અનન્યા/071124/ફિલ્મ-સિનેમા

.

અનન્યા/071124/ફિલ્મ-સિનેમા:

*
વિશ્વફલક પર સિનેમા ઉદ્યોગની પાયા રૂપ ટેકનોલોજીના ઉદયની વાત આપણે જાણી. 

ફિલ્મ-સિનેમા ઉદ્યોગનો સંપૂર્ણ ઈતિહાસ આલેખવો અશક્ય જ છે. આપણે ચલચિત્રોના ઈતિહાસનાં રસપ્રદ પૃષ્ઠો ઉથલાવીશું અને કેટલાંક પાસાંઓ પર ઊડતી નજર નાખીશું. સિનેમાની કંઇક અજાણી, કંઇક અવનવી, કંઇક ખાટીમીઠી વાતો વાગોળીશું.

આજે ફિલ્મ આપણા જીવનમાં આનંદપ્રમોદનું મહત્વનું માધ્યમ છે. આપણે આજ-કાલની ફિલ્મોથી માહિતગાર હોઇએ છીએ. પરંતુ આ ફિલ્મ ઉદ્યોગને વિકસાવનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ તથા તેમને સંલગ્ન પ્રસંગો કે ઘટનાઓ વિશે આપણે કેટલા બેખબર છીએ?

આપણી જાતને થોડી ઝકઝોરીશું?

શું આપણે જાણીએ છે કે વિશ્વની પ્રથમ ફીચર ફિલ્મ  કયા દેશમાં ક્યારે બની? અમેરિકા કરતાં ભારતમાં ફીચર ફિલ્મ પહેલાં બની… સાચી વાત કે ખોટી? પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ કઈ – “પુંડલિક” કે “રાજા હરિશ્ચન્દ્ર” ? ભારતીય ફિલ્મ ઈતિહાસમાં પ્રથમ અભિનેતા કોણ? પ્રથમ સ્ત્રી અભિનેત્રી કોણ?

આ પ્રશ્નોના ઉત્તરો આપણે આપી શકીએ કે ન આપી શકીએ …. પણ જો ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતીઓએ શો ફાળો આપ્યો છે, તે આપણને ન ખબર હોય તો એક ગુજરાતી તરીકે આપણે આપણી જાતને અન્યાય કરી રહ્યા છીએ.

દ્વારકાદાસ સંપત અને મોહનલાલ જી. દવેથી માંડી ગુજરાતના ચંદુલાલ શાહ સુધીના અગણિત ગુજરાતીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગને કાંચન-સિદ્ધિ અપાવી છે .

મૂંગી ફિલ્મોના જમાનામાં ભારતની એમજીએમ કહેવાતી  મુંબઈની ગુજરાતીકંપની કોહિનૂર ફિલ્મ્સ કંપની વિશે આપણી જાણકારી કેટલી? ભારતની પ્રથમ મૂંગી રહસ્ય – સસ્પેન્સ થ્રીલર – ફિલ્મ “કાલા નાગ” – તેના નિર્માતા ગુજરાતી, દિગ્દર્શક ગુજરાતી.

ભારતની સૌ પ્રથમ અતિ ખર્ચાળ ફિલ્મ “વીર અભિમન્યુ”નું દિગ્દર્શન મણિલાલ જોષી નામક ગુજરાતીનું.

જામનગરના સરદાર ચંદુલાલ શાહની કંપની રણજીત ફિલ્મ્સ દ્વારા 1931 થી 1964 દરમ્યાન 120 જેટલી ફિલ્મો બની! આવી ઘણી બધી વાતો અદના ગુજરાતીની નજરે નથી પડતી. આપણે આ વાતો પર પણ નજર નાખતા રહીશું. આપણે ફિલ્મ ઈતિહાસનું વિહંગાવલોકન કરીશું. આપ સૌને જરૂર રસ પડશે. . * * * અનન્યા/071124/ફિલ્મ-સિનેમા/ હરીશ દવે * * *

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s