અનન્યા/071027/પ્રથમ પૃષ્ઠ

.

અનન્યા/071027/પ્રથમ પૃષ્ઠ

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સુવિધા ઉપલબ્ધ થઈ છે!

આપ સૌ બ્લોગર મિત્રોએ જે સેવાયજ્ઞ આદર્યો છે, તેમાં અનન્યા પણ જોડાય છે.

આજે આપણી માતૃભાષાની મહેકને ગુજરાતના જ નહીં,  દુનિયાભરના ગુજરાતીઓ સુધી પહોંચાડવાની તકો જાગી છે. જે ગુજરાતીઓ માટે અંગ્રેજી ઇન્ટરનેટ અઘરું છે, તેઓ માટે ગુજરાતી ઇન્ટરનેટ સુલભ કરીએ. 

ગરવી ગુજરાતી ભાષાની સમૃદ્ધિને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, ગ્રામ્યવિસ્તારના જિજ્ઞાસુઓ અને દેશવિદેશના ગુજરાતી ભાષાના પ્રેમીઓ સુધી પહોંચાડવાની આપણી નૈતિક જવાબદારી છે.

 અંગ્રેજીના જાણકાર અભ્યાસાર્થીઓ ઇન્ટરનેટ પર થોકબંધ માહિતી મેળવી શકે, તો ગુજરાતી માધ્યમ સાથે સંલગ્ન સૌને તે લાભ ન પહોંચી શકે? આપણે આપણા મોટા ભાગના બ્લોગ્સમાં ગુજરાતી સાહિત્યને મૂકીને ગુજરાતી ઇન્ટરનેટના શ્રીગણેશ કર્યા. આપણા બ્લોગ્સ પર કવિતા- વાર્તાનું જે મહત્વ છે, તે જ મહત્વ જ્ઞાન-વિજ્ઞાન સહિતના અન્ય ક્ષેત્રોને આપવા  વિચારીએ.

આપ બ્લોગર મિત્રોને મારી અંગત અપીલ છે. જે વિષયોનું ખેડાણ ગુજરાતી નેટ જગત પર નહીંવત છે, તેના પર આપ કાંઈક લખો. આપણે આપણા બ્લોગ પર ઓછા ખેડાયેલા કે નવા નવા વિષયો પર લખીએ.

આવા ઘણા વિષયો હશે. આપના ધ્યાન પર લાવું?

વિજ્ઞાન, ટેકનોલોજી, મેનેજમેન્ટ, સાંપ્રત સામાજીક પ્રવાહો, રાજકારણના પ્રવાહો, સ્વાસ્થ્ય, આયુર્વેદ, મેડીસીન, હેલ્થકેર, શિક્ષણ, ફિલોસોફી, સાયકોલોજી, લલિત નિબંધ, પ્રવાસવર્ણન, લલિત કલાઓ સંગીત, નૃત્ય, ચિત્રકલાથી લઈ ફોટોગ્રાફી, કારકિર્દી, વ્યક્તિત્વવિકાસ ….  આમાંથી એકાદ વિષય પર આપણે મહિનામાં એકાદ પોસ્ટ ન મૂકી શકીએ?

કેટલાક બ્લોગરમિત્રો આવા ક્ષેત્રોમાં લખી રહ્યા છે. ખુશીની વાત છે.

ગુજરાતી નેટ પર નવા આવતા બ્લોગર મિત્રોને મારી ખાસ અપીલ છે. આપ કાવ્ય-ગઝલ ઉપરાંત સાહિત્યના અન્ય ક્ષેત્રો પર પણ નજર નાખશો? મારી વાતનો અનર્થ ન કરતા. કાવ્ય-કવિતાના બ્લોગ્સ ગુજરાતી નેટની અમૃતધારા છે. તેમણે ગુજરાતી નેટમાં ચેતના ભરી છે. ગઝલ લખો, કવિ બનો; પણ ત્યાં પૂર્ણવિરામ ન મૂકો. નવીન વિષયો પર થોડું યે લખવા સજ્જ થાઓ. તે માટે આપે ખૂબ વાંચવું પડશે. વિચારવું પડશે. લખવા ખાતર કશું ન લખી નાખીએ. મૌલિક શબ્દોમાં લખીએ  ત્યારે ભાષાશુદ્ધિનો આગ્રહ રાખીએ. 

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની શોભા તથા સમૃદ્ધિની વૃદ્ધિ આપણા હાથમાં છે.

આવો, મિત્રો! બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી ભાષાને ઇન્ટરનેટ પર અક્ષરસ્વરૂપ કરીએ.

*** અનન્યા/071027/

.

One thought on “અનન્યા/071027/પ્રથમ પૃષ્ઠ

  1. પિંગબેક: અનન્યા/071124/પ્રથમપૃષ્ઠ « અનન્યા . Ananyaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s