અનન્યા/071215/દેશ-દુનિયા

*

અનન્યા/071215/દેશ-દુનિયા

* * ભારતના દવા ઉદ્યોગ (Pharmaceutical Industry) નું કદ 2015ના વર્ષમાં 20 બિલિયન ડોલરનું થશે તેવો અંદાજ છે.

હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ (Healthcare and pharmaceutical) માર્કેટસ વિશ્વમાં ઝડપભેર વિકાસ પામી રહ્યાં છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓ રીસર્ચ પાછળ કરોડો ડોલર ખર્ચીને નવી દવાઓ વિકસાવે છે. પહેલા તો ફાર્મા કંપનીનું આર એન્ડ ડી (R & D Research and Development) ડિપાર્ટમેન્ટ ઔષધિય ગુણો ધરાવતાં આશાસ્પદ કેમિકલ કંપાઉન્ડસમાંથી સંભવિત ઉપયોગી મોલિક્યુલને પસંદ કરવામાં આવે છે. તેના પર ત્રણ તબક્કાના તબીબી સંશોધનો – Clinical Trials Phase 1, 2 and 3 – કરવામાં આવે છે. તેમાં સફળ થનાર મોલિક્યુલને માનવીય સારવારમાં ઔષધિ-દવા તરીકે મંજૂરી મળે છે.

ભારતમાં અત્યારે જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડો. રેડ્ડીઝ લેબોરેટરી (હૈદ્રાબાદ), રેનબેક્સી (દિલ્હી), ગ્લેનમાર્ક આદિ કંપનીઓ ફાર્મા સંશોધન ક્ષેત્રે અગ્રેસર છે. * * * * અનન્યા/071215/દેશદુનિયા/હરીશદવે * * *

* * એક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ વાચક સંખ્યા (Readership) ધરાવનાર દૈનિક અંગ્રેજી વર્તમાનપત્ર “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (The Times of India) છે.

બધાં ભારતીય અઠવાડિકો (weekly)માં “ઇંડિયા ટુડે” (India Today) સૌથી વધુ વાચકો ધરાવે છે.

સૌથી વધારે રીડરશીપ ધરાવનાર માસિક (monthly) હિંદીમાં પ્રગટ થતું “ગૃહ શોભા” છે. બીજા ક્રમે અંગ્રેજી માસિક “રીડર્સ ડાયજેસ્ટ” (Readers Digest) આવે છે. * * અનન્યા/071215/દેશદુનિયા/હરીશદવે * *

* * એશિયા (Asia) ની બેંકોના એક સર્વેમાં એચએસબીસી ( HSBC) બેંક પ્રથમ ક્રમે મૂકાઈ છે. એશિયાની પ્રથમ 50 બેંકોમાં નવ (9) ભારતીય બેંક્સ છે. ભારતમાંથી એચડીએફ્સી (HDFC Bank) અને આઈસીઆઈસીઆઈ (ICICI Bank) આ બંને બેંક અગ્ર ક્રમે રહી છે *

* ભારતનાં વિવિધ રાજ્યોમાં હજારો એકર જમીનમાં બસો જેટલી નાની ટાઉનશીપ્સ વિકસી રહી છે. ઈન્ટીગ્રેટેડ ટાઉનશીપ્સ (Integrated Townships) તરીકે ઓળખાતી આ નાની નગરીઓ મેટ્રો શહેરો (Metro and Mega cities) પરનું ભારણ ઓછું કરવાના ઉદ્દેશ્યથી બની રહી છે.

તામિલનાડુમાં ચેન્નાઈ પાસે રચાનાર ઈન્ટીગ્રેટેડ ટાઉનશીપ “મહેન્દ્ર વર્લ્ડ સીટી” માં બેંગલોર (કર્ણાટક) ની આઈટી ક્ષેત્રની વિખ્યાત કંપની ઇન્ફોસિસ (Infosys, Bangalore) વિશ્વનું સૌથી મોટું સોફ્ટવેર ડેવલપમેન્ટ કેન્દ્ર વિકસાવવા આયોજન કરી રહી છે. * * અનન્યા/071215/દેશ-દુનિયા/હરીશ દવે * * *

* *

Advertisements

One thought on “અનન્યા/071215/દેશ-દુનિયા

  1. પિંગબેક: અનન્યા/071229/દેશ-દુનિયા « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s