.
અનન્યા/071201/આજકાલ-સામાન્યજ્ઞાન
. આજકાલ:
ભારતના પ્રિન્ટ મીડિયા (Print Media) માં સામયિકો – મેગેઝિન્સનો વિકાસ અતિ ઝડપી છે.
તેમાં બે મુદ્દાઓ ધ્યાન ખેંચે તેવા છે. એક એ કે, સામયિકોના 20 કરોડ જેટલા વાચકોમાં લગભગ અડધોઅડધ વાચકો ગ્રામ્ય વિસ્તાર (Rural area)ના છે. બીજો મુદ્દો એ કે, ભારતમાંથી અધ.. ધ.. ધ કહી શકાય તેવા 4000 અંગ્રેજી મેગેઝિન્સ પ્રકાશિત થાય છે અને તેના અધ.. ધ.. ધ કહેવાય તેવા દસ કરોડ વાચકો છે!!!
એક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ વાચક સંખ્યા (Readership) ધરાવનાર દૈનિક વર્તમાનપત્ર અંગ્રેજી વર્તમાનપત્ર “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (The Times of India) છે.
બધાં ભારતીય અઠવાડિકો (weekly)માં “ઇંડિયા ટુડે” (India Today) સૌથી વધુ વાચકો ધરાવે છે.
સૌથી વધારે રીડરશીપ ધરાવનાર માસિક (monthly) હિંદી ભાષામાં પ્રગટ થતું “ગૃહ શોભા” છે. બીજા ક્રમે અંગ્રેજી માસિક “રીડર્સ ડાયજેસ્ટ” (Readers Digest) આવે છે. *
ભારતના પ્રતિષ્ઠિત અંગ્રેજી વર્તમાન પત્ર “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” (TheTimes of India) (TOI)નું પ્રકાશન ઈ.સ. 1838માં મુંબઈમાં શરૂ થયું. તે સમયે તેનું મૂળ નામ Bombay Times and Journal of Commerce હતું અને તે સપ્તાહમાં બે વખત પ્રગટ થતું. 1850થી તે દૈનિક વર્તમાનપત્ર તરીકે પ્રકાશિત થવા લાગ્યું.
1861માં તેનું નામ “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” રાખવામાં આવ્યું. ભૂતકાળમાં અંગ્રેજી સાપ્તાહિક “ધ ઇલસ્ટ્રેટેડ વિક્લી ઓફ ઇન્ડિયા”, હિંદી સાપ્તાહિક “ધર્મયુગ”, તથા “ફિલ્મફેર”, “માધુરી” આદિ સામયિકોએ ટાઇમ્સ ગ્રુપને પ્રતિષ્ઠા અપાવી છે.
અત્યારે જૈન ગ્રુપ (વિનીત જૈન, સમીર જૈન) દ્વારા સંચાલિત ટાઇમ્સ ગ્રુપનું “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” ભારતમાં સૌથી વધારે રીડરશીપ (13 કરોડથી વધારે વાચકો) ધરાવતું દૈનિક છે.
“ધ ઇકોનોમિક ટાઇમ્સ” (The Economic Times) ભારતનું સૌથી વધારે વેચાતું અંગ્રેજી બિઝનેસ ન્યુઝપેપર છે. “નવભારત ટાઇમ્સ” આ ગ્રુપનું હિંદી દૈનિક છે.
બિઝનેસના વિસ્તૃતીકરણ (Diversification of business by the Times Group) હેઠળ ટાઇમ્સ ગ્રુપ હવે રેડિયો મિર્ચી (Radio Mirchi) ના નામથી એફ એમ રેડિયો (FM Radio) સેવા અને ટાઇમ્સ મ્યુઝિક (Times Music) નામથી સંગીત- મનોરંજન ક્ષેત્રે પણ સક્રિય છે.
ભારતીય ટેલિવિઝન ક્ષેત્રે “ટાઇમ્સ નાઉ” (Times Now) અને “ઝૂમ” (Zoom) ચેનલ્સ પણ ટાઇમ્સ ગ્રુપની છે. ટાઇમ્સ ગ્રુપે યુરોપની રોઇટર્સ (Reuters) તથા બીબીસી (BBC) જેવી માતબર સંસ્થાઓ સાથે જોઇન્ટ વેન્ચર (JV or Joint Venture) કરીને બિઝનેસમાં ઝંપલાવ્યું છે.
