અનન્યા/080119/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080119/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 12)

હું આપને મૂંગી ફિલ્મો – સાયલેન્ટ મુવિઝ – ની વાત કરી રહ્યો છું. હિંદુસ્તાનમાં 1931માં અરદેશર ઈરાનીની “આલમઆરા”થી બોલતી ફિલ્મ – ટૉકી ફિલ્મ્સ – નો આરંભ થયો.

તે પછી પણ બેએક વર્ષ સુધી નાની-મોટી મૂંગી ફિલ્મો બનતી રહી.

ભારતમાં 1913થી 1931 સુધીમાં આશરે 1050 તથા તે પછીના સમયમાં આશરે 200 મૂંગી ફિલ્મો બની હશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગની લગભગ 1250 મૂંગી ફિલ્મોનો અંદાજ મૂકવામાં આવે છે.

તોરણેદાદા “પુંડલિક” પછી ફિલ્મલાઈનમાં ઝાઝો પ્રભાવ દાખવી ન શક્યા, પણ ફાલકેદાદાએ તંત ન મૂક્યો. તોરણેદાદા ગુમનામીમાં પાછળ ધકેલાઈ ગયા તે એક કરૂણતા. ફાલકેદાદા ફિલ્મઉદ્યોગ ફૂલે-ફાલે તે માટે દિલોજાનથી પ્રયત્નો કરતા રહ્યા. “અનન્યા”ના વાચકમિત્રો ! આપ જાણો છો કે 1931ના ટૉકિઝ ફિલ્મ્સના નવીન દોર પછી પણ ફાલકેદાદા ફિલ્મ બનાવતા રહ્યા? તેમણે બોલતી ફિલ્મો પણ બનાવી.

ફાલકેદાદાએ 1931માં ‘સેતુબંધ’થી લઈને 1937માં ‘ગંગાવતરણ’ સુધી જૂજ બોલતી ફિલ્મો બનાવી. ભારતીય સિનેમા ઉદ્યોગને પ્રગતિના પંથે તેજ કદમ ભરતો કરી દાદાસાહેબ ફાલકે ફેબુઆરી 16, 1944ના રોજ સ્વર્ગે સિધાવ્યા.

ભારતના ફિલ્મ ઉદ્યોગના ભવ્ય ઈતિહાસમાં દાદાસાહેબ ફાલકેનું અનોખું સ્થાન છે.

પ્રિય વાચકો! “અનન્યા” પર હું મારી જ કથા પર નજર નાખું છું, ત્યારે મને કેટલાંક દ્રશ્યો તરવરવા લાગે છે.

જુઓ મારી આંખોમાં! હિંદુસ્તાની ફિલ્મી કસબીઓના મેળામાં આપને કેટલાય ગુજરાતી ચહેરા નજરે પડશે. પણ રે! ગુજરાત તેમને કેવું સહજતાથી (!) ભૂલી ગયું છે! ઘણા ચહેરા આપ ઓળખી પણ નહીં શકો!

ગુજરાતીઓએ તેમની નામમાત્રની યાદ પણ રાખી નથી! હા, આ મારી ફરિયાદ છે! પણ છોડો! સમયની બલિહારી છે! ચાલો, આવા કેટલાક અમર કસબીઓથી આપને પરિચિત કરાવું. * * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 12) * * અનન્યા/080119/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s