અનન્યા/071201/ફિલ્મ-સિનેમા

* * ** **

અનન્યા/071201/ફિલ્મ-સિનેમા/(4)

.

ઇ.સ. 1895માં વિશ્વનો પ્રથમ ફિલ્મ શો ફ્રાંસના પેરિસ શહેરમાં યોજાયો.

બીજા જ વર્ષે મુંબઈની વોટસન હોટેલમાં ભારતનો પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો  યોજાયો. હિંદુસ્તાનમાં હાલતાં ચાલતાં ચિત્ર કે ચલચિત્ર (સિનેમા) પાછળ લોકો ઘેલાં થયાં.

કેટલાક વિદેશી કેમેરામેનો (ગુજરાતીમાં આવાં બહુવચનનાં રૂપોને વાચકો ક્ષમ્ય ગણે!!) એ ભારતમાં ફિલ્મો ઉતારવાના નવા ધંધામાં ઝંપલાવ્યું. યુરોપથી આવેલા આ સિનેમેટોગ્રાફરો રાજવી કુટુંબો અને શ્રીમંત વર્ગમાં મહત્વના પ્રસંગોની ફિલ્મો ઉતારી આપતા.

કેટલાક સૂઝબૂઝવાળા ભારતીયો વળી બે ડગલાં આગળ વધ્યાં. તેમણે સ્થાનિક વિસ્તારો અને સ્થાનિક વિષયો કે ઘટનાઓ પર ફિલ્મ્સ ઉતારવી શરૂ કરી. મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈમાં આ કામ જામ્યું.

વાચકમિત્રો! આ કથા ઓગણીસમી સદીના અસ્ત સમયની છે જ્યારે સિનેમા ઉદ્યોગના સિંહ સોહરાબ મોદી અને ફિલ્મ નિર્માણના સરદાર ચંદુલાલ શાહ   માંડ પા પા પગલી માંડતા શીખ્યા હતા. બિગ બી અમિતાભ બચ્ચનને સુપર સ્ટાર પદે સ્થાપિત કરનાર અને બોલિવુડના શોમેનનું બિરૂદ પામનાર મનમોહન દેસાઈના પિતા કીકુભાઈ દેસાઈ (પેરેમાઉંટ ફિલ્મ કંપનીવાળા) તો હજી પારણામાં ઝૂલતા હતા.

વીસમી સદીના ઉદય સમયે જ્યારે દાદાસાહેબ ફાલકે (ફાળકે) ફોટોગ્રાફીમાંથી સિનેમેટોગ્રાફી તરફ જવાનાં સ્વપ્નાં સેવતા હતા, ત્યારે મુંબઈના એક વ્યવસાયી સજ્જન હતા સાવેદાદા ઉર્ફે હરિશ્ચન્દ્ર ભાટવડેકર. કેમેરા અને ફોટોગ્રાફીક મટીરિયલ વેચવાનો તેમનો ધંધો. વ્યાવસાયિક જોખમ ઉઠાવી તેમણે વિદેશથી સિનેમેટોગ્રાફ અને ફિલ્મ સામગ્રી મંગાવ્યાં.

શરૂઆતમાં સાવેદાદાએ બે ટૂંકી ફિલ્મો ઉતારી. એક તો પહેલવાનોની કુસ્તીની; બીજી ફિલ્મ મદારી અને વાંદરાના ખેલની.

તે વખતે સિનેમા ગૃહો ન હતાં. ખુલ્લી જગ્યા કે મેદાનમાં તંબૂ ઠોકાતા. આવા તંબૂમાં રાત્રે ફિલ્મ શો યોજાતા. ખાસ પ્રેક્ષકોને મૂકવા જવા માટે શો પછી “સ્પેશ્યલ ટ્રાન્સપોર્ટ (!)”ની વ્યવસ્થા હતી. અરે ભાઈ! એ જમાનામાં હજી મોટર ન હતી. નસીબવંતા પ્રેક્ષકો વિક્ટોરિયા – ઘોડાગાડીમાં બેસીને વિદાય થતા!

આપણા સાવેદાદા વિદેશી ફિલ્મો સાથે સ્થાનિક પ્રેક્ષકોને આકર્ષવા કુસ્તીબાજો કે વાંદરા-મદારીના ખેલની ફિલ્મોના ટુકડાઓ બતાવતા! ફિલ્મો હતી મૂંગી, પણ વાંદરાનાં તોફાનો લોકોને કેમ ન ગમે? તંબૂ-થિયેટરોમાં આવી ફિલ્મો લોકો મન ભરીને માણતા. * *અનન્યા/071201/ફિલ્મ-સિનેમા/ હરીશ દવે * * *

મુંબઈના એક એંજીનિયર એફ. બી. થાણાવાલા  (થાણાવાળા)  . તેમને સિનેમેટોગ્રાફીમાં ભારે રસ પડ્યો. તેમણે સિનેમેટોગ્રાફ ખરીદી બે ટૂંકી ફિલ્મો ઉતારી..

થાણાવાલાની આ ફિલ્મોનાં નામ હતાં “તાબૂત પ્રોસેશન એટ કાલબાદેવી (Taboot Procession at Kalbadevi)” તથા “સ્પ્લેન્ડીડ ન્યુ વ્યુઝ ઓફ બોમ્બે (Splendid New Views of Bombay)”. થાણાવાલાએ મુંબઈના કાલબાદેવીના વ્યસ્ત વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોના તાબૂતના સરઘસની ફિલ્મ ઉતારી હતી.

આ અરસામાં કોલકત્તા ( કલકત્તા) માં સેન ભાઈઓએ બંગાળમાં ભજવાતા ભગવાન બુદ્ધ પરના નાટકની ફિલ્મ ઉતારી.

વીસમી સદીના ઉદયટાણે ઇંગ્લેન્ડમાં કિંગ સાતમા એડવર્ડ ગાદીએ આવ્યા. 1903માં શહેનશાહ સાતમા એડવર્ડની તાજપોશી (coronation) ની ખુશીમાં હિંદુસ્તાનમાં ઉજવણી થઈ ત્યારે દિલ્હીમાં ખાસ દરબાર ભરવામાં આવ્યો હતો.

સાવે દાદાએ દિલ્હી દરબારની ફિલ્મ ઉતારી.

આ ઘટનાને કારણે મુંબઈથી ફિલ્મની ખ્યાતિ દિલ્હી પહોંચી અને ત્યાંથી દેશભરમાં ફેલાઈ. આ ફિલ્મ દ્વારા ભારત ભરમાં રાજવી વર્ગ અને સાધનસંપન્ન વર્ગની નજરમાં સિનેમાનું મહત્વ વધી ગયું. * * * અનન્યા/071201/ફિલ્મ-સિનેમા/ હરીશ દવે * * *

.

Advertisements

2 thoughts on “અનન્યા/071201/ફિલ્મ-સિનેમા

  1. પિંગબેક: અનન્યા/071208/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

  2. પિંગબેક: અનન્યા/071222/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s