અનન્યા/071117/ આજકાલ–સામાન્યજ્ઞાન

.

અનન્યા/071117/ આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ:

ભારતની ઊભરતી અર્થવ્યવસ્થા પર દુનિયાના વિકસિત દેશોની નજર છે.

જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિંઝો બેએક મહિના અગાઉ ભારતની મુલાકાતે આવ્યા હતા.  ભારતના પ્રધાનમંત્રી મનમોહનસિંઘ અને જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિંઝો વચ્ચે વાતચીતનો એક મહત્વનો મુદ્દો દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર (ડી-એમ-આઇ-સી DMIC – Delhi Mumbai Industrial Corridor) નો હતો.

DMIC પ્રોજેક્ટ અંતર્ગત જાપાનના સહયોગથી દિલ્હી-મુંબઈના આશરે 1500 કિમીના કોરિડોર પર મોટા પાયે ઔદ્યોગિક વિકાસ કરવાની દરખાસ્ત છે.

આ કોરિડોર છ રાજ્યો, ત્રણ બંદરો, છ એરપોર્ટસ અને સિક્સ-લેઇન એક્સપ્રેસ-વે સાથે સંકળાશે. તે કોરિડોર સંલગ્ન છ રાજ્યો – ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર -માં નવ વિશાળ Mega Industrial Zones રચાશે. વળી આ ડી-એમ-આઇ-સી કોરિડોર પર માલના ઝડપી પરિવહન માટે હાઈ-સ્પીડ રેલ્વે ફ્રેઇટ ટ્રેક બનશે. અત્યારના 30 કિમી/કલાકની ગુડઝ ટ્રેઇન્સના સ્થાને 75 થી 100 કિમી/કલાકની ઝડપે ગુડઝ ટ્રેઇન્સ દોડશે.

ભારત-જાપાનના આ મહત્વાકાંક્ષી ડી-એમ-આઇ-સી DMIC પ્રોજેક્ટનો ખર્ચ આશરે 90 બિલિયન ડોલર (3,60,000 કરોડ રૂપિયા) અંદાજવામાં આવ્યો છે. * * અનન્યા/071117/હરીશદવે

અનન્યા/071107/સામાન્ય જ્ઞાન:

પ્રચલિત મત અનુસાર આપણા સૂર્યમંડળ (Solar system) માં નવ ગ્રહો છે. (તાજેતરમાં કેટલાક અગ્રગણ્ય વૈજ્ઞાનિકોએ પ્લુટોને ગ્રહની યાદીમાંથી દૂર કરેલ છે).

આપણા જાણીતા નવ ગ્રહો બુધ (Mercury), શુક્ર (Venus), પૃથ્વી (Earth), મંગળ (Mars), ગુરુ (Jupiter), શનિ (Saturn), યુરેનસ (Uranus), નેપ્ચ્યુન (Neptune) અને પ્લુટો (Pluto) છે.

સૂર્ય અને પૃથ્વી વચ્ચે બે ગ્રહો છે – બુધ અને શુક્ર.

સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે.

પૃથ્વીથી બહારની તરફના ગ્રહો મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો છે. આમ, નેપ્ચ્યુન અને પ્લુટો સૌથી દૂરના ગ્રહો છે.(તેમની ભ્રમણ કક્ષાઓ એવી છે કે અમુક વર્ષો પ્લુટો સૂર્યથી સૌથી દૂર હોય છે, જ્યારે કેટલાંક વર્ષોમાં નેપ્ચ્યુન સૂર્યથી સૌથી દૂર હોય છે. 1979-1999 દરમ્યાન નેપ્ચ્યુન સૌથી દૂરનો ગ્રહ હતો, પણ વર્તમાન વર્ષોમાં પ્લુટો સૌથી દૂરનો ગ્રહ છે).

પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ મંગળ છે.

(નોંધ : આપણા સૂર્યમંડળ વિશેના ઘણા બધા ખ્યાલો બદલાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો નવી માહિતી ખોજતા જાય છે. નવાં સંશોધનો જૂની ગણતરી/ જૂનાં માપોમાં નિરંતર સુધારા આપી રહ્યાં છે. અહીં ચર્ચેલ માહિતી સંશોધનને પાત્ર છે). * * અનન્યા/071117/હરીશદવે

ગ્રહનું નામ

સૂર્યથી અંતર au

સૂર્યથી અંતર Lakh km

સૂર્યની પ્રદક્ષિણાનો સમય

બુધ

0.39

579

88  દિવસો

શુક્ર

0.72

1082

225  દિવસો

 

પૃથ્વી

1.00

1496

365 દિવસો

મંગળ

1.52

2279

687  દિવસો

ગુરુ

5.20

7783

11.8  વર્ષો

શનિ

9.54

14269

29.5 વર્ષો

યુરેનસ .

