.
*
અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન
ભારત વિશ્વના નકશા પર સામર્થ્યવાન રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે.
આર્થિક ક્ષેત્રે અમેરિકા ( USA) અને યુરોપ (Europe) ના દેશો સહિત દુનિયાના તમામ રાષ્ટ્રો હવે ભારત પર મીટ માંડતા થયા છે.
આ સાથે જ રાષ્ટ્રની સુરક્ષા ભારત સરકાર માટે વિશેષ મહત્વની બની રહી છે. છેલ્લા થોડાં વર્ષોમાં દેશની સરકારોએ સંરક્ષણ ક્ષેત્રે (Defence sector) સજાગતા દાખવી છે.
છેલ્લાં પાંચેક વર્ષોમાં દેશના સંરક્ષણ ખર્ચ (Defence Expenditure)માં લગભગ 50% નો વધારો થયો છે. પાંચ વર્ષ પહેલાં સંરક્ષણ ક્ષેત્રે ભારત સરકારનો ખર્ચ આશરે રૂપિયા 65,000 કરોડ હતો તે ચાલુ વર્ષમાં રૂપિયા 96,000 કરોડને વટાવી જાય તેવી શક્યતા છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં ભારત સરકારની સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ નોંધપાત્ર છે.
તેમાં અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર વોરશીપ ‘વિક્રમાદિત્ય’ (મૂળ નામ એડમિરલ ગોર્શકોવ વોરશીપ, Admiral Gorshkov aircraft carrier warship) ની ખરીદીનો સમાવેશ થાય છે. ‘વિક્રમાદિત્ય’ વોરશીપ તેમજ તેના માટે 16 નેવલ એરક્રાફ્ટ મિગ વિમાનો, નૌકાદળ (Indian Navy) માટે છ સ્કોર્પિન (Scorpene) સબમરીન તથા 3 ફાલ્કન એવોક સિસ્ટમ્સ (AWACs Airborne Warning And Command Systems) ની ખરીદી પાછળ ભારત સરકારે નવથી દસ બિલિયન ડોલર જેટલી જંગી રકમ ખચી હોવાનો અંદાજ છે.
ગયા વર્ષે ઇન્ડિયન આર્મી (Indian Army) અને ઇન્ડિયન એરફોર્સ (Indian Airforce) માટે હેલિકોપ્ટર્સ તથા એરક્રાફ્ટ્સ પણ ખરીદવામાં આવ્યાં છે.
ભારત સરકાર આવતા પાંચ વર્ષમાં લશ્કરી દળોને સુસજ્જ કરવા લગભગ 45 બિલિયન ડોલરનો શસ્ત્રસરંજામ ખરીદશે તેવું આયોજન છે.
* * ** * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
** ** *
સામાન્ય જ્ઞાન:
* અમેરિકા (USA) અને રશિયા (USSR)ના અવકાશ સંશોધનના પ્રયાસો વિશે આપે “અનન્યા”ના આગળના અંકોમાં વાંચ્યું. તેમાં આપે અવકાશયાત્રાઓ તેમજ માનવીના ચંદ્ર પર ઉતરાણની વાતો પણ જાણી.
બ્રહ્માંડ (the Universe)ની અને સૂર્યમંડળ ( the Solar System)ના અન્ય ગ્રહોની જાણકારી મેળવવા અમેરિકાએ મરિનર (Mariner), પાયોનિયર (Pioneer), વાઇકિંગ (Viking), વોયેજર (Voyager) વગેરે તથા રશિયાએ વેનેરા (Venera), માર્સ (Mars ) આદિ સ્પેસક્રાફ્ટ્સ છોડ્યાં છે.
અમેરિકામાં અવકાશસંશોધન સંસ્થા નાસા (NASA National Aeronautics and Space Administration ) એ સૂર્યમંડળ અને તેને પાર અવકાશની માહિતી માટે સ્પેસ મિશન આયોજિત કર્યાં.
