અનન્યા/071117/ દેશ-દુનિયા

.

* ભારતમાં સૌથી મોટી બે પ્રાયવેટ – ખાનગી ક્ષેત્રની – કંપનીઓનાં નામ જાણો છો? વાર્ષિક ટર્નઓવરની દ્રષ્ટિએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા ટાટા ગ્રુપની ટાટા સ્ટીલ ભારતમાં ટોચની પ્રાયવેટ કંપનીઓ ગણાય.

* અમેરિકાના અગ્રગણ્ય મેગેઝિન ફોર્બ્સ (Forbes) દ્વારા તાજેતરમાં ભારતના ટોચના 40 ધનવાનોની યાદી તૈયાર કરાઈ છે. સૌથી વધુ 25 સંપત્તિવાન ભારતીયોમાં 9 ગુજરાતી છે.

ફોર્બ્સ (Forbes) ની યાદી અનુસાર મહત્તમ સંપત્તિ ધરાવનાર ભારતીય “મિત્તલ સ્ટીલ”ના લક્ષ્મી મિત્તલ છે. બીજા ક્રમે રિલાયંસ ઇંડસ્ટ્રીઝના મુકેશ અંબાણી તથા ત્રીજા ક્રમે તેમના ભાઈ અનિલ અંબાણી છે.

બાકીના સંપત્તિવાન ગુજરાતીઓનાં નામ તથા દેશના ધનવાનોમાં તેમનો કૌંસમાં લખેલ ક્રમ આ પ્રમાણે છે: વિપ્રોના અઝિમ પ્રેમજી (5), સુઝલોનના તુલસીભાઈ તંતી (10), અમદાવાદના અદાણી ગ્રુપના ગૌતમ અદાણી (13), અદી ગોદરેજ (15), ઉદય કોટક (16), સન ફાર્માના દિલીપ સંઘવી (20), અને સાયરસ પૂનાવાલા (22).

આ નવેય ગુજરાતીની કુલ સંપત્તિ અંદાજે 140 બિલિયન ડોલરથી વધુ આંકવામાં આવી છે.*** અનન્યા/071117/હરીશદવે *

* વિશ્વનાં સૌથી ઊંચાં બે બિલ્ડિંગ્સ પેટ્રોનાસ ટાવર 1 તથા 2 મલયેશિયાના કુઆલાલુમ્પુર શહેરમાં છે. દરેક ટાવર 88 માળનું છે. દરેક પેટ્રોનાસ ટાવરની ઊંચાઈ 1483 ફૂટ છે.

અમેરિકાનું સૌથી ઊંચું બિલ્ડિંગ સિઅર્સ ટાવર ( સિયર્સ ટાવર Sears Tower) છે. અમેરિકાના ઇલિનોય રાજ્યના શિકાગોમાં આવેલું સિઅર્સ ટાવર 110 માળ ઊંચું છે અને 1450 ફૂટની ઊંચાઈ ધરાવે છે.

ભારતનું સૌથી ઊંચું બિલ્ડિંગ મુંબઈના દાદર વિસ્તારમાં બંધાશે. શિવાજી પાર્ક નજીક બંધાનાર આ બિલ્ડિંગનું નામ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ટાવર રખાશે. 72 માળના આ બિલ્ડિંગની ઊંચાઈ આશરે 1050 ફૂટ હશે. આમ, આ ટાવર દુબાઈની બુર્જ અલ અરબ હોટેલ (1053 ફૂટ ) જેટલું ઊંચું હશે. ** અનન્યા/071117/હરીશદવે *

* ભારત સરકાર દ્વારા યુરોપના શાંતિપ્રિય દેશ સ્વિટઝર્લેન્ડને મહાત્મા ગાંધીની ભાવવાહી પ્રતિમા ભેટ અપાઈ છે. ગાંધીજીની આ પ્રતિમા સ્વિટઝર્લેન્ડના જીનિવા શહેરમાં રખાઈ છે. સ્વિટઝર્લેન્ડના શાંતિ, મૈત્રી અને વિશ્વસંવાદિતાના સિદ્ધાંતો મહાત્મા ગાંધીના આદર્શોને અનુરૂપ છે. *

.

Advertisements

5 thoughts on “અનન્યા/071117/ દેશ-દુનિયા

  1. આર્થિક-વાણિજ્ય ક્ષેત્રે સતત ભારે ઉથલ પાથલ થતી રહે છે. તેથી સંપત્તિ, એસેટ વેલ્યુ, માર્કેટ વેલ્યુ, માર્કેટ કેપિટલાઇઝેશન, નેટ વર્થ …. વગેરે માહિતી પ્રતિદિન બદલાઈ જાય છે. તેના પર આધારિત ક્રમાંકો ફેરફાર પામતા રહે છે.

    વાચક-મિત્રો “અનન્યા”ની માહિતીની પરિવર્તશીલતાને ચકાસતા રહે તેવી વિનંતી.
    …. હરીશ દવે અમદાવાદ

  2. પિંગબેક: ફોર્બ્સની યાદીમાં રતન ટાટા કેમ નહીં? « મધુસંચય

  3. પિંગબેક: અનન્યા/071124/પ્રથમપૃષ્ઠ « અનન્યા . Ananyaa

  4. પિંગબેક: અનન્યા/071201/દેશ-દુનિયા « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s