યા/080301/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતની પ્રગતિથી આપણે સૌ સહર્ષ ગર્વ અનુભવીએ!

બ્લોગર મિત્રો નવા નવા પ્રયોગોથી ગુજરાતી ભાષાનો ઇન્ટરનેટ પર પ્રસાર કરી રહ્યા છે.

કેટલાક પ્રયોગો ઊડીને આંખે વળગતા રહે … કેટલીક પોસ્ટ્સ આપનું ધ્યાન અચૂક ખેંચે! ઘણા સારા બ્લોગ્સ જાણ્યે-અજાણ્યે નજરઅંદાઝ થતા રહે અને ક્યારેક જ તેની અનાયાસે મુલાકાત લેવાઇ જાય! ત્યારે સમયસર તે બ્લોગ પર ઘણું ન વાંચ્યાનો વસવસો ય થાય.

આપ “અનન્યા”ના  વાચકમિત્રો આવા બ્લોગ્સ અથવા પોસ્ટ્સ વિષે મને જણાવતા રહેશો તો આપણે તેમને ઉચિત રીતે ઉજાગર કરવા સહિયારો પ્રયત્ન કરીશું.

* * * અનન્યા/080301/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080209/ગુજરાતી નેટ જગત

*

અનન્યા/080209/ગુજરાતી નેટ જગત

શ્રીમતી નીલમબહેન દોશીના સુંદર બ્લોગ ‘પરમ ઉજાસ’ની તાજેતરની એક પોસ્ટ નોંધપાત્ર છે. નીલમબહેને ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલ સાહિત્યકાર સુશ્રી ધીરુબહેન પટેલના એક લેખ પ્રત્યે ધ્યાન દોર્યું છે. તેમાં કહેવાતા સંશોધકો કે ‘સંચયકારો’ની વાત કરી છે.

મારા મતે મુદ્દાની વાત એ કે પુન: પ્રકાશન કે સાહિત્યિક રિમિક્સ કયા ક્ષેત્રમાં, કયા હેતુથી થાય છે? ધીરુબહેન કદાચ માત્ર પ્રિંટ મીડિયાની વાત કરતા હોય તેવું બની શકે. પ્રિંટમાં ‘રીડર્સ ડાઇજેસ્ટ’ની પ્રવૃત્તિને આપણે આવકારી નથી?

બીજું, ગુજરાતી ઇન્ટરનેટ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે. આપણે ગુજરાત અને ગુજરાતી વિષયક મોટો સંચય ઇન્ટરનેટ પર મૂકવાનો છે. તો આપણે ભારે મહેનતથી શોધેલ સામગ્રી, એટલી જ મહેનતથી નેટ પર મૂકનાર મિત્રોને વખોડી કાઢીશું? નીલમબહેને ‘મુંબઈ સમાચાર’નો લેખ તેમની સાઇટ પર મૂક્યો તેને આવકારીશું જ ને?

એક અગત્યનો મુદ્દો – ‘નન-ફિક્શન’માં રિમિક્સ વધતા-ઓછા પ્રમાણમાં હોય જ છે. નન-ફિક્શનમાં ઔચિત્યપૂર્ણ ‘રિમિક્સ’ તો સ્વીકારવાં જ પડે ને! આવા ‘નન-ફિક્શન’ રિમિક્સમાં મૌલિકતા હોય તો પછી વાંધો ન હોઇ શકે ને?

પરંતુ યાદ રાખીએ કે ફિક્શનમાં, વાર્તા, નવલકથા, કવિતામાં આમ બનતું હોય તે સ્વીકાર્ય ન જ ગણાય. આપની નવલકથાનો પ્લોટ નજીવા ફેરફાર સાથે બીજા સાહિત્યકારની અન્ય નવલકથામાં આવે તો … ?

‘સાહિત્યિક રિમિક્સ’થી જો સાક્ષર આટલા વ્યથિત હોય, તો જેમની કૃતિની બેઠી કોપી, વિના અનુમતિએ, પ્રકાશિત થતી હશે, તે સર્જકને કેવી વેદના થતી હશે?

દુનિયાનાં સાહિત્યવર્તુળો હવે ઇન્ટરનેટ વિશે પણ ચિંતિત થઈ રહ્યાં છે. જો સર્જક/લેખક/ કવિની લેખિત અનુમતિ/સંમતિ વિના આપ તેમની પ્રગટ કૃતિને બીજે ક્યાંયે પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત ન જ કરી શકો, તો શું ઇન્ટરનેટ પર બેધડક પ્રકાશિત કરી શકો? લક્ષ્મણરેખા ક્યાં દોરવી? કોણે દોરવી? ઔચિત્ય કોણ નક્કી કરશે?

