અનન્યા/071027/ આજકાલ–સામાન્યજ્ઞાન

.

અનન્યા/071027/ આજકાલસામાન્યજ્ઞાન

આ પૃષ્ઠ વર્તમાન વિશ્વની આજ-કાલ, સામાન્ય જ્ઞાન (GK) તથા જનરલ અવેરનેસ (General Awareness) પર કેન્દ્રિત રહેશે. આ પૃષ્ઠની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અભિવ્યક્તિ ખીલવવામાં પણ મદદરૂપ થશે.

*  દેશ-દુનિયાના સમાચાર – પસંદગીના મહત્વના રસપ્રદ સમાચાર:

 આ સપ્તાહમાં અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયામાં જંગલ-વિસ્તારોમાં લાગેલી ભીષણ આગ. શહેરી- કસ્બાઓના વિસ્તારો પણ આગની ઝપટમાં. ચાર દિવસ પછી આગ પર નિયંત્રણના ચિહ્નો. આગના પરિણામે પાંચ લાખ એકર વિસ્તાર પ્રભાવિત,  પાંચ લાખ નિવાસીઓનું સ્થળાંતર, 1800થી વધુ ઘર ભસ્મીભૂત, 50 થી વધુ નાગરિકો ઈજાગ્રસ્ત, આઠેકનાં મૃત્યુ. / અનન્યા/071027/

* સામાન્ય જ્ઞાન:

અતિ મોટી સંખ્યાઓ માટેના અગ્રેજી શબ્દો જાણી લઈએ.

આ શબ્દો છે 1 મિલિયન એટલે દસ લાખ ( 1 પછી 6 શૂન્ય).

1 બિલિયન એટલે 100 કરોડ (1 પછી 9 શૂન્ય).

1 ટ્રિલિયન એટલે એક લાખ કરોડ (1 પછી 12 શૂન્ય).

106 = 1 Million . 109 = 1 Billion.  1012 = 1 Trillion.

ચાલો, આ આંકડા સમજીએ અને તેના ઉપયોગથી સામાન્ય જ્ઞાન વધારીએ.

આપણું બ્રહ્માંડ (The Universe) જે અવકાશી ઘટનાને કારણે અસ્તિત્વમાં આવ્યું તે બનાવને બિગ બેંગ (Big Bang) કહે છે. એક પ્રચલિત વૈજ્ઞાનિક માન્યતા અનુસાર બિગ બેંગ ઘટના આશરે 12 બિલિયન વર્ષ કરતાં પણ પહેલાં બની. તે હિસાબે આપણું  બ્રહ્માંડ 1200 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોઈ શકે.

 આપણી પૃથ્વી આશરે 4.5 બિલિયન વર્ષ પહેલાં સર્જાઈ. 4.5 બિલિયન એટલે 450 કરોડ વર્ષો.

 વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલનાર લોકોની સંખ્યા આશરે 340 મિલિયન છે (ઈસ 2000નો એક અંદાજ). 340 મિલિયન એટલે 3400 લાખ અથવા 34 કરોડ. /અનન્યા/071027/

* ગુજરાતી-અંગ્રેજી ભાષા:

આપણે અંગ્રેજી શબ્દ “Theist”  પર વિચાર કરીએ.

આ શબ્દ “Theo-”  પરથી ઉદભવ્યો છે, જેનો સંબંધ ગ્રીક શબ્દ “Theos”  સાથે છે. ગ્રીક શબ્દ “Theos” નો અર્થ “god” અર્થાત્ ઇશ્વર થાય છે. Theist એટલે ઈશ્વરના અસ્તિત્વમાં માનનાર; આસ્તિક. Atheist એટલે ઈશ્વરમાં ન માનનાર; નાસ્તિક. Theology  એટલે Study of the theistic religion ટૂંકમાં, ધર્મનો અભ્યાસ.

અંગ્રેજી ભાષાના શબ્દ Small થી આપ પરિચિત છો.

સામાન્ય અર્થમાં Small એટલે નાનું.  

અંગ્રેજી ભાષામાં Small શબ્દ માટે અન્ય કેટલાક પર્યાયવાચી શબ્દો છે, જે વિશિષ્ટ અર્થમાં વાપરી શકાય છે. ગુજરાતી ભાષાની માફક જ અંગ્રેજીમાં પણ પર્યાયવાચી શબ્દો યોગ્ય સંદર્ભમાં અને ઉચિત અર્થમાં જ વાપરી શકાય છે તે હંમેશા યાદ રાખવું.

Small એટલે  tiny, undersized, minute, little, young, mini. 

Small  એટલે બીજી રીતે વિચારતાં unimportant, insignificant, trivial, negligible, insufficient.

* અનન્યા/071027/

Advertisements

2 thoughts on “અનન્યા/071027/ આજકાલ–સામાન્યજ્ઞાન

  1. મિત્રો! આપ કોમેંટ લખો ત્યારે ઉપરના વિષય પર કાંઈક વિશષ માહિતી કોમેંટમાં ઉમેરી શકશો. આપની પાસેનું જ્ઞાન આપ વાચકો સમક્ષ મૂકતા રહેશો તો વિશાળ વાચક વર્ગને ફાયદો થશે. … હરીશ દવે અમદાવાદ

  2. પિંગબેક: અનન્યા/071124/પ્રથમપૃષ્ઠ « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s