અનન્યા/071215/ફિલ્મ-સિનેમા

*

અનન્યા/071215/ફિલ્મ-સિનેમા

* *  

હું છું રૂપેરી પડદો.

આપ મને સિનેમાના સિલ્વર સ્ક્રીનના નામથી નવાજો છો..

આજથી હું આપને ફિલ્મ-સિનેમાના ઇતિહાસની કહાણી કહેવાનો છું.

આપ ફિલ્મ જુઓ છો ત્યારે મને જુઓ છો ને? જવા દો … સાચું કહું તો ભાગ્યે જ કોઇ મને જુએ છે. મને તેનો અફસોસ નથી કારણ કે ફિલ્મ ઉદ્યોગના એક એક ચાહકને મેં જોયો છે.

ફિલ્મ ઉદ્યોગને આમજનતા સુધી પહોંચાડનારા મોહક સિતારાઓને મેં નિહાળ્યા છે. સિનેમાને બુલંદી પર પહોંચાડનારા ઘડવૈયાઓને મેં જોયા છે. ફિલ્મ ઉદ્યોગના પાયામાં ધરબાઈ જનાર નામી-અનામી કસબીઓને મેં જોયા છે.

એક સદી થવા આવી મને …. એક સદીમાં કેટકેટલા ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, સંગીતકારો, કેમેરામેન, કલાકારો મારી નજર સામેથી પસાર થઈ ગયા!

એક એક ચહેરા યાદ છે, એક એક ચહેરાની લકીરો પર કોતરાયેલી દાસ્તાન યાદ છે. બેશુમાર કસબીઓને મેં જોયા! જેને નજરે જોઈ ન શક્યો, તેમની કહાણી જાણ્યા-અજાણ્યા ચાહકો પાસેથી સાંભળી.

કદાચ વર્ષોનાં વર્ષો નીકળી જશે જો પૂરો ઇતિહાસ કહેવા બેસીશ તો … શું કરું?

ચાલો, આરંભ તો કરું છું. પછી જ્યારે જેવો સમય, જેવો મુડ … તે રીતે વાતો કરીશું.

હું મારા બાળપણથી વાત માંડીશ, જ્યારે મૂંગી ફિલ્મોની શરૂઆત થઈ.

તોરણે દાદા અને ફાળકે દાદાએ પાયાનું ચણતર કર્યું. દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ, ભોગીલાલ દવે અને અરદેશર ઈરાનીએ કામ આગળ ધપાવ્યું. કલકત્તામાં એ કામ માદન બ્રધર્સના હાથે થયું.

મુંબઈમાં કોહિનૂર ફિલ્મ કંપની, નાસિકમાં હિંદુસ્તાન ફિલ્મ કંપની, કલકત્તામાં માદન થિયેટર્સ …..

શું જમાનો હતો! વાતો સાંભળીને તમે દંગ રહી જશો! * * * * અનન્યા/071215/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* *

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s