આ એક ગંભીર બાબત છે. ઇન્ટરનેટના વધતા વ્યાપ સાથે આ સમસ્યા વકરી રહી છે. ઘણા સાહિત્યકારો, લેખકો, કવિઓએ દબાયેલા અવાજમાં આ વાત કહેવા પ્રયત્ન કર્યો છે. તેમની મજબૂરી એ છે કે તેઓ ઇન્ટરનેટથી પરિચિત નથી, તો તેની ગતિ-વિધિઓથી શી રીતે પરિચિત હોય? ઇન્ટરનેટ પર કોપીરાઇટના કાયદાની એવી ક્રૂર મજાક ઊડી છે કે ન ચર્ચો તો સારું! સાહિત્યકારો- સર્જકો કરી પણ શું શકે?

પરમ ઉજાસ પર સુશ્રી ધીરુબહેન જેવા અનેકની આંતરવ્યથા કોઇ સમજશે?
* *  * *  * *  * *

અનન્યા/080209/દેશ-દુનિયા

*

અનન્યા/080209/દેશ-દુનિયા

“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….

* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.

બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ છે.

લંડન (યુકે UK) ના રસ્તાઓ પર દોડતી હજારેક રેવા (Reva G-Wiz) કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇંગ્લેન્ડ (યુકે)માં આશરે 7300 પાઉંડની રેવા કાર અન્ય ઇલેક્ટ્રિક કારની સરખામણીએ (જેમકે નાઇસની Megacity ઇલેક્ટ્રિક કાર – 10,000 પાઉંડથી વધુ) ખૂબ જ સસ્તી છે. રેવાનું G-Wiz મોડેલ ચાર્જ કર્યા પછી 80 કિમીના અંતર સુધી ચાલે છે અને મહત્તમ 80 કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. * *

* * “અનન્યા”ના વાચકોના ધ્યાન પર કદાચ  ભારતના નવા દૈનિક અખબાર ‘મેઇલ ટુડે’ની વાત નહીં આવી હોય. ‘મેઇલ ટુડે’ રાજધાની દિલ્હીનું સવારનું નવું  દૈનિક વર્તમાન પત્ર (મોર્નિંગ ન્યુઝપેપર) છે.

‘મેઇલ ટુડે’ ભારતના અગ્રીમ મીડિયા ગ્રુપ ‘ઇંડિયા ટુડે’ (India Today) અને ઇંગ્લેંડ (યુકે UK)ના ‘ડેઇલિ મેઇલ’ (Daily Mail) ગ્રુપના સહયોગનું પરિણામ છે. * * *

* * ભારતમાં મોબાઇલ ફોન (સેલ ફોન)થી ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર ઉપભોક્તાઓની સંખ્યા વધતી જાય છે. સેલ ફોનથી નેટ પર કનેક્ટ થતા ભારતીય કંઝ્યુમર્સની સંખ્યા ગયા વર્ષે 16 મિલિયન હતી. આ વર્ષે મોબાઇલ ફોનથી ઇન્ટરનેટના વપરાશકર્તા ગ્રાહકોની સંખ્યા 38 મિલિયન વટાવી ગયેલ છે. * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * વિશ્વમાં સ્પેસ ટુરિઝમ (Space Tourism) એક નવી ઘેલછા છે. બિલિયોનાયર્સના આ માદક શોખને પોષવા નવી નવી સ્પેસ લાઇનર્સ કંપનીઓ ઊભી થઈ રહી છે.

સ્પેસ ટુરિઝમનો આરંભ રશિયા (USSR) અને અમેરિકા (USA) ના સંયુક્ત સાહસથી થયો. રશિયન કંપની ‘રોઝાવિઆકોસ્મોસ’ સાથે અમેરિકન કરોડપતિ ડેનિસ ટીટોએ હાથ મિલાવ્યા. તેમના સંયુક્ત સાહસથી ખાનગી સ્પેસ ટ્રાવેલ શક્ય બની. “અનન્યા”ના વાચકો જાણે છે કે વિશ્વમાં સ્પેસ મિશન અને તેના માટે અવકાશયાત્રીઓની પસંદગી સરકાર કે સરકારી એજન્સી (જેમકે નાસા NASA, USA) જ કરે છે. અમેરિકન બિલિયોનાયર ડેનિસ ટીટો અવકાશની ખાનગી અંગત સહેલગાહે જનાર પ્રથમ નાગરિક બન્યા.

