અનન્યા/071117/ફિલ્મ-સિનેમા

.
ભારતમાં ફિલ્મનું આગમન

1896ની સાતમી જુલાઈનો દિવસ.

મુંબઈ શહેર. કાલાઘોડા વિસ્તારમાં વોટસન હોટેલ.

જૂની મુંબઈથી જ્ઞાત વાચકો જાણતા હશે કે કાલા ઘોડા વિસ્તારનું નામ બ્રિટીશ રાજવી કિંગ એડવર્ડ ઘોડા પર સવાર હોય તેવી પ્રતિમાને આભારી છે. કાલા ઘોડા વિસ્તારના મ્યુઝિયમ નજીક આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ. ત્યાં હતી વોટસન હોટેલ.

મુંબઈની વોટસન હોટેલમાં ફ્રાંસના લુમિયેર બ્રધર્સની ફિલ્મોનો ભારતનો પ્રથમ ફિલ્મ શો યોજાયો.

આ ફિલ્મ શોની જાહેરાત ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કરવામાં આવી હતી. ફિલ્મની ટિકિટ તે સસ્તાઇના જમાના પ્રમાણે ખૂબ ઊંચી રાખી હતી – એક રૂપિયો!! દિવસના ચાર ટૂંકા શો થતા.

ફિલ્મો જ કેટલી ટૂંકી હતી! એક ફિલ્મ માંડ 45 થી 60 સેકંડ ચાલતી!

ન વાર્તા, ન પ્રસંગો. ન તો પાત્રો, ન અવાજ.

બસ, માત્ર હાલતાં ચાલતાં ચિત્રો જોવાનાં. અને છતાં તે જોઈ લોકો ઘેલાં બન્યાં!

ભારતમાં શરૂઆતમાં પ્રદર્શિત થતી આ ફિલ્મ્સનાં નામ કાંઈક આવાં હતાં: ધ અરાઇવલ ઓફ ટ્રેઇન, ધ સી બાથ, સ્ટ્રીટ ડાંસીઝ ઓફ લંડન, બેબીઝ ડિનર, એંટ્રી ઓફ સિનેમેટોગ્રાફ, વગેરે …

હાલતાં ચાલતાં ચિત્રોવાળી સિનેમાએ લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધાં.

“ધ અરાઇવલ ઓફ ટ્રેઇન”માં ટ્રેઇનને પડદા પરથી પોતાના તરફ આવતી જોઇને લોકો ડરી જતાં! દરિયાનાં ઊછળતાં મોજાં લોકોને ડરાવી દેતાં!

વોટસન હોટેલના ફિલ્મ શો મુંબઈમાં જ નહીં, હિંદુસ્તાનભરમાં ચર્ચાનો વિષય બન્યા. ત્યાર પછી મુંબઈના નોવેલ્ટી થિયેટરવાળા બિલ્ડીંગમાં સિનેમા શો યોજાવા લાગ્યા. ** અનન્યા/071117/ ફિલ્મ-સિનેમા/હરીશદવે

Advertisements

7 thoughts on “અનન્યા/071117/ફિલ્મ-સિનેમા

  1. Thanks so much, Harishbhai. I truly admire your spirit in trying your best to encourage our Gujarati students to become familiar with new emerging technologies.
    Let me know in any way i can help.

    although in English, i am highlighting Gujarat’s contribution for students who do not read Gujarati (for example, Sunita Williams) but I hope they become interested in what Gujarat has provided through SV’s blog (forSV.com)

    See Samachar section in Vaat-Chit

  2. પિંગબેક: અનન્યા/071124/પ્રથમપૃષ્ઠ « અનન્યા . Ananyaa

  3. પિંગબેક: અનન્યા/071201/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa

  4. પિંગબેક: ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા « મધુસંચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s