અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

*
અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતના બ્લોગ્સના નામોથી છેતરાવાનો વખત આવી ગયો છે!

આપણા મિત્રો પાસે બ્લોગનાં “નામ ખૂટી જવાથી (!)” હવે ગુજરાતી ઇંટરનેટ પર આપને એક જ નામનાં અનેક બ્લોગ્સ જોવા મળશે ! ! !

હવે આપને એક નહીં, બે-પાંચ “લયસ્તરો” જોવા મળે તો નવાઈ ન પામતા! વર્ડપ્રેસ પર “લયસ્તરો” બ્લોગનો વાઘો પહેરી અન્ય એક બ્લોગ આવી પહોંચ્યો છે! ગઈ કાલે સુરતથી ડો. વિવેકભાઈનો મારા પર ફોન હતો, ત્યારે મેં તેમના ધ્યાન પર આ વાત મૂકી. “લયસ્તરો”ના સંચાલક ખુદ પોતાના બીજા નામધારીથી અજાણ હતા! ચાલો, આ એક વાત.

હવે આગળ વધીએ.

વર્ડપ્રેસ પર “મધુસંચય” દોઢ વર્ષથી નિયમિત પ્રકાશિત થાય છે. હવે તેનો પણ જોડિયો ભાઇ – બીજો ‘મધુસંચય’ બ્લોગ – વર્ડપ્રેસ પર જ આવી ગયો છે!

ટૂંક સમયમાં બે-પાંચ “અનામિકા”, “અનુપમા” કે “અનન્યા” આવી જશે તો નવાઈ નહીં! મારા બ્લોગર મિત્રો! આની ગંભીરતા આપને સમજાય છે? આવા તો અન્ય જટિલ પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. કોઇ મિત્ર આવા પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દર્શાવી તેના નિવારણ માટેના ઉપાયો સૂચવી શકશે?

મિત્રો! ગુજરાતી નેટ જગત સામે આવનાર પ્રશ્નો માટે હું આપને સમય સમય પર સાવધાન કરતો રહ્યો છું.

કદાચ ગુજરાતી ભાષાના અન્ય કોઇ બ્લોગ પર જે બાબત – ગુજરાતી નેટ જગતની વિશેષતાઓ અને સમસ્યાઓની બાબત – આટલી ચર્ચાઈ નથી તે વાત મારા બ્લોગ્સ પર નિયમિત ચર્ચાતી રહી છે.

હું હંમેશા આપના પ્રતિભાવોની, ચર્ચાની, સહકારની અપેક્ષા રાખું છું. હું આપને ફરી એક વાર વિનંતી કરું છું કે, આવો! મિત્રો! વાત વકરી જાય તે પહેલાં એક થાઓ! * અનન્યા/071222/ગુજરાતી નેટ જગત/હરીશદવે* * *

*

Advertisements

5 thoughts on “અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

  1. કાર્તિકની વાત સાચી છે, આંપણે આ વિષય પર અત્યારે કોઈ પણ નક્કર પગલાઓ લઈ શકીએ તેમ નથી, ઉલ્ટાનું આ ચર્ચાથી લયસ્તરોની નકલ જોવા વાંચકોનો ઘસારો થશો.

  2. પિંગબેક: અનન્યા/071229/ગુજરાતી નેટ જગત « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s