અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

*

.

અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

અનન્યાના ગયા અંકમાં (અનન્યા/071222/ગુજરાતી નેટ જગત) એક જ નામે શરૂ કરાતા અનેક બ્લોગ્સની માહિતી આવી ગઈ. તે સંદર્ભમાં ડો. ધવલભાઈ શાહ, ડો. વિવેકભાઈ ટેલર, શ્રી જય ભટ્ટ સહિત કેટલાક મિત્રોએ કોમેંટ/ઈ-મેઇલ દ્વારા રસપ્રદ પ્રતિભાવો આપ્યાછે. વર્ડપ્રેસ પર આવી  સાઇટ્સ જલદી નજરે ચડતી નથી, ક્યારેક જ નજરે ચડે છે તે એક નોંધનીય બાબત છે.

એક મિત્ર મને લખે છે કે કદાચ ભૂલથી કોઈ બ્લોગર મિત્રે પોતાના બ્લોગને આ નામ આપી દીધા હોય તો? આવી શક્યતા ખરી. પરંતુ ભૂલ થઈ જાય તો એક દિવસમાં સુધારી શકાય. ગુજરાતી નેટ જગતના વિકાસના તબક્કાથી  લયસ્તરો અને મધુસંચય એટલા જાણીતા બ્લોગ્સ છે કે અન્ય કોઇ નવા બ્લોગર મિત્ર ક્યારે ય પણ તે નામ પોતાના બ્લોગને આપવાની ભૂલ કે ચેષ્ટા ન કરે.

કન્ટેન્ટની કોપી ન થઈ હોય, ભલે, પણ ગુગલ સર્ચ પર વાચક ઓરીજીનલ મધુસંચય બ્લોગને બદલે કોઈ ભળતી, વણચાહી મધુસંચય સાઇટ પર પહોંચી જાય, તે કેવી દુઃખદ બાબત! સમયનો વ્યય જ ને?

મને થયેલા દુખદ અનુભવ પછી હવે બાકીના બ્લોગર મિત્રોને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કેટલાક સોનેરી સૂચનો કરું છું. બીજા જાણકાર મિત્રો તેમાં ઉમેરો કરતા રહે તો ભવિષ્યના બ્લોગર્સને બહુ લાભ થશે.

ધારો કે એક નવા બ્લોગર મિત્ર (કાલ્પનિક) અશોક શાહને પોતાના નવા ત્રણ બ્લોગ્સ શરૂ કરવા ઇચ્છા છે. તો કયા પ્રકારનાં નામ અને URL પસંદ કરવા?  જો શક્ય હોય તો  ત્રણ ચાર શબ્દોનું નામ રાખવું. શબ્દો છે શ્વાસ મારા, કસુંબલ રંગનો વૈભવ કે સ્પંદનનાં ઝરણાં જેવાં નામોની કોપી થવાની શક્યતા સહેજ ઓછી ખરી.

તેમનાં યુઆરએલ અશોકશાહ.વર્ડપ્રેસ.કોમ, શાહઅશોક.વર્ડપ્રેસ.કોમ તથા અશોક.વર્ડપ્રેસ.કોમ રાખવા ઇચ્છનીય છે. હવે જો બ્લોગ્સનાં નાનાં નામ રાખવા હોય …

ધારો કે તેમનાં બ્લોગ્સનાં નામ કલાકાર, આકાશ તથા  સુનયના રાખવા છે. તો તે બ્લોગ્સનાં યુઆરએલ અનુક્રમે કલાકાર.વર્ડપ્રેસ.કોમ, આકાશ.વર્ડપ્રેસ..કોમ તથા સુનયના.વર્ડપ્રેસ.કોમ ઇચ્છનીય છે. આ સાથે જ તેમણે ડમી બ્લોગ્સ બનાવી તેમનાં યુઆરએલ અશોકશાહ.વર્ડપ્રેસ.કોમ, શાહઅશોક.વર્ડપ્રેસ.કોમ તથા અશોક.વર્ડપ્રેસ.કોમ વગેરે પોતાના નામે કરી લેવા જોઈએ.

એક અન્ય મહત્વની વાત. આ જ નામનાં બ્લોગ્સ અને સંબંધિત તમામ શક્ય યુઆરએલ તેમણે બ્લોગસ્પોટ (તથા અન્ય પોર્ટલ) પર પણ હસ્તગત કરવા.(કોર્પોરેટ હાઉસ આમ જ તો કરતાં હોય છે!) કોઈ કહેશે કે આ સૂચન એથિકલ નથી. નૈતિક દ્રષ્ટિએ યોગ્ય નથી. પરંતુ સર્ચ એંજિનમાં ટોપ રિઝલ્ટ્સ આપતાં નામોના દુરૂપયોગ જોયા પછી હું આપ સૌને આ સલાહ આપું છું.

મારાં સૂચનો બીજાની સર્જનશીલતાને ઠેસ મારે તેટલાં અનૈતિક તો નથી જ.

લયસ્તરો, મધુસંચય, અનન્યા, અનામિકા, … હવે કોનો વારો?

વિચારજો.

આપ આપના વિચારો વ્યક્ત કરશો. આપના બે શબ્દો ગુજરાતી નેટ જગતને ઝકઝોરી શકશે.

મિત્રો! સજ્જનોની ખામોશી અને નિષ્ક્રિયતા દુઃખદ પરિણામો લાવે છે તે ન ભૂલીએ. આપના પ્રતિભાવની અપેક્ષા રાખી શકું?

* * * અનન્યા/071229/ગુજરાતી નેટ જગત/હરીશદવે * * ** *  **  *   *  **

Advertisements

One thought on “અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

  1. આપની વાત સાચી છે સજ્જનોની ખામોશી અને નિષ્ક્રિયતા હંમેશા દુ:ખદ પરીણામો જ લાવે છે, આ તબ્બકે બધા બ્લોગર મિત્રોએ સાથે મળીને કામ કરવું જોઈએ, હુંસાતુંસી ના પરીણામો હંમેશા માઠા જ આવ્યા છે.

    એક એવું સુચન પણ કરી શકાય કે ગુજરાતી બ્લોગર્સનું એક એશોસીએશન બનાવીને તેમાં ત્રણ-ચાર આઈટી નાં નિષ્ણાંતોની નીમણુક કરવી, જેઓ આવી બાબતો પર ધ્યાન આપે તેમજ નોન-ટેકનીકલ બ્લોગર મિત્રોને મદદ કરે. જ્યારે એશોસીએશનના પ્રમુખ બ્લોગર્સ અગત્યના નિર્ણયો આપે અને ગુજરાતી બ્લોગ જગત પર નિયંત્રણ રાખે અથવા તો એશોસીએશનમાં ભળેલા બ્લોગર્સ પર આચારસંહીતા રાખી શકે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s