અનન્યા/080112/દેશ-દુનિયા

*

.

અનન્યા/080112/દેશ-દુનિયા

* ભારતના ટાટા ગ્રુપ ( તાતા ગ્રુપ Tata Group ) ની કંપની તાતા મોટર્સ (ટાટા મોટર્સ Tata Motors ) દ્વારા વિશ્વની સૌથી સસ્તી મોટર કાર બજારમાં મુકાઈ છે.

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ નવી દિલ્હીમાં ઓટો એક્સ્પો શોમાં પોતાની મોટર કાર “નેનો” રજૂ કરી હતી. ટાટા મોટર્સની “નેનો” કારની કિંમત (ડીલર પ્રાઇઝ) માત્ર એક લાખ રૂપિયા છે. આ કારની લંબાઈ 3.1 મીટર, પહોળાઈ 1.5 મીટર અને ઊંચાઈ 1.6 મીટર છે. (એંજિન 624 સીસી, 33 બીએચપી) * *

* IIM-A સહિતના દેશના છ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇંસ્ટીટ્યુટસ (ઇંસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ, બેંગલોર, કોલકતા, લખનૌ, ઇન્દોર, કોઝીકોડ) માં એડમીશન માટેની લેખિત પ્રવેશ પરીક્ષા કેટ (CAT Common Admission Test) ના નામે ઓળખાય છે. 2008-09 ના વર્ષ માટેની કેટનું પરિણામ જાહેર થયું છે. કેટ આપનાર 2,30,000 ઉમેદવારોમાં સુરત (ગુજરાત)નો એન્જીનિયરિંગનો વિદ્યાર્થી સંકલ્પ મિત્તલ 99.99 થી વધુ પર્સંટાઇલ સાથે ભારતભરમાં પ્રથમ ક્રમે આવ્યો છે. * * * * અનન્યા/080112/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * નોકિયા કંપની ના મોબાઇલ સેલ ફોનની પ્રખ્યાત E સિરીઝમાં હવે ‘નોકિયા E 51’ ( Nokia E 51 ) નું ભારતમાં આગમન થયું છે. નોકિયાનો આ 3G Quad-band સેલફોન સુંદર ફીચર્સ ધરાવે છે. વાઈ-ફાઈ, બ્લ્યુ ટૂથ, 2 મેગા-પિક્સેલ કેમેરા સાથેનો આશરે 100 ગ્રામ વજનનો આ ફોન પંદરેક હજારની કિંમતનો છે. * * *

* * અમેરિકા (USA) માં આર્થિક પ્રવાહોનાં વળતાં પાણીએ વિશ્વની આર્થિક સ્થિતિને પ્રભાવિત કરી છે. અમેરિકાની માતબર ફાઇનાન્શિયલ કંપનીઓના હિસ્સા વિશ્વની અન્ય કંપનીઓ હડપ કરી શકે તે સંભવ ખરું? ન માની શકાય તેવાં માર્કેટ ડીલ થઈ રહ્યાં છે. તાજેતરમાં અમેરિકન જાયંટસ મેરિલ લિંચ (Merril Lynch) અને મોર્ગન સ્ટેન્લી (Morgan Stanley) નાં ડીલ્સ ખૂબ ચર્ચામાં આવ્યાં છે. સિંગાપુરના સોવરેઈન વેલ્થ ફંડ ટેમાસેક (Temasek) દ્વારા અમેરિકાની મેરિલ લિંચમાં 9.4 % જેટલો હિસ્સો ખરીદાયો છે, જે ડીલ ઓછામાં ઓછું 4500 મિલિયન ડોલરનું હોવાનું મનાય છે. ચીનના ચાઈના ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનું મોર્ગન સ્ટેન્લી સાથેનું ડીલ 5000 મિલિયન ડોલરનું મનાય છે. * * * * * * * અનન્યા/080112/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

અનન્યા/071103/દેશ-દુનિયા

.

અનન્યા/071103/દેશ-દુનિયા

* અમદાવાદ (ગુજરાત) નું ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટઆઈ. આઈ. એમ. (Indian Institute of Management, Ahmedabad , IIM-A)  મેનેજમેન્ટ ક્ષેત્રે વિશ્વભરમાં વિખ્યાત છે.