ડેનિસ ટીટો પછી બીજા ત્રણ અમેરિકન અને એક સાઉથ આફ્રિકન – માર્ક શટલવર્થ (દક્ષિણ આફ્રિકા) – આમ કુલ પાંચ નાગરિકો અંગત ધોરણે, ખાનગી અવકાશયાત્રા દ્વારા અવકાશની સહેલગાહે જઈ શક્યા છે. રશિયન સ્પેસશીપ ‘સોયુઝ’માં બેસી અવકાશમાં આઇએસએસ (ISS International Space Station) પર રહેવાની ‘અવકાશી ટુર’ આઠથી દસ દિવસની હોય છે. આ સ્પેસ ટ્રાવેલની એક ટ્રીપની ટિકિટ 20 થી 25 મિલિયન ડોલર હોય છે. * * * ** * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/071229/દેશ-દુનિયા

*

.

અનન્યા/071229/દેશ-દુનિયા

*

હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક આદિ ચિકિત્સા-સંશોધનમાં અગ્રેસર સંસ્થાઓની હરોળમાં જવા ઇચ્છે છે.  *  *

* માર્કેટિંગ મેનેજમેન્ટમાં એડવર્ટાઇઝમેન્ટનું આગવું સ્થાન છે. પોતાની પ્રોડક્ટસ તથા સેવાઓને ઉપભોક્તાઓની નજરમાં લાવવા અને ગ્રાહકોને પોતાના પ્રતિ ખેંચવા કંપનીઓ માટે એડવર્ટાઇઝમેન્ટ ઉપયોગી શસ્ત્ર છે.

મેગેઝિન-ન્યૂઝપેપર જેવા પ્રિન્ટ મીડિયા સાથે હવે  ટીવી ચેનલ્સ અને રેડિયો પણ એડવર્ટાઇઝમેન્ટ માટે સ્પર્ધામાં છે. ભારતમાં એડવર્ટાઇઝમેન્ટનું માર્કેટ સોળ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે. ભારતમાં પ્રિન્ટ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટમાં મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એચપી ઇન્ડિયા આદિ કંપનીઓ મોખરે છે. * *

* શેરડીનો રસ પણ હવે બ્રાંડેડ બન્યો છે!

ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શહેર બેંગલોર (બેંગ્લોર Bangalore, Karnataka)માં હવે બ્રાંડેડ શેરડી-રસ મળતો થયો છે. Cane-O-La ના નામથી બેંગલોરની કંપની શહેરમાં પોતાના આઉટલેટ્સ પરથી મિકેનાઇઝડ પ્રોસેસથી શેરડીનો  તાજો જ્યૂસ ગ્રાહકોને સર્વ કરશે. * *

* અમેરિકાની સોફ્ટ ડ્રીંક્સ કંપની પેપ્સીકો (PepsiCo, USA) આશરે બસો દેશોમાં વિસ્તરેલ બહુરાષ્ટ્રીય કંપની (MNC – Multinational company) છે. અનન્યાના અગાઉના અંકમાં આપે વાંચ્યું છે કે  પેપ્સીના ચીફ એક્ઝીક્યુટીવ ભારતીય મૂળના અમેરિકન ઇન્દ્રા નૂયી છે.

ભારતમાં ચેન્નાઈ (Chennai, Tamilanadu, India) ના મૂળ વતની ઇન્દ્રા નૂયી અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂ યોર્ક (Federal Reserve Bank of  New York, USA) ના બોર્ડના સભ્ય છે તેમ જ ન્યૂ યોર્કના લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટસ સાથે પણ સંલગ્ન છે. તાજેતરમાં ઇન્દ્રા નૂયી અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર-વાણિજ્યની સંસ્થા US – India Business Council ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમાયા છે. * *

* અમેરિકાની કંપની એઓએલ (AOL) દ્વારા ભારતમાં તેનું ઇન્ટરનેટ પોર્ટલ શરૂ થયાને આઠેક મહિના થયા છે.