19.18

28709

84   વર્ષો

નેપ્ચ્યુન

30.06

44970

164.8 વર્ષો

પ્લુટો

39.44

59135

248 વર્ષો

.

* *  * *  * *  * *

સૂર્યમંડળના ગ્રહોની વિશેષતાઓ:

* * કદની દ્રષ્ટિએ સૌથી મોટો ગ્રહ ગુરુ છે. સૌથી નાનો ગ્રહ પ્લુટો છે. ગુરુનો વ્યાસ 1,42,745 કિમી છે, જ્યારે પ્લુટોનો વ્યાસ 3000 કિમી (કે 2300 કિમી?) છે. પૃથ્વીનો વ્યાસ 12,756 કિમી છે.

* દરેક ગ્રહ સૂર્યને ફરતે પ્રદક્ષિણા કરે છે. બુધ માત્ર 88 દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે, જ્યારે પ્લુટો 248 વર્ષોમાં એક પ્રદક્ષિણા કરે છે.

* દરેક ગ્રહ પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. ગુરુ પોતાની ધરી પર માત્ર 9 કલાક 50 મિનિટમાં એક પરિભ્રમણ કરે છે, જ્યારે શુક્ર પોતાની ધરી પર 243 દિવસે એક પરિભ્રમણ કરે છે.

* શુક્રને સૂર્યની એક પ્રદક્ષિણા કરતાં 224.7 દિવસ લાગે છે, પરંતુ પોતાની ધરી પર એક પરિભ્રમણ માટે 243.2 દિવસ લાગે છે. પરિણામે શુક્ર પર “વર્ષ” (224.7 દિવસ) કરતાં “દિવસ” (243.2 દિવસ) મોટો છે.

* શુક્રના ગ્રહ પર સરેરાશ ઉષ્ણતામાન 480 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે પ્લુટોનું સરેરાશ ઉષ્ણતામાન – 230 ડિગ્રી સેલ્સિયસ છે.

* શુક્રના ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં “ઊગે છે” અને પૂર્વ દિશામાં “આથમે છે”.

* પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ ચંદ્ર છે. બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. ગુરુને 39 જેટલા ઉપગ્રહ છે. ગુરુનો ઉપગ્રહ Ganymede સૌથી મોટો ઉપગ્રહ છે, જેનો વ્યાસ 5276 કિમી છે. શનિના ઉપગ્રહ ટાઇટન (Titan) નો વ્યાસ 5140 કિમી છે. પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રનો વ્યાસ 3476 કિમી છે. ** અનન્યા/071117/હરીશદવે * * *

*  *  *  *

ગુજરાતી-અંગ્રેજી ભાષા:

આપણે અંગ્રેજી ભાષાની  ડિક્ષનેરીનો વિચાર કરીએ તો બે નામ અવશ્ય સામે આવે:

ઓક્સફર્ડ (Oxford) અને વેબ્સ્ટર (Webster).

અત્યારે ભલે આ બે નામ પ્રસિદ્ધ હોય, પરંતુ અંગ્રેજી ભાષામાં પ્રથમ વ્યવસ્થિત ડિક્ષનેરી રચવાનો શ્રેય અંગ્રેજ વિદ્વાન સેમ્યુઅલ જહોનસન (Samuel Johnson) ને જાય છે. સેમ્યુઅલ જહોનસનની ડિક્ષનેરી “A Dictionary of the English Language” 1755ની 15 એપ્રિલે ઇંગ્લેંડમાં પ્રકાશિત થઈ.

અમેરિકામાં અંગ્રેજી ભાષાની પ્રથમ ડિક્ષનેરી વેબ્સ્ટર (Noah Webster) દ્વારા 1806માં પ્રકાશિત થઈ. આ પ્રથમ અમેરિકન ડિક્ષનેરીનું નામ “A Compendious Dictionary of the English Language” હતું. પછી Merriam Brothers દ્વારા વેબ્સ્ટરનું કાર્ય ઉપાડી લેવામાં આવ્યું.

