અનન્યા/071103/ આજકાલ–સામાન્યજ્ઞાન

.

અનન્યા/071103/ આજકાલસામાન્યજ્ઞાન

* આજકાલ:

આજકાલ ભારતમાં વોડાફોન નામ ખૂબ ગાજી રહ્યું છે.

વોડાફોન (Vodafone) નામથી હવે આપ સૌ પરિચિત છો. વોડાફોન યુ.કે. (United Kindom) ની કંપની છે. હાલ વોડાફોન વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફોન ઓપરેટર કંપની છે. પ્રથમ નંબરની કંપની તરીકે વોડાફોનની વર્તમાન માર્કેટ વેલ્યુ આશરે 150 બિલિયન ડોલર્સથી વધારે છે.

વિશ્વમાં બીજા નંબરે આવતી મોબાઇલ ફોન કંપની ઓસ્ટ્રેલિયાની ટેલસ્ટ્રા (Telstra) કંપની છે.

ભારતની સૌથી મોટી મોબાઈલ ફોન ઓપરેટર કંપની ભારતી એરટેલ (Bharti Airtel)  છે. તેની વેલ્યુ આશરે 53 બિલિયન કરોડ ડોલર (રૂપિયા 210000 કરોડ)  જેટલી  અંકાય છે. ભારતમાં બીજો ક્રમ રિલાયંસ કોમ્યુનિકેશન્સ (Reliance Communications) નો છે.

બ્રિટીશ કંપની વોડાફોન હવે ભારતમાં આવી ગઈ છે.

ગયા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2007માં વોડાફોન કંપનીએ ભારતની હચિસન એસ્સાર લિમિટેડ (અથવા હચ Hutch) હસ્તગત કરી. ભારતમાં હચ (Hutch) ના નામ-રંગમાં પરિવર્તન થતાં રહ્યાં છે. 1999માં ઓરેંજ (Orange) કંપની તરીકે તેણે ઓરેંજ રંગ અપનાવ્યો. 2002માં કંપની હચ તરીકે ઓળખાઈ. 2005ના અંતમાં હચનો રંગ ઓરેંજમાંથી પીંક બન્યો.

હવે હચને વોડાફોન કંપનીએ ખરીદી છે. હચના પિંકમાંથી વોડાફોનનો રંગ રેડ થયો છે.

અને છેલ્લે એક અધધ … વાત!

હચથી વોડાફોન બ્રાંડઇમેજ બદલવાનો ખર્ચ રૂપિયા 500 કરોડ જેટલો થશે. ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં આ સૌથી મોંઘું બ્રાંડ-ઇમેજ પરિવર્તન હશે !!! ** અનન્યા/071103/ 

**  **  **   **  **   **   **  **  ** 

* સામાન્યજ્ઞાન

આપણો સૂર્ય એક તારો છે.

આવા કરોડો તારા મળી એક મંદાકિની અથવા ગેલેક્સી’ (Galaxy) બને છે.

આવી કરોડો ગેલેક્સી મળી આપણું બ્રહ્માંડ (The Universe) રચાય છે. આપણાં બ્રહ્માંડ જેવાં અનેક બ્રહ્માંડ છે.

અવકાશમાં દૂર-સુદૂર અગણિત તારા અને ગેલેક્સીઓ વિસ્તરેલ છે. તેમની વચ્ચેનાં અંતર માપવા કિલોમીટર તો ક્ષુલ્લક માપ ગણાય. તેથી અવકાશીય અંતર માટે મહાપ્રચંડ માપ/એકમ પ્રયોજવામાં આવે છે.

પ્રકાશની ગતિ એક સેકંડના 2,99,792.458 કિલોમીટરની (શૂન્યાવકાશમાં) છે.

એમ કહી શકાય કે પ્રકાશ એક સેકંડમાં લગભગ ત્રણ લાખ કિમી અંતર કાપે છે.

આ ગતિથી પ્રકાશ એક વર્ષમાં જે અંતર કાપે તેને એક પ્રકાશવર્ષ (Light year) કહે છે. 

એક પ્રકાશવર્ષ = 9.46 x 1012 કિમી.

અવકાશીય અંતર માપવાનો બીજો એક એકમ પારસેક (parsec) છે. એક પારસેક = 3.26 પ્રકાશ વર્ષ.

આપણે બ્રહ્માંડની વિશાળતાનો તાગ મેળવીએ. આપણે માત્ર આપણા જ બ્રહ્માંડની વાત કરીએ.

બ્રહ્માંડ અગણિત ગેલેક્સીઓનું બનેલું છે. Galaxies are the building blocks of the universe.

દરેક ગેલેક્સી કરોડો તારાઓ, હાઇડ્રોજન ગેસ તથા રજ (Dust) થી રચાય છે. એક વૈજ્ઞાનિક અંદાજ મુજબ, આપણી એક ગેલેક્સીમાં 1011 તારા છે.

આપણા બ્રહ્માંડમાં આવી 1011 ગેલેક્સીઓ છે.

અર્થાત્ આપણા બ્રહ્માંડમાં કુલ 1022 તારા હોવાનો અંદાજ છે.

1022 એટલે 10,00,00,00,00,00,00,00,00,00,000 તારા !!!

એક નવાઈની વાત આવી વિશાળ ગેલેક્સીઓ એકબીજાથી સતત દૂર દૂર જઈ રહી છે! બીજા શબ્દોમાં, બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે!!!