એઓએલ કંપની અને અમેરિકન જાયન્ટ કંપની ટાઇમ-વોર્નર (Time-Warner) સાથેનું ઐતિહાસિક જોડાણ (Merger/ Acquition) 2001માં થયું હતું. ભારતમાં એઓએલ દ્વારા હિંદી તથા તમિલ ભાષાઓમાં પણ સેવા ઉપલબ્ધ છે. *  *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  **

* *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  ** *  **  *   *  **  

અનન્યા/071222/દેશ-દુનિયા

.

અનન્યા/071222/દેશ-દુનિયા

.

* આઇઆઇએમ અમદાવાદ IIM-A (Indian Institute of Management, Ahmedabad)ની ખ્યાતિ વિશ્વભરમાં વિસ્તરતી જાય છે. શ્રી બકુલ ધોળકિયા નિવૃત્ત થયા પછી આઇઆઇએમ અમદાવાદના ડાયરેક્ટર પદે સિનિયર ફેકલ્ટી મેમ્બર શ્રી સમીર કુમાર બરૂઆ નિયુક્ત થયા છે. *

* કોલકતા (કલકત્તા) ની ઝેનાઇટિસ (Xenitis) કંપનીએ પાંચેક વર્ષ પહેલાં માત્ર દસ હજાર રૂપિયાની કિંમતમાં કોમ્પ્યુટર (બંગાળી ભાષામાં ‘આમાર કોમ્પ્યુટર’ ) મૂકવાની જાહેરાત કરી માર્કેટમાં ખળભળાટ કરી મૂક્યો હતો. હવે આ જ કંપની ઝેનાઇટિસ (Xenitis) માત્ર વીસ હજાર રૂપિયામાં ટુ-વ્હીલર – તે ય મોટર બાઇક ! – મૂકી રહી છે!! *
* થમ્સ અપ તથા ગોલ્ડ સ્પોટ જેવાં ઠંડા પીણાંઓથી કોકા કોલા અને પેપ્સી જેવી કંપનીઓને હંફાવનાર ભારતીય કંપની પાર્લે (મુંબઈ) ના નામથી “અનન્યા”ના વાચકો સુપરિચિત છે.

ભારતમાં ઠંડા પીણાં – એરેટેડ કોલ્ડ ડ્રીંક્સ- માર્કેટમાં પ્રખ્યાત કંપની પાર્લે (મુંબઈ) ‘બિસ્લેરી’ બ્રાન્ડ સાથે બોટલ્ડ વોટરના માર્કેટમાં પણ અગ્રેસર છે. બિસ્લેરી બ્રાન્ડ ભારતના બોટલ્ડ વોટરના માર્કેટમાં 60% જેટલો માર્કેટ શેર ધરાવે છે (બિસ્લેરી 1000+ કરોડની પ્રોડક્ટ છે). ભારતમાં પાર્લેની બિસ્લેરીને પેપ્સીની એક્વા ફીના તેમજ કોકાકોલાની કિન્લે બ્રાન્ડ સાથે સ્પર્ધા છે. હવે પાર્લેની બિસ્લેરી બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ લોંચ કરાશે. * * અનન્યા/071222/દેશ-દુનિયા/હરીશદવે *
* ટ્રાવેલ-ટુરિઝમ-એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં “ટાઇમ આઉટ” (Time Out) મેગેઝિન સારું નામ ધરાવે છે. યુએસએ, યુકે સહિત દુનિયાના 18 દેશોમાં તે 21 પ્રમુખ શહેરોમાંથી પ્રકાશિત થાય છે. ભારતમાં ટાઇમ આઉટ મેગેઝિન મુંબઈ અને દિલ્હી શહેરોમાંથી પ્રસિદ્ધ થાય છે. નજીકના ભવિષ્યમાં આ મેગેઝિનની બેંગલોર, ચેન્નાઈ, કોલકતા, હૈદરાબાદ વગેરે આવૃત્તિઓ પણ પ્રગટ થશે. ભારતમાં “ટાઇમ આઉટ” મેગેઝિનના પ્રકાશન સાથે એસ્સાર (Essar Group) ગ્રુપના શશી રૂઈઆના પુત્રીની કંપની સંકળાયેલ છે. *
* ઇન્ટરનેટ તથા કોમ્પ્યુટરના અમર્યાદ વ્યાપ સાથે પરિણામલક્ષી ઇન્ટરનેટ સર્ચ માટે સર્ચ એંજિન  અનિવાર્ય બને  છે. આજે ઇન્ટરનેટ પર ઢગલાબંધ સર્ચ એંજિનો (Search engines) ઊભરાયાં છે.