IIM-A ના ડાયરેક્ટરપદેથી શ્રી બકુલ ધોળકિયાએ તાજેતરમાં આઈ. આઈ. એમ.ની નીતિ અનુસાર હોદ્દો છોડ્યો. આઈ. આઈ. એમ.ના પ્રોફેસરપદે ચાલુ રહેનારા શ્રી ધોળકિયા થોડો વખત રજા પર રહી કોર્પોરેટ સેક્ટરમાં સેવા આપશે.

શ્રી બકુલ ધોળકિયા અમદાવાદના અદાણી ગૃપમાં સલાહકાર તરીકે જોડાય તેવી શક્યતા છે. અદાણી ગૃપના  મેનેજમેન્ટ એજ્યુકેશન ક્ષેત્રમાં આવવાના પ્લાન્સ જાણીતા છે. અદાણી ગૃપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ સ્થાપવા પ્રયત્નશીલ છે.

ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટની તકો છે.  ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવતા પાંચ વર્ષમાં નીચે પ્રમાણે જંગી મૂડીરોકાણની શક્યતા છે:

રોડ-માર્ગ-પરિવહન વિકાસ 50 બિલિયન ડોલર;

એરપોર્ટ- એવિયેશન વિકાસ અર્થે 9 બિલિયન ડોલર;

બંદર-પોર્ટ વિકાસ ક્ષેત્રે 12 બિલિયન ડોલર. ** અનન્યા/071103/

*  ભારતમાં રીટેલ માર્કેટ (Organized retail Market) તેજ ગતિથી વિકસી રહ્યું છે.

પેન્ટેલુન્સ તથા બિગ બાઝાર માં સફળતા મેળવી શ્રી કિશોર બિયાનીએ ફ્યુચર ગૃપ (Future Group) ની સ્થાપના કરી.  શ્રી કિશોર બિયાનીની સફળતા સાથે દેશવિદેશના કોર્પોરેટ હાઉસીસની નજર ભારતના રીટેલ માર્કેટ પર હતી જ. ભારતી-વોલમાર્ટ, રીલાયંસ અને આદિત્ય બિરલા ગૃપ (Chain of  More ) પછી હવે ઓટોમોબાઇલ ઉત્પાદક મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર પણ રીટેલ બિઝનેસમાં ઝંપલાવે છે. જોકે મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર સ્પેશ્યાલ્ટી રીટેલિંગ (Specialty retailing) ના હેતુથી માત્ર રમકડાં –  કિડ્ઝ માટે ટોયઝ તથા તૈયાર પોષાક પર ધ્યાન કેન્દ્રિત કરશે. ** અનન્યા/071103

નેટવર્કીંગ ક્ષેત્રે વિશ્વની જાયંટ કંપની  સિસ્કો   ( CISCO) એશિયાના વિકસતા આઈટી માર્કેટમાં ભારે રસ લઈ રહી છે. સિસ્કો ભારતમાં તેની પ્રવૃત્તિઓ વિસ્તારી રહી છે. સિસ્કોએ ભારતીય કંપની વિપ્રો સાથે કેટલાક ક્ષેત્રમાં સહયોગ માટે વાટાઘાટો કરેલ છે. ભારત માટે મહત્વની વાત એ છે કે સિસ્કોના ટોચના સર્વોચ્ચ હોદ્દેદારો પૈકી 20% એક્ઝીક્યુટીવ્ઝ ભારતમાં રહેશે. સિસ્કોએ ચીનમાં પણ 15 બિલિયન ડોલરથી વધારે રોકાણ કરવાનો નિર્ધાર કર્યો છે. 

* આર્જેન્ટિના (Argentina)માં પ્રથમ વખત પ્રમુખપદે એક મહિલાની વરણી થઈ છે. શ્રીમતી ક્રિસ્ટીના ફર્નાન્ડીઝ આર્જેન્ટિનાના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે. આર્જેન્ટિનામાં વારંવારના સત્તાપલટાઓએ ચિંતાજનક  રાજકીય અસ્થિરતા સર્જી છે.

વિસ્તારની દ્રષ્ટિએ આર્જેન્ટિના દક્ષિણ અમેરિકાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ (પ્રથમ નંબર બ્રાઝિલ)  છે.

આર્જેન્ટિનાની રાજધાની બ્યુએનોસ ઍર્સ  (Buenos Aires) છે. આર્જેન્ટિનાનું ચલણ પેસો ( Peso) છે. ચારેક કરોડની વસ્તી ધરાવનાર આર્જેન્ટિનામાં સોકર-ફૂટબોલની રમત લોકપ્રિય છે. ** નન્યા/071103/

.