અનન્યા/071208/દેશ-દુનિયા

* *

અનન્યા/071208/દેશ-દુનિયા

* *

** * મોબાઇલ ટેલિફોન સેવા ક્ષેત્રે ભારતની બે અગ્રણી કંપનીઓ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (R-COM) અને ટાટા (Tata) ટેલિસર્વિસીઝ નજીકના ભવિષ્યમાં સીડીએમએ ( CDMA)   ટેકનોલોજીમાંથી જીએસએમ (GSM)  ટેકનોલોજી  અપનાવશે.

આપ જાણતા હશો કે બીએસએનએલ, ભારતી એરટેલવોડાફોન – હચ , આઇડિયા આદિ ટેલિકોમ કંપનીઓ જીએસએમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

વિશ્વમાં મોબાઇલ ટેલિફોન સેવા ક્ષેત્રે સીડીએમએ  ટેકનોલોજીનાં વળતાં પાણી છે. છેલ્લા બે વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટેલસ્ટ્રા (Telstra) અને બ્રાઝિલની વિવો કંપનીએ પણ સીડીએમએ ( CDMA)   ટેકનોલોજીને સ્થાને જીએસએમ (GSM)  ટેકનોલોજી  અપનાવી છે. નવાઈની વાત એ હશે કે બીએસએનએલ (BSNL) સીડીએમએ  ટેકનોલોજી સાથે પોતાની ટેલિફોન સેવાઓનું વિસ્તરણ કરવા આયોજન કરી રહી છે!!* 

* * ડાબર (Dabur) કંપની આયુર્વેદિક પ્રોડક્ટ્સના સહારે 2200 કરોડ રૂપિયાના ટર્નઓવરને પાર કરી ગઈ છે. ડાબર ચ્યવનપ્રાશનું વેચાણ પોણા બસો કરોડ સુધી પહોંચી ગયું છે. બાલ-કિશોર વર્ગને આકર્ષવા ડાબર કંપનીએ  ચોકલેટ ફ્લેવરમાં ચ્યવન જુનિયર તરીકે ચ્યવનપ્રાશ પ્રોડક્ટ મૂકી છે. * * * અનન્યા/071208/હરીશ દવે * *

* અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ ફોર્બ્સ  (Forbes) મેગેઝિન વખતોવખત દુનિયાના વિવિધ ક્ષેત્રોના અગ્રેસરો કે નોંધપાત્ર વ્યક્તિઓની યાદીઓ પ્રકાશિત કરે છે. તાજેતરમાં ફોર્બ્સમાં વિશ્વની  અગ્રગણ્ય પાવરફુલ મહિલાઓનો  રિપોર્ટ આવેલ છે.  ફોર્બ્સના અનુસાર જર્મનીના ચાન્સેલર એંજેલા મેર્કેલ (Angela Merkel,  Chancellor of Germany) સૌથી પાવરફુલ મહિલા છે. તે પછીના ક્રમે બિરાજમાન મહિલાઓ ક્રમાનુસાર આ પ્રમાણે છે: ચીનના વાઇસ પ્રિમિયર વુ યી, ટેમાસેક (હોંગકોંગ) ના સીઈઓ હો ચિંગ,  અમેરિકા (USA) ના સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલિઝા રાઇસ, અમેરિકાની પેપ્સીકોના સીઇઓ ઇન્દ્રા નૂયી. આપ જાણતા હશો કે પેપ્સીકોના ઇન્દ્રા નુયી ભારતીય મૂળના અમેરિકન છે. *  * 

* * * ટાટા ગ્રુપ  (Tata Group) ના ચેરમેન રતન ટાટાને એશિયા મની મેગેઝિન દ્વારા એશિયા-પેસિફિક પ્રદેશના સૌથી વધુ પ્રભાવશાળી બિઝનેસમેન તરીકે સન્માનવામાં આવ્યા છે. ટાટાના ઔદ્યોગિક સામ્રાજ્ય (Tata Group of Companies) ની બધી મળીને 90 થી વધારે કંપનીઓ છે.  ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ (Tata Steel), ટેલ્કો (Telco) , ટાટા મોટર્સ (Tata Motors), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ કે ટીસીએસ (TCS), ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ, ટાટા કેમિકલ્સ, ટાટા ટી જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ છે.  ટાટા ગ્રુપની 28 મોટી કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલ આશરે 2,90,000 કરોડનું આંકી શકાય. 

ટાટા ગ્રુપના ઔધોગિક સામ્રાજ્યમાં 2,70,000 જેટલા કર્મચારીઓ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ,  TCS, Tata Consultancy Services) ના કર્મચારીઓની સંખ્યા આ વર્ષે એક લાખને વટાવી જશે ત્યારે ટીસીએસ ભારતમાં સૌથી વધારે કર્મચારીઓ ધરાવતી ખાનગી ક્ષેત્રની કંપની બનશે. * * * અનન્યા/071208/હરીશ દવે * *

* *

5 thoughts on “અનન્યા/071208/દેશ-દુનિયા

  1. પિંગબેક: ફોર્બ્સની યાદીમાં રતન ટાટા કેમ નહીં? « મધુસંચય

  2. પિંગબેક: અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન « અનન્યા . Ananyaa

  3. પિંગબેક: અનન્યા/080112/દેશ-દુનિયા « અનન્યા . Ananyaa

  4. પિંગબેક: અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન « અનન્યા . Ananyaa

  5. પિંગબેક: અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s