તેમાં  ગુગલ (Google), યાહુ (Yahoo) અને માઇક્રોસોફ્ટ (Microsoft) કંપનીનાં નામ ઇન્ટરનેટ સર્ચમાં મોખરે છે. તેમાંયે ગુગલ તો ઇન્ટરનેટ સર્ચમાં 60% હિસ્સા સાથે અવ્વલ સ્થાન ભોગવે છે, જ્યારે યાહુ 14% તથા માઇક્રોસોફ્ટ 4% હિસ્સો ધરાવે છે. * અનન્યા/071222/દેશ-દુનિયા/હરીશદવે * *
* * **  **

અનન્યા/071201/દેશ-દુનિયા

.

અનન્યા/071201/દેશ-દુનિયા:

.

* * * ભારતમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રે બહુરાષ્ટ્રીય (મલ્ટીનેશનલ) કંપનીઓના આગમન સાથે વીમા ઉદ્યોગ (Insurance Business) ના વિકાસમાં તેજી છે.

આઇસીઆઈસીઆઇ સાથે પ્રુડેન્શિયલ (ICICI – Prudential), બજાજ સાથે એલાયન્ઝ  (Bajaj – Allianz) વગેરે જોડાણો પછી જીવન વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધી છે.

જીવન વીમા ક્ષેત્રની અન્ય કંપનીઓમાં એસબીઆઈ લાઇફ (SBI Life), એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ (HDFC Standard Life), મેક્સ ન્યૂયોર્ક લાઇફ (Max New York Life), બિરલા સન લાઇફ (Birla Sun Life), રિલાયન્સ  લાઇફ  (Reliance Life) વગેરેનો સમાવેશ થાય છે. * *   અનન્યા/071201/દેશ-દુનિયા/હરીશ દવે

* * અનિલ અંબાણીના  ADAG (Anil Dhirubhai Ambani Group) ની કંપની RCOM  (રિલાયન્સ કોમ્યુનિકેશન્સ) વિસ્તરણ કરી રહી છે. અહેવાલો મુજબ દેશ તથા વિદેશમાં પણ R-COM મોટા પાયે સેવાઓ વિકસાવી રહી છે.

ADAG ગ્રુપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપની દરિયામાં સબમરીન (Under water) કેબલ નેટવર્ક વડે ભારતને દુનિયાના 60 મોટા દેશો સાથે સાંકળી લેશે. અમેરિકામાં ટેલિકોમ્યુનિકેશન્સ ક્ષેત્રે RCOM ના પ્લાન્સ જાણીતા છે. ભારતમાં RCOM 10,000 શહેરી વિસ્તારો – Towns –  અને 3,00,000 ગામડાંઓને પોતાની સેવામાં આવરી લેશે. *

*  અન્ય ભારતીય મોબાઇલ ફોન કંપનીઓની માફક ભારતી એરટેલ (Bharti Airtel)   ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓનું વિસ્તરણ કરી રહી છે. નવ હજાર કરોડથી પણ વધુ રકમનું જંગી રોકાણ કરી એરટેલ 5000થી વધુ ટાઉન્સ તેમજ 5,00,000થી વધુ ગામડાઓ સુધી પહોંચવા આયોજન કરી રહી છે. ** અનન્યા/071201/દેશ-દુનિયા/હરીશ દવે

* * મોબાઇલ ટેલિફોન પર ઇન્ટરનેટ સેવાઓમાં ગુગલ (Google, USA)  ના ભારે રસથી મોબાઇલ ટેલિફોન કંપનીઓ સતર્ક થઈ ગઈ છે. ગુગલ ઓપન એપ્લિકેશન્સ અને સર્વિસીઝ સાથે મોબાઇલ ઇન્ટરનેટ પર આવવા સજ્જ થઈ રહ્યું છે. એવી વાત પણ છે કે ગુગલ પોતાનો મોબાઇલ ફોન માર્કેટમાં મૂકે તેમજ મોબાઇલ ઓપરેટીંગ સિસ્ટમ પણ વિકસાવે. * *

