અનન્યા/080202/ગુજરાતી નેટ જગત

.
*
અનન્યા/080202/ગુજરાતી નેટ જગત

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાનો વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. છેલ્લા થોડા મહિનાઓમાં ગુજરાતી નેટ જગત હરણફાળ ભરી દોડી રહ્યું છે. ગુજરાતી ભાષાના બ્લોગ સંચાલકો અનોખી સૂઝબૂઝ દાખવી અવનવા પ્રયોગો પણ કરતા રહ્યા છે. ગુજરાતી બ્લોગ જગતના મારા મિત્રોના પ્રયત્નો પર મને ગર્વ થય છે.

મિત્રો! આપ સૌને અભિનંદન!

આજે સુશ્રી ઊર્મિબહેનના “ગાગરમાં સાગર” બ્લોગની વાત કરીએ.

ઊર્મિબહેને 26 જાન્યુઆરીની પોસ્ટમાં ‘તાપીસ્તોત્ર’ સાથે દક્ષિણ ગુજરાતનાં તળપદી લોકગીતો મૂક્યાં છે. જે રીતે ‘નર્મદાષ્ટકમ્’ નું મહત્વ છે, તે જ રીતે તાપીમાતાના ‘તાપીસ્તોત્ર’નું આગવું મહત્વ છે. અહીં તે ગુજરાતી ઇંટરનેટ પર પ્રથમ વખત સંગીતમય રૂપે પ્રસ્તુત છે.

દક્ષિણ ગુજરાતનાં અંતરિયાળ પ્રદેશોની લોકબોલી સુગમ ન હોય, તો પણ લોકગીતોની મહેક માણવા જેવી છે. ઊર્મિબહેનનો આ પ્રયત્ન અભિનંદનને પાત્ર છે.

આ પોસ્ટ પર શ્રી રાજેન્દ્ર હેમુ ગઢવી (ડેપ્યુટી કલેકટર, પ્રોટૉકોલ સુરત)નું નામ વાંચ્યું. કોઈ વાચક મિત્ર જણાવી શકે કે રાજેન્દ્રભાઈનો સંબંધ લોકગાયક હેમુ ગઢવી સાથે હશે? સ્વ. હેમુ ગઢવીની રચનાઓ કયા બ્લોગ પર સ્થાન પામી છે તે કોઈ વાચક મને જણાવી શકશે?

ઊર્મિબહેન! ફરી એક વાર, અભિનંદન! 

* * * અનન્યા/080202/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * * ** **.

Advertisements

3 thoughts on “અનન્યા/080202/ગુજરાતી નેટ જગત

  1. આભાર હરીશકાકા… આ પોસ્ટ ખાસ મેહુલ સુરતીને લીધે જ શક્ય બની છે. એ તાપીસ્તોત્ર અને તળપદા લોકગીતોની લિંક આ રહી… http://urmisaagar.com/saagar/?p=498

    અને કાકા, મને લાગે છે કે આ સ્વ. શ્રી હેમુ ગઢવી વિશે કદાચ અમિતને વધુ ખબર હશે અથવા ખબર કાઢી શકશે… કદાચ!
    http://amitpisavadiya.wordpress.com/2006/08/20/hemu-gadhavi/

  2. આપની કોમેંટ દ્વારા વાચકો સમક્ષ મહત્વની માહિતી મૂકાઇ. ધન્યવાદ, ઊર્મિબહેન! ઇંટરનેટના આ લાભને આપણે હજી વિશેષ ઉપયોગી બનાવતા રહીએ.

    … .. હરીશ દવે અમદાવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s