તે પૈકી કેટલાક નોંધનીય મિશન પર ઊડતી નજર નાખીશું?
મંગળ (Mars) ના ગ્રહને પ્રદક્ષિણા કરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મરિનર 9’ (Mariner 9 ) હતું. તેને મે 30, 1971ના રોજ છોડવામાં આવ્યું હતું. તેણે નવેમ્બર 13, 1971ના રોજ મંગળના ગ્રહને પ્રથમ પ્રદક્ષિણા કરી.
મંગળના ગ્રહ પર સફળ ઉતરાણ કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાન ‘વાઇકિંગ 1’ ને અમેરિકાએ ઓગસ્ટ 20, 1975ના રોજ છોડ્યું હતું. અમેરિકાનું આ અવકાશયાન વાઇકિંગ 1 લેંડર (Viking 1 Lander) મંગળ પર જુલાઇ 20, 1976ના રોજ ઊતર્યું હતું.
અમેરિકાએ માર્ચ 2, 1972ના રોજ છોડેલ અવકાશયાન ‘પાયોનિયર 10’ ગુરુ (Jupiter) ના ગ્રહ પાસેથી ડિસેમ્બર 4, 1973ના દિને પસાર થયું.
આ અમેરિકન સ્પેસક્રાફ્ટ ‘પાયોનિયર 10’ જૂન 13, 1983 ના રોજ સૂર્યના ગ્રહમંડળ (the Solar System) ની પાર અવકાશમાં જનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન બન્યું.
બ્રહ્માંડની અજાણી યાત્રાએ આગળ ધપેલ ‘પાયોનિયર 10’ મિશનનો સત્તાવાર અંત માર્ચ 31, 1997ના રોજ આવ્યો. આમ છતાં છેલ્લે 2002-2003 સુધી અવારનવાર તેના થોડા વિક સિગ્નલ્સ મળ્યા ખરા.
શુક્ર (Venus) પર સફળતાપૂર્વક ઉતરનાર રશિયન અવકાશયાન ‘વેનેરા 7’ હતું જેણે ડિસેમ્બર 15, 1970ના શુક્ર પર ઉતરાણ કર્યું. કમનસીબે ઉતરાણ પછી માત્ર 23 મિનિટમાં વેનેરા મિશન નિષ્ફળ ગયું.
શુક્ર પર ઉતરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મેગેલન’ હતું. મે 4, 1989 ના રોજ લોંચ થયેલ અમેરિકન અવકાશયાન ‘મેગેલન’ ઓગસ્ટ 10, 1990ના રોજ શુક્ર પર ઉતર્યું હતું. * * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
ગુજરાતી-અંગ્રેજી
અંગ્રેજી ભાષામાં કેટલાક વિરોધી શબ્દો બનાવવા પૂર્વગ (Prefix) in નો ઉપયોગ થાય છે જ્યારે કેટલાક માટે પૂર્વગ im નો ઉપયોગ થાય છે. એક સાદો નિયમ યાદ રાખવો. જે શબ્દ અંગ્રેજી આલ્ફાબેટ b, m અથવા p થી શરૂ થતા હોય તેમના વિરોધી શબ્દ માટે પૂર્વગ im નો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે –
Balance – Imbalance , Mature – Immature, Possible – Impossible
પરંતુ Ability – Inability, Visible – Invisible
*
* * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
પિંગબેક: સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર – મધુસંચય
પિંગબેક: અનામિકાને પત્ર: 1702-2 – અનામિકા
પિંગબેક: અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન | અનન્યા . Ananyaa
પિંગબેક: અમેરિકાની સિસ્ટમ જીપીએસ અને ઇસરોની આઇઆરએનએસએસ નેવિક સિસ્ટમ – મધુસંચય
પિંગબેક: હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વોયેજર 2ના પ્રવાસનો આરંભ – મધુસંચય
પિંગબેક: ભારતનાં ચંદ્રયાન મિશનો અને વિશ્વમાં અવકાશ સંશોધનનાં અન્ય મિશનો – મધુસંચય