* * અમેરિકાની ઝેરોક્સ કંપની (Xerox  Corporation, USA) ટેકનોલોજી ક્ષેત્રે  ઘણી પ્રગતિશીલ છે. અમેરિકા અને કેનેડા ઉપરાંત ફ્રાંસ (યુરોપ) માં પણ ઝેરોક્સ કંપનીના સંશોધન કેન્દ્રો (Reasearch Centres) છે. આ રીસર્ચ સેન્ટર્સમાં  નવી પ્રોડક્ટ કે નવા પાર્ટસ કે પ્રોસેસ પર સંશોધનો થતાં રહે છે. છેલ્લા પાંચ વર્ષોમાં ઝેરોક્સ કંપનીએ 50,000થી પણ વધારે પેટંટ્સ મેળવ્યા છે. થોડા સમય અગાઉ ઝેરોક્સ કંપનીએ રી-યુઝેબલ પેપર (Reusable paper  અથવા Self-erasing paper)  ની શોધની જાહેરાત કરી ખલબલી મચાવી દીધી! આ ખાસ પ્રકારના પેપર પર અલ્ટ્રા-વાયોલેટ લાઈટના ઉપયોગથી મળતી પ્રિન્ટ માત્ર એક દિવસ સુધી ટકે છે. ચોવીસ કલાકે તે પ્રિંટ અદ્રશ્ય થતાં પેપર ફરી બીજા ઉપયોગમાં લઈ શકાય છે. * *

* * અમેરિકામાં ફાસ્ટ ફૂડ માર્કેટમાં મેકડોનાલ્ડના બિગ મેકથી જાણીતા  ટ્રીપલ-ડેકર-બર્ગર ની લોકપ્રિયતા આજે ય નવાઈ પડે તેવી છે. અમેરિકામાં એક વર્ષમાં  મેકડોનાલ્ડના લગભગ 55 કરોડ બિગ મેક બર્ગર વેચાય છે. * * અનન્યા/071201/દેશ-દુનિયા / હરીશ દવે * *

*  *  * *

અનન્યા/071124/દેશ-દુનિયા :

.
* બેંગ્લોરની ટાઇટન કંપની (Titan Industries, Bangalore) ટાટા ગ્રુપ ઓફ કંપનીઝની ઘટક કંપની છે. ટાઇટનનું નામ લેતાં જ ટાઇટન રીસ્ટ વોચીઝનો ખ્યાલ આવે. પરંતુ ટાઇટન કંપની હાલ વોચ ઉપરાંત લાઇફ-સ્ટાઇલ પ્રોડક્ટસમાં જંપલાવી ચૂકી છે.

ટાઇટનની ટાઇટન, સોનાટા, રાગ આદિ વોચીઝ તેમજ આભૂષણોમાં તનિષ્ક જ્વેલરી તો આપ જાણો છો. ભારતનાં શહેરોમાં ટાઇટનનાં બસોથી વધારે એક્સ્ક્લુઝિવ સ્ટોર્સ (World of Titan) છે.

હવે ટાઇટન એક અનોખા આઇ-વેર (Eyewear) બિઝનેસમાં ઝંપલાવે છે. ટાઇટનના આઇ-વેર (Eyewear) બિઝનેસમાં સન-ગ્લાસીસથી માંડીને પ્રિસ્ક્રીપ્શન આઇ-વેર (ચશ્મા)નો સમાવેશ થાય છે. ચાલો, સનગ્લાસીસ સમજ્યા, પણ ટાઇટન તો ત્રણસો રૂપિયાથી માંડીને ત્રીસ હજાર રૂપિયા સુધીનાં ચશ્મા વેચશે!!! આઇ-વેર (Eyewear) બિઝનેસ માટે ટાઇટનના Eye+ સ્ટોરમાં આપના ચશ્મા માટે 15000થી વધુ પ્રકારના ગ્લાસની પસંદગી મળશે!!! * અનન્યા/071124/હરીશ દવે *
* *  * * * *

* વર્તમાન દુનિયા સમક્ષની ગંભીર સમસ્યાઓમાં પ્રદૂષણ (Pollution) ની સમસ્યા વકરતી જઈ રહી છે.

ભારત સરકારની પ્રતિષ્ઠારૂપ સંસ્થા ઈસરો (ISRO – Indian Space Research Organization) સૌર ઉર્જાથી ચાલતાં પ્રદૂષણ રહિત વાહનો બનાવવા પ્રયત્નશીલ છે. સૌર ઉર્જા આધારિત વાહન વિકસાવવા ઈસરોએ ટાટા મોટર્સ ( Tata Motors – ટાટા ગ્રુપની ઘટક કંપની) સાથે હાથ મિલાવ્યા છે. ઈસરો તથા ટાટા મોટર્સ સાથે મળી હાઈડ્રોજનને ઈંધણ તરીકે ઉપયોગ કરતી બસ અને કાર બનાવશે. * અનન્યા/071124/હરીશ દવે *

