અનન્યા/071027/ગુજરાતી નેટ જગત

.

અનન્યા/071027/ગુજરાતી નેટ જગત

આ પૃષ્ઠ ગુજરાતી ભાષાને ઇન્ટરનેટ પર  ગૌરવ બક્ષવામાં ફાળો આપનાર નામી-અનામી ગુજરાતી ભાષાના પ્રેમીઓને સાદર સમર્પિત છે.

આપ સૌ બ્લોગર મિત્રોને  સપ્રેમ સમર્પિત છે. આપ સૌના પ્રયત્નોને વંદન!

આ પૃષ્ઠ પર આપણે ગુજરાતી નેટ જગત વિષે વિચારવિમર્શ કરીશું. ગુજરાતી બ્લોગિંગ એક્ટિવિટી તથા ગુજરાતી બ્લોગ્સનું વિહંગાવલોકન કરીશું. કોઈ જ પક્ષપાત કે પૂર્વગ્રહ વિના આપણે જાણ્યા-અજાણ્યા સૌ બ્લોગ્સની મુલાકાત લેતા રહીશું. આપણે તો બધેથી રસપાન કરવું છે, મિત્રો!

આજે આપણે કેટલીક રસપ્રદ સાઇટસ વિષે પ્રશ્નોત્તરી માણીશું. આવતા અંકે અન્ય મહત્વના અને સત્ત્વભર્યા બ્લોગ્સ પર નજર નાખીશું.

આપ નીચેના પ્રશ્નો ધ્યાનપૂર્વક વાંચશો અને તેના જવાબ યાદ કરવા પ્રયત્ન કરશો. જો આપ ગુજરાતી ઇંટરનેટનો નિયમિત આસ્વાદ લેતા હશો, તો ઉત્તર સરળતાથી આપી શકશો.

 આપની સુગમતા માટે પ્રશ્નોના અંતે ઉત્તરો ક્રમાનુસાર લિંક સહિત આપેલા છે.

(1) ઇન્ટરનેટ પર વિશ્વનો પ્રથમ ગુજરાતી શબ્દકોષ કયો? આ સાઇટ પર આપ ગુજરાતી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી તથા અંગ્રેજી-ગુજરાતી શબ્દાર્થ શોધી શકશો.

(2) આપ ઇન્ટરનેટ પર નવા છો. આપને આપનો તથા આપના બ્લોગ્સનો પરિચય મૂકવો છે. આ સુવિધા આપતી ગુજરાતી નેટની પ્રથમ સાઇટ કઈ?

(3) ગુજરાતી ભાષાના સાહિત્યને નિયમિત રૂપે ઇન્ટરનેટ પર મૂકતી પ્રથમ સાઇટ કઈ?

(4)  કૈલાસયાત્રાના સ્મરણોની વાત આપ કયા બ્લોગ પર વાંચી શકશો?

(5) આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
           
નથી આંખો,
નથી પગ, નથી હાથ 

શ્રી સુંદરમ્ ની રચના આપ ક્યાં માણશો?

(6) આપણા સૌના બ્લોગ્સના એક વિદ્વાન, વડીલ વાચક જે આપણાથી ઓઝલ રહીને વિવિધ બ્લોગ્સ પર ઉત્સાહપ્રેરિત કોમેંટ કરતા રહે છે. ગુજરાતી નેટનો ઈતિહાસ લખાય, ત્યારે આ સુજ્ઞ વાચકનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાય તેવું મારું નમ્ર સૂચન છે.

(7) ચરોતરના એક ગુજરાતી-પ્રેમી વયોવૃદ્ધ વિદ્વાન, જેમણે પોતાની નવલકથાઓને નેટ પર મૂકી નેટ પર સાર્વજનિક પુસ્તકાલય રચ્યું.

