અનન્યા/071110/ આજકાલ–સામાન્યજ્ઞાન

.

અનન્યા/071110/ આજકાલસામાન્યજ્ઞાન

 .

આજ-કાલ:

આ વર્ષનું નોબેલ પીસ પ્રાઈઝ (Nobel Prize for Peace) અમેરિકનો માટે જ નહીં, આપણા માટે ભારતીયો માટે આજ-કાલ ચર્ચાનો વિષય છે.

આ વર્ષનું નોબેલ પીસ પ્રાઈઝ (વિશ્વ- શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ) સંયુક્ત રીતે અમેરિકાના ભૂતપૂર્વ વાઇસ-પ્રેસિડેન્ટ શ્રી અલ ગોર (Mr. Al Gore,  former  US Vice President ) તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થા IPCC (Inter-Governmental Panel on Climate Change) ને મળે છે.

ભારત માટે ગર્વની વાત એ કે આ આંતરરાષ્ટ્રીય સંસ્થા IPCC ના ચેરમેન તરીકે એક ભારતીય શ્રી રાજેન્દ્ર કે. પચૌરી છે.

શ્રી પચૌરીએ અમેરિકા (North Carolina State university, USA) માં અભ્યાસ કર્યો છે. શ્રી આર. કે. પચૌરી ભારત સરકારના એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટીટ્યુટના  ડાયરેક્ટર જનરલ પણ છે.

 IPCC  વિશ્વના વિભિન્ન ભાગોની આબોહવાના ફેરફારોના અભ્યાસ-રિપોર્ટસ તૈયાર કરે છે. સ્વાભાવિક છે કે તેની કામગીરીનો સંબંધ પર્યાવરણને અસર કરતા પરિબળો તેમજ સમાજવ્યવસ્થા, ધરતી, વનસંપત્તિ, સમુદ્રસંપત્તિ વગેરે સાથે છે.

67 વર્ષના શ્રી રાજેન્દ્ર કે. પચૌરી દિવસના સત્તર કલાક પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે. ** અનન્યા/071110/હરીશ દવે **

*    *     *    *    *  

સામાન્યજ્ઞાન:

આપણે આપણા સૂર્યનો પરિચય મેળવીએ.

સૂર્ય એ પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે.

સૂર્યની ઉંમર આશરે 4.5 બિલિયન વર્ષથી પણ વધુ છે.

જે રીતે પૃથ્વી સૂર્યને કેન્દ્રમાં રાખી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે, તે રીતે સૂર્ય અને સૂર્યમંડળ ગેલેક્સી મિલ્કી વેના કલ્પિત કેન્દ્રને ફરતે પ્રદક્ષિણા કરે છે. મિલ્કી વેના કેન્દ્રની ફરતે એક પ્રદક્ષિણા પૂર્ણ કરતાં સૂર્ય બાવીસ કરોડ પચાસ લાખ વર્ષ (225 મિલિયન વર્ષ) નો સમય લે છે.

સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 1496 લાખ કિમી દૂર છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ Astronomical Unit અથવા  au) કહેવામાં આવે છે.

એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અર્થાત્ 1  au  = 14,95,98,500 કિમી.

આપણા સૂર્યમંડળના ગ્રહો વચ્ચેનાં અંતર એસ્ટ્રોનોમિકલ યુનિટમાં વ્યક્ત થાય છે.

સૂર્યનો વ્યાસ આશરે 13.84 લાખ કિમી છે.

સૂર્યની બાહ્ય સપાટી (Periphery) નું  તાપમાન 5770 કેલ્વિન (આશરે 6000 ડિગ્રી સેલ્સિયસ કે 9940 ડિગ્રી ફેરનહીટ) છે.

સૂર્યનું કેન્દ્રીય તાપમાન (Temperature of the core) 150 લાખ કેલ્વિનથી પણ વધુ છે !!!

સૂર્ય હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓથી બનેલો ધગધગતો ગોળો છે. સૂર્યના બંધારણમાં આશરે 71% હાઇડ્રોજન, 26.5 % હિલિયમ તથા 2.5 % લિથિયમ અને અન્ય તત્વો છે. ** અનન્યા/071110/હરીશ દવે **

*    *     *    *    * 

ગુજરાતી-અંગ્રેજી ભાષા:અંગ્રેજી ભાષામાં વપરાતા કેટલાક શબ્દોનો સંબંધ સંખ્યા સાથે છે. આપણે Mono,  Bi  તથા Poly શબ્દો વિષે વિચારીએ. Mono નો સંબંધ એક સાથે છે. Bi નો સંબંધ બે સાથે છે. Poly નો સંબંધ એકથી વધારે સાથે છે.

Mono  પરથી ઊતરી આવેલા શબ્દો રસપ્રદ છે.

Monotheist એટલે એક ઈશ્વરમાં માનનાર.  Monotheism એટલે એકેશ્વરવાદ. Monologue એટલે પોતાની જાતને સંબોધવું, એકલા કે મનોમન બોલવું, નાટકમાં એક જ વ્યક્તિનું બોલતા રહેવું.    Monogamy એટલે એકપત્નીત્વની પ્રથા કે નીતિ.  Monotone એટલે એક જ સૂર, એક ધારા.  Monotonous એટલે એક સૂરવાળું, એકધારું, વિવિધતા વિનાનું.   

Bi પરથી બનતા શબ્દો.  Bicycle એટલે દ્વિચક્રી, બે પૈડાવાળું.  Bigamy  એટલે બે પત્ની કરવાનો રિવાજ. Bilingual  એટલે બે ભાષા સંબંધી કે દ્વિભાષી.  Bilateral એટલે બે પક્ષો સંબંધિત કે દ્વિપક્ષી.  

Poly પરથી બનતા શબ્દો. Polytheism એટલે એકથી વધારે ઈશ્વરની પૂજા-આરાધના અથવા અનેક દેવ-દેવતાઓમાં આસ્થા. Polygamy  એટલે બહુપત્નીત્વની પ્રથા. Polygon એટલે બહુકોણ, એકથી વધારે ખૂણાવાળી રચના. ** અનન્યા/071110/હરીશ દવે

. 

One thought on “અનન્યા/071110/ આજકાલ–સામાન્યજ્ઞાન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s