* ભારતની હીરો હોન્ડા કંપની વિશ્વની સૌથી મોટી ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. તાજેતરમાં હીરો હોન્ડાએ બે કરોડ મોટર સાયકલના વેચાણની સિદ્ધિ મેળવી. *

* ઇન્ટરનેટના વ્યાપ સાથે ઈ-કોમર્સ વધતો ચાલ્યો છે. વિશ્વના ઉદ્યોગ-ધંધાઓ એશિયાના વિકસતા માર્કેટ પર નજર રાખી રહ્યા છે. અમેરિકા, યુરોપ અને એશિયાની મલ્ટીનેશનલ કંપનીઓ વચ્ચે એશિયન દેશોના બજારો સર કરવા સ્પર્ધા જામી છે. આ બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ઇન્ટરનેટ પર પોતાની ક્ષેત્રીય વેબ-સાઇટ્સ મહત્વપૂર્ણ બને છે. તેથી ડોમેઇન નેઇમ (Domain name)નું મહત્વ વધતું જાય છે. ઇન્ટરનેટના ક્ષેત્રે જાણીતી કંપની નેટ 4 (NET 4) દ્વારા બે વર્ષ પહેલાં “.in” ડોમેઇન (.in domain) ની શરૂઆત કરવામાં આવી હતી. હવે નેટ 4 (NET 4) દ્વારા “. એશિયા” ડોમેઇન ( .asia domain) નું રજીસ્ટ્રેશન શરૂ થયેલ છે. * * * અનન્યા/071124/હરીશ દવે * * *

.

અનન્યા/071117/પ્રથમ પૃષ્ઠ

.

આપણે ગુજરાતી ભાષાનો પ્રસાર આજે એવા સમયે કરવો છે કે જ્યારે અંગ્રેજી ભાષાની બોલબાલા છે.

આપણા ગુજરાતમાં સઘળા ટેકનીકલ કોર્સીસ અંગ્રેજી માધ્યમમાં જ ભણાવાય છે. બધા જ પ્રોફેશનલ અભ્યાસક્રમો માત્ર અંગ્રેજી માધ્યમમાં ભણાવાય છે. સમગ્ર દેશનો મોટા ભાગનો સરકારી અને અર્ધ-સરકારી વ્યવહાર અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. નાની-મોટી બધી કંપનીઓના ઇંટરવ્યુ અંગ્રેજીમાં જ લેવાય છે.

આ સંજોગોમાં ગુજરાતના નાના-મોટા શહેરોમાં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેટલું ઝંખવાઈ જાય છે!

અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી અંગ્રેજી રેફરન્સ બુક્સ તથા મેગેઝીન્સ વાંચીને અથવા ઇન્ટરનેટ પર સર્ફીંગ કરીને પોતાને તૈયાર કરી લેશે. પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી પાસે બહુ ઓછું મટીરિયલ છે. ગુજરાતીમાં ઇન્ટરનેટ સુવિધા શક્ય છતાં આપણે ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં કશું જ મૂકી શક્યા નથી.

થોડા સમયથી ગુજરાતી બ્લોગ્સના કન્ટેન્ટમાં વિવિધતા દેખાવા લાગી છે.

મને આશા છે, મારી આટલી અપીલ વાંચીને આપ પણ આપના બ્લોગ પર કાંઈક નવા પ્રકારનાં વિષયવસ્તુ પ્રસ્તુત કરશો. ગુજરાતી ભાષામાં જ્ઞાન કોષ પ્રકારનો ખજાનો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરવા કોઈક ગુજરાતી જરૂર આગળ આવશે. આપ સૌ મારી વાત સમજશો તો મને ખુશી થશે.

આપણે ગુજરાતી ઇન્ટરનેટને સમૃદ્ધ કરીશું તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તથા સામાન્ય ગુજરાતીઓની મોટી સેવા કરી શકીશું.

આવો, આપણે સૌ સાથે આ દિશામાં પ્રયત્નો કરીએ.

આપણા આજના પ્રયત્નો આવતી કાલની પેઢી માટે ગુજરાતી ઇન્ટરનેટ પર સમૃદ્ધ વિરાસત ઊભી કરશે.

ધન્યવાદ.  ** *અનન્યા/071117/હરીશદવે

. .

અનન્યા/071027/પ્રથમ પૃષ્ઠ

.

અનન્યા/071027/પ્રથમ પૃષ્ઠ

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સુવિધા ઉપલબ્ધ થઈ છે!

