.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)
.
આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ 1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.
સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે સ્ટારના ભાગીદારો સજ્જ હતાતેમણે પોતાની પ્રથમ ફિલ્મ માટે તે મૂંગી ફિલ્મોના જમાનામાં અધ…ધ….ધ કહેવાય તેવું એક લાખ રૂપિયાનું બજેટ રાખ્યું.
વાર્તાકાર મોહનલાલ દવેને રસભરી સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું સોંપ્યું.
ફિલ્મનું દિગ્દર્શન મણિલાલ જોશી નામના ગુજરાતીને સોંપ્યું. “અનન્યા”ના મારા મિત્રો! ઈરાની-દવેએ ફિલ્મ માટે કલાકારો પસંદ કરવામાં પણ કસર ન છોડી. ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે મદનરાય વકીલ નામના જાણીતા ગુજરાતી કલાકારની વરણી થઈ. દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે સચીન સ્ટેટના નવાબી કુટુંબનાં ફાતિમા બેગમ (ફાતમા બેગમ)ની સુભદ્રાના પાત્રમાં અને તેમનાં પુત્રી સુલતાનાની ઉત્તરાના પાત્રમાં પસંદગી થઈ. ફિલ્મમાં અભિમન્યુનું મુખ્ય પાત્ર ફિલ્મ ડાયરેકટર મણિલાલ જોશીએ સ્વયં ભજવ્યું હતું.
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે પૌરાણિક કથાની ભવ્યતાને પડદા પર દર્શાવવા ઇચ્છતા હતા. મને યાદ છે, મિત્રો! તેમણે સેંકડોની સંખ્યામાં એક્સટ્રા કલાકારો એકત્ર કર્યા હતા. એક અંદાજ પ્રમાણે ‘વીર અભિમન્યુ’માં પાંચ હજાર એક્સટ્રા કલાકારો હતા.
‘વીર અભિમન્યુ’ ફિલ્મથી અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’નું નામ ગાજવા લાગ્યું.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 33) * * અનન્યા/080614/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
* * * * * * * * **
આવી માહિતી વાંચવી ખૂબ ગમે.