અનન્યા/071110/દેશ-દુનિયા

.

અનન્યા/071110/ દેશ-દુનિયા

 * ભારતમાં ગુગલ  Google હવે પોતાની સેવાઓનું વિસ્તરણ કરી રહી છે.

મોબાઇલ ફોન પર હવે  ગુગલ સર્ચ (Google Search) ઉપલબ્ધ છે.

એસ એમ એસ દ્વારા ગુગલ સર્ચનો લાભ લઈ શકાય તેવી આ સેવાને “Google SMS”  નામ અપાયું છે.

એરટેલ (Airtel) , રિલાયન્સ (Reliance), બીએસએનએલ (BSNL) વગેરે નેટવર્કના મોબાઇલ ધારકો ગુગલ સર્ચને Text Message મોકલી શકશે અને ગુગલ પરથી એસ એમ એસ  દ્વારા જ માહિતી મેળવી શકશે. **   

* ભારતના ‘મહાકાય’  ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર હવે વિશ્વની નજર છે. ભારતમાં મોટી જનસંખ્યાને કારણે સિનેમા ઉદ્યોગ માટે વિશાળ માર્કેટ મળે છે. આ હકીકત વિદેશી ફિલ્મ નિર્માતાઓ તથા ફિલ્મ વિતરકો ગંભીરતાથી લઈ રહ્યા છે.

ચાલો, આંકડાઓ પર એક નજર નાખીએ.

2006ના વર્ષમાં અમેરિકામાં હોલિવુડમાં માત્ર 150 જેટલી ફિલ્મ્સ બની. ભારતીય ફિલ્મ ઉદ્યોગની વાત કરી તો? 2006માં ભારતમાં 1000થી વધુ ફિલ્મો બની. તેમાંથી મુંબઈના બોલિવુડની 226 ફિલ્મો છે, બાકીની તેલુગુ, તામિલ, મલયાલમ આદિ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો!! માની શકશો? ગયા વર્ષે ભોજપુરી ભાષામાં 75થી પણ વધારે ફિલ્મો બની! ** 

* 1930માં મહાત્મા ગાંધીએ દાંડીકૂચ દ્વારા અંગ્રેજો સામેની હિંદુસ્તાનની સ્વાતંત્ર્ય ચળવળને નવું જોમ આપ્યું.

 નમકનો કાયદો તોડવા ગાંધીજીએ અમદાવાદથી  દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ગામ દાંડી સુધી પગપાળા કૂચ કરી. અમદાવાદથી બારેજા, માતર, નડિયાદ, આણંદ, બોરસદ, જંબુસર, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, કરાડી થઈ દરિયા કિનારે દાંડી પહોંચતાં ચોવીસ દિવસ લાગ્યા. જિસસ ક્રાઇસ્ટ અને મહાત્મા ગાંધીના પ્રેમ-કરુણા-અહિંસાના સિદ્ધાંતોમાં સામ્ય નિહાળતા ફિલ્મ નિર્માતા ડેવિડ બેટ્ટી તાજેતરમાં અમદાવાદ હતા. ડિવિડ બેટ્ટી એમી (Emmy Award) તથા બાફ્ટા એવોર્ડ (BAFTA Award) વિનર  ફિલ્મ નિર્દેશક છે.  એક ટીવી દસ્તાવેજી ચિત્ર બનાવવા તેઓ અમદાવાદની મુલાકાતે હતા. ગાંધીજીની દાંડીકૂચના માર્ગે આવતાં નાનાંમોટાં સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છા તેમણે દર્શાવી. વિદેશી ફિલ્મ નિર્માતાનો ગાંધીપ્રેમ આપણને કાંઈક કહી જાય છે? ** અનન્યા/071110/હરીશ દવે  **

*  ઇટાલીની વિશ્વવિખ્યાત ફેશન કંપની ગુચી (Gucci, Italy)  હવે ભારતમાં આવી પહોંચી છે.  Gucci કંપનીની પોતાની માલિકીનો પ્રથમ સ્ટોર સાઉથ મુંબઈના પોશ વિસ્તારમાં ખુલ્લો મુકાયો છે. આગામી મહિનામાં દિલ્હી ખાતે ગુચીનો ફેશન સ્ટોર કાર્યરત થશે. ગુચી પુરૂષ-સ્ત્રીઓના તૈયાર પોષાકો, હેન્ડબેગ્સ, પર્સ, શુઝ, ઘડિયાળો, સનગ્લાસીસ વગેરે  ડિઝાઇનર પ્રોડક્ટસ સાથે વિશ્વભરમાં ફેશન ઉદ્યોગમાં નામના ધરાવે છે. ** અનન્યા/071110/હરીશ દવે  **

.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s