છેલ્લે, એક મહત્વની માહિતી એ કે ભારતના ટાઇમ્સ ઓફ ઇંડિયા ગ્રુપને ઇંગ્લેન્ડ (યુકે) ના ટાઇમ્સ (The Times, UK) અથવા અમેરિકાના કોઈ ટાઇમ્સ (દા. ત. ન્યૂયોર્ક ટાઇમ્સ) પ્રકાશન સાથે સંબંધ નથી. * * * અનન્યા/071201/આજ-કાલ / હરીશ દવે * * *
* * * * * * * * * * * *
સામાન્ય જ્ઞાન:
અગાઉ આપણે બ્રહ્માંડ , સૂર્ય અને સૂર્યમંડળનો પરિચય મેળવ્યો.
આપણી પૃથ્વી પર સાત ખંડો (Continents) આવેલા છે.
પૃથ્વી પર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ એશિયા (Asia) છે, જ્યારે સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલેશિયા કે ઓશનિયા : Australia OR Australasia OR Oceania ) છે. The seven continents on the Earth are: Asia, Africa, North America, South America, Europe, Australia and Antarctica.
નીચેના ટેબલમાં દુનિયાના સાત ખંડોના વિસ્તારની માહિતી છે:
* *
|
ખંડનું નામ |
વિસ્તાર (લાખ વર્ગ કિમી) |
1 |
એશિયા |
440
|
2 |
આફ્રિકા |
298
|
3 |
ઉત્તર અમેરિકા |
243
|
4 |
દક્ષિણ અમેરિકા |
176
|
5 |
યુરોપ |
97
|
6 |
ઓસ્ટ્રેલિયા |
77
|
7 |
એન્ટાર્ક્ટિકા |
137
|
* *
* *
* *
* *
* *
* નોંધ: ખંડના નામો, તેમના પ્રદેશો તથા એરિયાના માપ વિશે પણ મતભેદો છે. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ રશિયા છે. તેનો વિસ્તાર (171 લાખ વર્ગ કિમી) લગભગ દક્ષિણ અમેરિકા ખંડ જેટલો છે. બીજી મહત્વની વાત એ કે, એન્ટાર્ક્ટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા – આ દરેક ખંડ રશિયા કરતાં પણ ઓછો વિસ્તાર ધરાવે છે!!! * * અનન્યા/071201/આજ-કાલ / હરીશ દવે * * *
* * * * * * * *
ગુજરાતી- અંગ્રેજી ભાષા:
અગ્રેજી ભાષાના કેટલાક શબ્દોને સ્પેલ (Spell) કરવામાં વિશેષ કાળજી રાખવી પડે છે. નીચેના ટેબલમાં કેટલાક સ્પેલ કરવા માટે “ટ્રીકી” શબ્દો આપ્યાં છે. આપને આ શબ્દોનો અભ્યાસ કરવામાં રસ પડશે.
* * **
Table (A): Lower Level
explanation |
mediocre |
accommodate |
bungalow |
occasion |
receiver |
tuition |
dialogue |
collaboration |
accessory |
believe |
Occurrence |
accumulation |
immediately |
definition |
Table (B): Higher Level
hypocricy |
incidentally |
conscientious |
illiterate |
charismatic |
manoeuvre (US maneuver) |
ambiguity |
ideology |
connoisseur |
juggernaut |
deliberate |
idiosyncrasy |
calibration |
hysteria |
lieutenant |
**
વાચક મિત્રો! આપના ધ્યાનમાં આવા શબ્દો આવતા હશે. આપ સ્પેલ કરવામાં “ટ્રીકી” લાગે તેવા અન્ય અંગ્રેજી શબ્દો આપની કોમેંટમાં લખશો? ધન્યવાદ. * * * અનન્યા/071201/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે * * *
* * * * * * * *