અનન્યા/071124/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ:

ફિલ્મ-સિનેમા ઉદ્યોગ ક્ષેત્રે ભારત અને અમેરિકા નજીક આવતા જાય છે.

એક સમય એવો હતો જ્યારે અમેરિકા કે ઇંગ્લેંડમાં નિર્માણ પામેલી ફિલ્મને ભારતમાં રજૂ થતાં વર્ષો લાગી જતાં. વળી ભારતીય સિનેમાને અમેરિકા-યુરોપના બજારમાં મોળો પ્રતિસાદ મળતો.

આજે બોલિવુડ અને હોલિવુડ (Hollywood, USA) વચ્ચે ઘનિષ્ટ સંબંધો સ્થપાતાં જાય છે. અમેરિકન કંપનીભારતીય ફિલ્મ ઉદ્યોગ (Indian Film Industry)માં વિશેષ રસ લેવા લાગી છે. ફિલ્મ નિર્માણથી વિતરણ (Film Production to Film Distribution) સુધીના સિનેમા-વ્યાપાર ક્ષેત્રે મુંબઈ અને હોલિવુડ વચ્ચે સહયોગ વધી રહ્યો છે.

બોલિવુડની તાજેતરની સંજય લીલા ભણસાલીની ફિલ્મ “સાવરિયા”ને અમેરિકન કંપની સોની પિક્ચર્સ (Sony Pictures)નો સહયોગ છે.

ફિલ્મ વિતરણ ક્ષેત્રે ઇરોઝ ઇંટરનેશનલ તથા યુટીવી (UTV) નામ હવે અજાણ્યાં નથી. શાહરુખ ખાનની “ઓમ શાંતિ ઓમ” નું વિતરણ ઇરોઝ ઇંટરનેશનલ પાસે છે જે કંપની બોલિવુડ ફિલ્મોના આંતરરાષ્ટ્રીય વિતરણ માટે પ્રસિદ્ધ છે.

હિન્દી ફિલ્મ જગત ના દિગ્દર્શક આસુતોષ ગોવરીકરની મેગા-બજેટ ફિલ્મ “જોધા-અકબર“ના નિર્માણમાં રોની સ્ક્રુવાલાની કંપની યુટીવીનો સાથ છે. એક માહિતી અનુસાર ફરહાન અખ્તરની કંપની “એક્સેલ એન્ટરટેઇનમેન્ટ” સાથે નેટવર્ક 18 (Network 18, અગાઉનું નામ ટીવી 18) અને એડલેબ્સ (ADLABS) કંપનીઓએ મોટા બજેટની ફિલ્મ્સ ઉતારવા કરાર કર્યા છે. એડલેબ્સ અનિલ અંબાણીના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ- ADAG ગ્રુપની કંપની છે.

હોલિવુડના ભારતીય -અમેરિકન ફિલ્મ ડાયરેક્ટર મનોજ શ્યામલનની મહત્વાકાંક્ષી ફિલ્મમાં યુટીવીનો સહયોગ મુંબઈથી હોલિવુડ સુધી ચર્ચાનો વિષય બનેલ છે. * અનન્યા/071124/હરીશ દવે *
.

સામાન્ય જ્ઞાન:
“અનન્યા”ના અગાઉના અંકોમાં આપણે બ્રહ્માંડ (The Universe) અને સૂર્યમંડળ (The Solar System) પર દ્રષ્ટિપાત કર્યો.

આજે આપણી પૃથ્વી (The Earth) વિશે થોડું જાણીએ.

પૃથ્વીની ઉંમર આશરે 450 કરોડ વર્ષ.

પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિમીનો. વિષુવવૃત્તીય પરિઘ 40,075 કિમીનો.

પૃથ્વીનું દળ (mass) અંદાજે 5.94 x 10 raised to power 21 મેટ્રિક ટન અર્થાત 5940,00,00,00,00,00,00,00,00,00 મેટ્રિક ટન !!!

પૃથ્વીની સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 510 મિલિયન ચોરસ કિમી. પૃથ્વી પર જમીન-વિસ્તાર (Land surface) નું કુલ ક્ષેત્રફળ આશરે 149 મિલિયન ચોરસ કિમી. પૃથ્વી પર જલ-વિસ્તાર (Water surface) નું કુલ ક્ષેત્રફળ આશરે 361 મિલિયન ચોરસ કિમી.

પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર આશરે 149 મિલિયન કિમી. (આ અંતર અલગ સ્રોતોમાં 1494 લાખ કિમીથી 1498 લાખ કિમી સુધી દર્શાવાયા છે). * અનન્યા/071124/હરીશ દવે *

.
ગુજરાતી-અંગ્રેજી ભાષા:
આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખન કલા પર વિચારતા જઈશું અને વિવિધ શબ્દપ્રયોગોથી અભિવ્યક્તિ કઈ રીતે સુધારવી તે ચર્ચતા જઈશું.

આપણે શાળા-કોલેજના ગુજરાતી વિદ્યાર્થીઓ તથા સામાન્ય શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતીઓની સેવા કરવી છે. તેમને અભિવ્યક્તિ માટે પ્રેરણા આપવી છે.

વાચકમિત્રોને વિનંતી કે આ યજ્ઞમાં જરૂર ભાગ લે. આપની કોમેંટ્સ આપણા લાખો મિત્રોને અર્થપૂર્ણ, રસપ્રદ અભિવ્યક્તિથી પરિચિત કરાવશે.

આપણે કોઈ વ્યક્તિની ખુશીની વાત કરવી છે. આપણું સાદું સીધું ગુજરાતી ભાષાનું વિધાન હશે: “તે ખૂબ ખુશ થયો.” આપણે ગુજરાતીમાં વિવિધ શબ્દોના પ્રયોજનથી આ સરળ વિધાનને વિશેષ રસપૂર્ણ બનાવી શકીએ. આપ પ્રયત્ન કરી જોજો! આપને સૂઝે તે કોમેન્ટમાં લખજો!

તે જ ભાવનું  વિધાન અંગ્રેજી ભાષામાં કંઈક આમ લખી શકાય: He was very much pleased.

અંગ્રેજીમાં કંઈક આવો ભાવ દર્શાવતા વિધાનની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન રીતે વિચારીએ.

He was greatly pleased. He was pleased beyond words. His joy knew no bounds. His face glowed with pleasure. Boundless was his pleasure. His happiness was sparkling in his eyes. Happiness was glowing on his face.

સુજ્ઞ વાચકમિત્રો! આપને એક નમ્ર વિનંતી: આપને “ખુશી” કે “ખુશ થવું” એ ભાવ દર્શાવતાં અન્ય ગુજરાતી કે અંગ્રેજી Expressions સૂઝતાં હોય તે જરૂર કોમેંટમાં લખતાં રહેશો.

આપની કોમેંટસ વાંચીને શાળા-કોલેજના ગુજરાતી વિદ્યાર્થીઓ તથા સામાન્ય શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતીઓ ભાષાના, શબ્દોના અર્થપૂર્ણ ઉપયોગ વિશે પ્રેરણા મેળવશે. તેઓ પોતાની અભિવ્યક્તિને નવા રંગ અર્પવા પ્રયત્નશીલ થશે. * * * અનન્યા/071124/હરીશ દવે * * *

.

One thought on “અનન્યા/071124/આજકાલ-સામાન્યજ્ઞાન

  1. પિંગબેક: ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” « મધુસંચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s