(8)  આપણો સંબંધ સખી
લીલેરું પાન ?
લીલું પાન તો કાલ પીળુ થાય

આ પંક્તિઓ કયા બ્લોગ પર માણી શકશો?

(9) પૂ. મોટાભાઈ પત્રમાળા કયા બ્લોગ પર ચાલે છે?

(10) શ્રી અવિનાશ વ્યાસની કૃતિ ઓછાં રે પડ્યાં .. ઓછાં રે પડ્યાં .. પૂનમ તારાં અજવાળાં ઓછાં રે પડ્યાં અમદાવાદના એક ઉત્સાહી યુવાનના કયા બ્લોગ પર વાંચી શકશો?

**** *  *  **        ઉત્તરો: અનન્યા/071027/

(1) આદરણીય શ્રી રતિલાલ ચંદરિયાના અપ્રતિમ પુરૂષાર્થનું ફળ તે ગુજરાતી લેક્સિકોન. www.gujaratilexicon.com/ 

(2) ગુજરાતી નેટ જગતમાં પ્રણેતારૂપે વિશિષ્ટ સ્થાન પામતી સાઇટ  www.forsv.com

(3) શ્રી મૃગેશભાઈ શાહની સાઇટ રીડ ગુજરાતી  www.readgujarati.com  

(4) શ્રીમતી નીલાબહેન કડકિયાના મેઘધનુષ પર  http://shivshiva.wordpress.com  

(5) ડો. ધવલ શાહ તથા ડો. વિવેક ટૈલરના લયસ્તરો પર http://layastaro.com/?p=927

(6) મૂળ ચરોતરના અમેરિકાસ્થિત વિદ્વાન શ્રી માનવંતભાઈ (તેમની સંમતિ વિના હું સાચું નામ જાહેર ન કરી શકું)

(7) બાકરોલના શ્રી જયંતિભાઈ પટેલની સાર્વજનિક પુસ્તકાલય સમી સાઇટ www.pustakalay.com  

(8)  શ્રીમતી નીલમબહેન દોશીના બ્લોગ પરમ સમીપે પર   http://paramujas.wordpress.com/2007/08/19/sjdyrt-gkhiu/

(9) શ્રી વિજયભાઈ શાહના બ્લોગ પર http://vijayshah.wordpress.com/

(10) શ્રી મંથન ભાવસારના બ્લોગ   http://gujaratigazal.wordpress.com/

અનન્યા/071027/ 

*  *

Advertisements

9 thoughts on “અનન્યા/071027/ગુજરાતી નેટ જગત

  1. આપણા ગુજરાતમાં નાના બાળકને પારણામાં ઝુલાવતા મા હાલરડું ગાય.જેના સુર અને શબ્દની સુંદર અસરમાં બાળક સુઇ જાય.ગુજરાતી ભાષાની સમૃધ્ધિ જગતની ભાષાઓમાં સર્વપ્રથમ સ્થાને છે.શબ્દ,સુર અને ભાવના નો જ્યારે સુમેળ થાય ત્યારે મનુષ્યના વિચારને પણ ઉંડાણમાં જ જવું પડે. તમારો આ પ્રયત્ન ઘણો જ પ્રસંસાને પાત્ર છે.મારી પાસે ફક્ત એટલા જ શબ્દો છે કે તમારી ઉત્તમ સેવા છે જેને હું પ્રદીપ બ્રહ્મભટ્ટ બિરદાવું છું………ધન્યવાદ,ગુજરાતી સર્જકોને.

  2. મને પણ આજે જ ખબર પડી આ બ્લોગની.

    આ માનવંત વયોવૃદ્ધ વાચકનું નામ ‘મનવંતભાઈ પટેલ’ છે. મણીકાકાના નામે જાણીતા છે. હું તેમને ‘મોટા’ કહી બોલાવું છું. ન્યુ જર્ઝીના ‘પરામસ’ સ્ટેટમાં રહે છે. મારી સાથે નિયમિત વાતો કરે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s