અનન્યા/071201/ગુજરાતી નેટ જગત

*

અનન્યા/071201/ગુજરાતી નેટ જગત

.

ગુજરાતી નેટ જગતમાં કોઈ બ્લોગર મિત્ર નવા-સવા પ્રવેશે ત્યારે તેમને ગુજરાતી નેટ જગતનો અછડતો પરિચય મેળવવાની ઈચ્છા થાય. વળી આપણા જેવા સૌ અનુભવીઓને પણ એકબીજાની પ્રવૃત્તિઓ વિશે જાણવાનું મન થાય. આ હેતુ બર લાવવા આપ સૌ માટે “અનન્યા”નું આ ખાસ પૃષ્ઠ છે – “ગુજરાતી નેટ જગત”.

આજે “અનન્યા”ના આ પૃષ્ઠ પર ગુજરાતી નેટ જગતની વિશિષ્ટ વાતો.

પ્રથમ તો, ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ બ્લોગ કયો? “એસવી”ના બ્લોગ પરની માહિતી મુજબ ગુજરાતી બ્લોગિંગ (Gujarati blogging) ની શરૂઆત “બ્લોગસ્પોટ (Blogspot)” પર થઈ.

તે માહિતી અનુસાર ગુજરાતી ભાષાનો પ્રથમ બ્લોગ “ફોર એસવી” (forsv) દ્વારા પ્રકાશિત થયો. આ બ્લોગ “ફોર એસવી” નામથી તા. 29 જાન્યુઆરી, 2005 ના રોજ પ્રસિદ્ધ થયો.

ગુજરાતી નેટ જગત પર નવા નવા બ્લોગ્સ ઉમેરાતા જાય છે. તેમને ટ્રેક કરી રેકર્ડ કરવાનું કામ મુશ્કેલ છે.

ગુજરાતી બ્લોગ્સની યાદીની વાત કરતાં ત્રણ નામ તરત યાદ આવે છે:

પ્રથમ ભાઈ શ્રી મૃગેશ શાહ, બીજાં સુશ્રી ઊર્મિબહેન અને ત્રીજા ગઝલકાર મિત્ર ડો. વિવેક ટેલર.

મૃગેશભાઈએ તેમના “રીડ ગુજરાતી” પર ગુજરાતી બ્લોગ્સની ખાસ યાદી વિશિષ્ટ રીતે પ્રસિદ્ધ કરવી શરૂ કરી (યાદ રહે: હું બ્લોગરોલની વાત નથી કરતો). મૃગેશભાઈનું આ એક મહત્વપૂર્ણ કાર્ય હતું.

તે પછી સુશ્રી ઊર્મિબહેને ભારે જહેમત કરી ગુજરાતી બ્લોગ્સની યાદી બનાવી (જો હું ભૂલતો ન હોઉં તો, આ કીમતી સૂચન શ્રી વિજયભાઈ શાહ તરફથી આવ્યું હતું). આપ ગુજરાતી બ્લોગ્સની આ ઉપયોગી યાદી ઊર્મિબહેનના બ્લોગ “સહિયારું સર્જન” પર જોઈ શકશો.

અન્ય એક વિશિષ્ટ યાદી ડો. વિવેકભાઈના “શબ્દો છે શ્વાસ મારા” પર છે. આપણા ડોક્ટર મિત્રે ગુજરાતી બ્લોગ્સનું વર્ગીકરણ કરી યાદી બનાવી છે.

આપણા બ્લોગર  મિત્રોના અમોલા પ્રયત્નોને સલામ!

“અનન્યા”ના વાચકમિત્રોને વિનંતી કે આપની પાસે આવી કોઈ વિશિષ્ટ માહિતી હોય તો પોસ્ટ નીચે કોમેન્ટમાં મૂકશો અથવા બને તો, મને મેઈલ કરશો.

બ્લોગર મિત્રો! આપના બ્લોગ વિશે માહિતી મોકલશો તો હું તેનો ઉચિત સમયે યોગ્ય ઉપયોગ કરીશ. આપણે ગુજરાતી નેટ જગતનો વ્યવસ્થિત ઇતિહાસ આલેખવા પ્રયત્નશીલ છીએ.

વાચકમિત્રો! કદાચ કોઈ માહિતી પર ભિન્ન મત પડે તો પણ આપણે અંગત વિચારો અને અભિપ્રાયો પર સંયમ જાળવીશું.

આપણે વિવેક રાખી વિવાદો ટાળીશું તો આપણા શુભ હેતુનું ગૌરવ જળવાશે. * * * અનન્યા/071201/ગુજરાતી નેટ જગત / હરીશ દવે * * *

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s