આપ સૌ બ્લોગર મિત્રોએ જે સેવાયજ્ઞ આદર્યો છે, તેમાં અનન્યા પણ જોડાય છે.

આજે આપણી માતૃભાષાની મહેકને ગુજરાતના જ નહીં,  દુનિયાભરના ગુજરાતીઓ સુધી પહોંચાડવાની તકો જાગી છે. જે ગુજરાતીઓ માટે અંગ્રેજી ઇન્ટરનેટ અઘરું છે, તેઓ માટે ગુજરાતી ઇન્ટરનેટ સુલભ કરીએ. 

ગરવી ગુજરાતી ભાષાની સમૃદ્ધિને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, ગ્રામ્યવિસ્તારના જિજ્ઞાસુઓ અને દેશવિદેશના ગુજરાતી ભાષાના પ્રેમીઓ સુધી પહોંચાડવાની આપણી નૈતિક જવાબદારી છે.

 અંગ્રેજીના જાણકાર અભ્યાસાર્થીઓ ઇન્ટરનેટ પર થોકબંધ માહિતી મેળવી શકે, તો ગુજરાતી માધ્યમ સાથે સંલગ્ન સૌને તે લાભ ન પહોંચી શકે? આપણે આપણા મોટા ભાગના બ્લોગ્સમાં ગુજરાતી સાહિત્યને મૂકીને ગુજરાતી ઇન્ટરનેટના શ્રીગણેશ કર્યા. આપણા બ્લોગ્સ પર કવિતા- વાર્તાનું જે મહત્વ છે, તે જ મહત્વ જ્ઞાન-વિજ્ઞાન સહિતના અન્ય ક્ષેત્રોને આપવા  વિચારીએ.

આપ બ્લોગર મિત્રોને મારી અંગત અપીલ છે. જે વિષયોનું ખેડાણ ગુજરાતી નેટ જગત પર નહીંવત છે, તેના પર આપ કાંઈક લખો. આપણે આપણા બ્લોગ પર ઓછા ખેડાયેલા કે નવા નવા વિષયો પર લખીએ.

આવા ઘણા વિષયો હશે. આપના ધ્યાન પર લાવું?

વિજ્ઞાન, ટેકનોલોજી, મેનેજમેન્ટ, સાંપ્રત સામાજીક પ્રવાહો, રાજકારણના પ્રવાહો, સ્વાસ્થ્ય, આયુર્વેદ, મેડીસીન, હેલ્થકેર, શિક્ષણ, ફિલોસોફી, સાયકોલોજી, લલિત નિબંધ, પ્રવાસવર્ણન, લલિત કલાઓ સંગીત, નૃત્ય, ચિત્રકલાથી લઈ ફોટોગ્રાફી, કારકિર્દી, વ્યક્તિત્વવિકાસ ….  આમાંથી એકાદ વિષય પર આપણે મહિનામાં એકાદ પોસ્ટ ન મૂકી શકીએ?

કેટલાક બ્લોગરમિત્રો આવા ક્ષેત્રોમાં લખી રહ્યા છે. ખુશીની વાત છે.

ગુજરાતી નેટ પર નવા આવતા બ્લોગર મિત્રોને મારી ખાસ અપીલ છે. આપ કાવ્ય-ગઝલ ઉપરાંત સાહિત્યના અન્ય ક્ષેત્રો પર પણ નજર નાખશો? મારી વાતનો અનર્થ ન કરતા. કાવ્ય-કવિતાના બ્લોગ્સ ગુજરાતી નેટની અમૃતધારા છે. તેમણે ગુજરાતી નેટમાં ચેતના ભરી છે. ગઝલ લખો, કવિ બનો; પણ ત્યાં પૂર્ણવિરામ ન મૂકો. નવીન વિષયો પર થોડું યે લખવા સજ્જ થાઓ. તે માટે આપે ખૂબ વાંચવું પડશે. વિચારવું પડશે. લખવા ખાતર કશું ન લખી નાખીએ. મૌલિક શબ્દોમાં લખીએ  ત્યારે ભાષાશુદ્ધિનો આગ્રહ રાખીએ. 

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની શોભા તથા સમૃદ્ધિની વૃદ્ધિ આપણા હાથમાં છે.

આવો, મિત્રો! બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી ભાષાને ઇન્ટરનેટ પર અક્ષરસ્વરૂપ કરીએ.

*** અનન્યા/071027/

.