પ્રથમ Merriam-Webster dictionary 1847માં પ્રકાશિત થઈ. તેની કિંમત 6 ડોલર હતી.

અત્યારે પ્રચલિત વેબ્સ્ટરની ઇંટરનેશનલ આવૃત્તિ “Webster’s Third New International Dictionary ( Unabridged)” માં લગભગ 4,70,000 એન્ટ્રીઝ છે. વેબ્સ્ટરની નાની લોકપ્રિય ડિક્ષનેરી “Webster’s Collegiate Dictionary, 11th Edition” છે જેમાં 1,65,000 એન્ટ્રીઝ છે.

આજે આપણે ઓક્સફર્ડ ડિક્ષનેરી જોઈએ છીએ, તેનું મૂળ રૂપ કાંઈક જુદું જ હતું.

આ ડિક્ષનેરીનો પ્રથમ ભાગ 1884માં A New English Dictionary on Historical Principles તરીકે પ્રગટ થયો. 350 જેટલા પાનાના આ ભાગમાં અંગ્રેજીના A થી લઈ Ant સુધીના શબ્દો સમાવિષ્ટ હતા. તેની કિંમત બાર શિલિંગ અને 6 પેન્સની હતી. આ ડિક્ષનેરીના ક્રમશઃ નાના નાના ભાગો પ્રગટ થતા ગયા.

1895માં પ્રથમ વખત તેનું નામ Oxford English Dictionary રાખવામાં આવ્યું. તેનો 125મો છેલ્લો ભાગ 1928માં પ્રગટ થયો. તે પછી ટૂંક સમયમાં જ બાઉન્ડ વોલ્યુમમાં પૂરી ઓક્સફર્ડ ડિક્ષનેરી ઉપલબ્ધ બની.

1992માં Oxford English Dictionary ડિજિટાઇઝડ રૂપમાં CD ROM તરીકે પણ ઉપલબ્ધ થઈ.

કોલેજ કાળથી આજ સુધી મારી અંગત લાયબ્રેરીમાં હંમેશા વેબ્સ્ટર અને ઓક્સફર્ડ – બંને ડિક્ષનેરીઝને માનભર્યું સ્થાન મળ્યું છે. અનન્યા/071117/હરીશદવે

.

9 thoughts on “અનન્યા/071117/ આજકાલ–સામાન્યજ્ઞાન

 1. વાચક મિત્રોને ફરી વિનંતી કે આપ બદલાતા વિશ્વની પ્રતિ પળ બદલાતી માહિતી વિશે સતર્ક રહેશો. બ્રહ્માંડના ઘટકોની માહિતી જ નહીં, પરિભાષા પણ બદલાતી જાય છે. દા .ત. ગ્રહ (Planet) ની વ્યાખ્યા બદલાઈ છે.
  નવી ટેકનોલોજીની મદદથી વિવિધ પરિમાણો વિશે નવી માહિતી આવતી જાય છે અને જૂના ડેટામાં સતત સુધારા કરતા જવા પડે છે. આમ છતાં, માહિતીના સ્રોતો અલગ અલગ માહિતી આપતા હોવાથી વિસંવાદિતા ઘણી રહે છે.

  આપ પૂરક માહિતી કે અપડેટેડ માહિતી અહીં કોમેંટમાં લખતા જશો તો વાચકોને ઉપયોગી થશે.

  આપના સહયોગની અપેક્ષા …. હરીશ દવે અમદાવાદ
  .

 2. પિંગબેક: સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર – મધુસંચય

 3. પિંગબેક: નાસા (અમેરિકા)એ કરી એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ના સાત ગ્રહોની વિક્રમી શોધ – મધુસંચય

 4. પિંગબેક: અનામિકાને પત્ર: 1702-2  – અનામિકા

 5. પિંગબેક: બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ? – મધુસંચય

 6. પિંગબેક: અનામિકાને પત્ર: 1806 – મધુસંચય

 7. પિંગબેક: અનામિકાને પત્ર: 1806 – અનામિકા

 8. પિંગબેક: હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વોયેજર 2ના પ્રવાસનો આરંભ – મધુસંચય

 9. પિંગબેક: ભારતનાં ચંદ્રયાન મિશનો અને વિશ્વમાં અવકાશ સંશોધનનાં અન્ય મિશનો – મધુસંચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s