આપણી પૃથ્વી, અન્ય ગ્રહો અને આપણો સૂર્ય મળીને આપણું સૌરમંડળ રચાય છે. આપણું સૌરમંડળ જેને આભારી છે, તે સૂર્ય એક તારો છે. આવા કરોડો તારા મળી આપણી ગેલેક્સી બની છે. આપણી ગેલેક્સીને આપણે આકાશગંગા (Milky Way)  નામથી ઓળખીએ છીએ. આપણી ગેલેક્સી આકાશ ગંગા (મિલ્કી વે) વલયાકાર સ્પાઇરલ છે.

આકાશગંગાનો વ્યાસ એક લાખ પ્રકાશવર્ષ છે. અર્થાત્ ગેલેક્સીના એક છેડેથી બીજે છેડે સુધી પહોંચવામાં પ્રકાશને એક લાખ વર્ષ લાગે!! ** અનન્યા/071103

**  **  **  **  **  **  **  ** 

* ગુજરાતી-અંગ્રેજી ભાષા:

આપને કદી પ્રશ્ન થયો છે કે અંગ્રેજી ડિક્ષનેરીમાં સૌથી લાંબો શબ્દ કયો? આના ઉત્તર અંગે મતભેદ છે પણ અંગ્રેજી ભાષામાં આટલો લાંબો શબ્દ આપે જોયો છે?  Pneumonoultramicroscopicsilicavolcanoconiosis.

આ શબ્દ 45 અક્ષરોનો બનેલો છે. તે ફેફસાંના સોજાના એક રોગનું નામ છે. રેતી, પથ્થર આદિના  અતિ સૂક્ષ્મ રજકણો ફેફસાંમાં જવાથી ત્યાં સોજો આવે છે. આ બીમારીપૂર્ણ સ્થિતિ માટે ઉપરોક્ત શબ્દ વપરાય છે.

* આપે Numero Uno શબ્દ સાંભળ્યો છે?

લેટિન ભાષા પરથી અંગ્રેજી આદિ ભાષાઓમાં વપરાતા આ શબ્દનો અર્થ છે પ્રથમ ક્રમનું, શ્રેષ્ઠ, ઉત્તમ. સર્વપ્રથમ. Number One.

આપણને રસ પડે તેવો લેટિન શબ્દ છે Unus.

લેટિન શબ્દ Unus  એક સૂચવે છે. આ લેટિન શબ્દ પરથી કેટલાક અંગ્રેજી શબ્દો બન્યા છે.

Unit એટલે એકમ.  Unify એટલે એક કરવું કે એક થવું, Unity એટલે એક સાથે હોવાની સ્થિતિ કે એકતા.   Union એટલે એક થયાની કે એક સાથે રહેવાની/જોડાવાની સ્થિતિ. Uniform  એટલે એક જ સ્વરૂપનું કે એક જ પ્રકારનું. Unique  એક માત્ર; તે પ્રકારનું એક અને માત્ર એક જ. ** અનન્યા/071103

.

15 thoughts on “અનન્યા/071103/ આજકાલ–સામાન્યજ્ઞાન

  1. પિંગબેક: અનન્યા/071201/આજકાલ-સામાન્યજ્ઞાન « અનન્યા . Ananyaa

  2. પિંગબેક: અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન « અનન્યા . Ananyaa

  3. પિંગબેક: નાસા (અમેરિકા)એ કરી એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ના સાત ગ્રહોની વિક્રમી શોધ – મધુસંચય

  4. પિંગબેક: અનામિકાને પત્ર: 1702-2  – અનામિકા

  5. પિંગબેક: બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ? – મધુસંચય

  6. પિંગબેક: ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જર દ્વારા બ્રહ્માંડનાં ફાસ્ટ રેડિયો બર્સ્ટ વિશે અભૂતપૂર્વ સંશોધન 

  7. પિંગબેક: ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ માટે લિગોના વૈજ્ઞાનિકોને મળ્યું નોબેલ પ્રાઇઝ – મધુસંચય

  8. પિંગબેક: હાઇ એનર્જી પાર્ટિકલ ન્યુટ્રીનો પર સંશોધન માટે ભારતમાં ન્યુટ્રીનો ઑબ્ઝર્વેટરી – અનુપમા

  9. પિંગબેક: ઘોસ્ટ પાર્ટિકલ ન્યુટ્રીનોનો સ્રોત શોધતી એન્ટાર્ક્ટિકાની આઇસક્યુબ ઑબ્ઝર્વેટરી – મધુસંચય

  10. પિંગબેક: અનામિકાને પત્ર: 1807 – અનામિકા

  11. પિંગબેક: સૂર્યના ભડભડતા કોરોનામાં પહોંચશે નાસાનું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ – મધુસંચય

  12. પિંગબેક: હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વોયેજર 2ના પ્રવાસનો આરંભ – મધુસંચય

  13. પિંગબેક: પાર્કર સોલર પ્રોબ, યુજીન પાર્કર અને ભારતના સુબ્રમણ્યન ચંદ્રશેખરને જોડતી કડીઓ – અનુપમા

  14. પિંગબેક: મિલ્કી વે ગેલેક્સીના સૌથી નાના બ્લેક હોલની શોધ – એસ્ટ્રોફિઝિક્સમાં રોમાંચક પ્રગતિ – મધુસંચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s