અનન્યા/080830/ફિલ્મ-સિનેમા

.
અનન્યા/080830/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 36)
ફાતમા બેગમ (ફાતિમા બેગમ) ને સ્ટાર ફિલ્મ્સની ‘વીર અભિમન્યુ’ ફિલ્મ ફળી. ત્યારે તેમની પુત્રી ઝુબેદાની ઉંમર માંડ અગિયારેક વર્ષની હતી. સચીનને અલવિદા કહી ફાતમા બેગમ અને પુત્રીઓ મુંબઈમાં સ્થાયી થયાં. 1924માં સરસ્વતી ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સતી સરદારબા’ આવી. ત્યારે નવી નવી શરૂ થયેલી સરસ્વતી ફિલ્મ્સના સ્થાપક [...]

અનન્યા/080726/ફિલ્મ-સિનેમા

(more…)

અનન્યા/080614/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)
.
આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ 1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.
સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે [...]

અનન્યા/080607/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)
.
મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.
ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાલકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.
અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની [...]

અનન્યા/080531/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 31)
.
અરદેશર ઈરાનીએ ભારતના ફિલ્મ ઉદ્યોગને પ્રથમ ટોકી મુવી (Talkie movie) અર્થાત્ સવાક્ સિનેમા (બોલતું ચલચિત્ર કે બોલપટ)ની ભેટ આપી.
ભારતીય સિનેમાની પ્રથમ ટોકી ફિલ્મ તે અરદેશર ઈરાની દ્વારા નિર્મિત ‘આલમ આરા’.
અરદેશર ઈરાની ખાનદાન પારસી કુટુંબનું ફરજંદ. તેમનો જન્મ 1886 (કે 1885 ?)માં થયો હતો. [...]

અનન્યા/080524/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 30)
.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકેની ફિલ્મનિર્માણ પ્રવૃત્તિમાં ઊંડો રસ લેનાર એક ગુજરાતી બ્રાહ્મણ મયાશંકર ભટ્ટ હતા.
દાદાસાહેબ ફાલકેની સિનેમા પ્રોડક્શન કંપની ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ની ફિલ્મોની વિતરણ વ્યવસ્થા મયાશંકર ભટ્ટ કરતા. ચલચિત્રનિર્માણના ઉજળા ભવિષ્યને પારખી મયાશંકરે પોતાના ફોઈના દીકરા ભોગીલાલ દવેને પોતાની સાથે તૈયાર [...]

અનન્યા/080517/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 29)
.
શ્રી નાથ પાટણકર ઉર્ફે એસ. એન. પાટણકર પોતાની શક્તિ પ્રમાણે ફિલ્મ લાઈનમાં ફાળો આપવા ઝઝૂમતા રહ્યા. “અનન્યા”ના મારા મિત્રો! 1922ના અરસામાં ગુજરાતી સાહસિકોએ મુંબઈમાં નેશનલ ફિલ્મ કંપની સ્થાપી હતી. તેના બેનર નીચે પાટણકરે ગુજરાત અને હિંદુસ્તાનની કેટલીક પ્રાચીન કથાઓને આધારે ફિલ્મો બનાવી. તેમાં ‘કરણઘેલો’ ફિલ્મની કથા [...]

અનન્યા/080510/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 28 )
‘કોહિનૂર’ અને ‘કૃષ્ણ’ – બંને ફિલ્મ કંપનીઓએ મુંબઈના સિનેમા જગતના – બોલિવુડના – પાયામાં ગજબનું ચણતર-કામ કર્યું.
તે સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પટ્ટણી બંધુઓ અને મુંબઈમાં શ્રી નાથ પાટણકર, ભટ્ટ અને દવે તેમજ અરદેશર ઈરાનીએ હિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગને વિશેષ ઘાટ આપ્યો.
પાટણકર અને દ્વારકાદાસ સંપટની વાત [...]

અનન્યા/080503/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 27)
આપને ચીમનલાલ લુહારની થોડી શી વાત કરી દઉં.
“ચીમનલાલ એમ. લુહાર બી.એસસી”નો જન્મ 1901માં થયો હતો. તેમની સિનેમા જગતની કારકિર્દીની શરૂઆત લેખક અને સિનેમેટોગ્રાફર તરીકે થઈ.
પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’માં ચીમનલાલ લુહાર પ્રકાશમાં આવ્યા. “અનન્યા”ના મિત્રોને તે સમયની ફિલ્મોના નામ કહું તો સાચે જ હસવું [...]

અનન્યા/080426/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 26)
 
 

પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે ‘સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની’ તથા પાછળથી ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ તરીકે ઓળખાઈ.
 

તેમની એક પ્રારંભિક ફિલ્મ હતી ‘સમુદ્રમંથન’ (1924).
પટ્ટણી ભાઈઓની તે ફિલ્મ પુરાણકથા પર આધારિત હતી. તેમાં દેવ-દાનવોના સમુદ્રમંથનની કથા  હતી. ‘સમુદ્રમંથન’ની ટ્રીક ફોટોગ્રાફી એટલી તો અદભુત હતી કે દેશ વિદેશમાં તેની [...]

અનન્યા/080419/ફિલ્મ-સિનેમા

 
.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 25)

દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ જ્યારે મુંબઈમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતનું નામ આંકી રહ્યા હતા, ત્યારે બે ગુજરાતી ભાઈઓએ સિનેમા ઉદ્યોગને કાઠિયાવાડ – સૌરાષ્ટ્રમાં લાવવાનું અકલ્પનીય સાહસ ખેડ્યું હતું.
 મિત્રો! કોહિનૂર તથા કૃષ્ણ ફિલ્મ કંપનીઓથી થોડી આડી વાતે હું જઇ રહ્યો છું, પણ તે જ અરસામાં તે ભાઈઓની [...]

અનન્યા/080412/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 24)
 
દ્વારકાદાસ સંપતની એક મહત્વની ફિલ્મ ‘ગુણસુંદરી’.
‘ગુણસુંદરી’એ કોહિનૂરની કીર્તિને આસમાને પહોંચાડી! 
1927માં કોહિનૂર નિર્મિત ‘ગુણસુંદરી’નું દિગ્દર્શન ચંદુલાલ શાહ નામના ગુજરાતીનું; આ એ જ સરદાર ચંદુલાલ શાહ જેમણે સમય જતાં ‘રણજીત મુવિટોન’ નામની અતિ સફળ ફિલ્મ કંપની સ્થાપી અને સ્વયં મુંબઈની ફિલ્મી દુનિયાના બેતાજ બાદશાહ બન્યા!
‘ગુણસુંદરી’ [...]

અનન્યા/080405/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 23)
.
દ્વારકાદાસ સંપતને ફિલ્મ લાઈન માટે વિશેષ પ્રેરણા દાદાસાહેબ ફાલકેની ફિલ્મોમાંથી મળી હતી.
પહેલાં આપને દ્વારકાદાસ સંપત (સંપટ)ની ‘કોહિનૂર’ની વાતો કરી લઉં?
મને યાદ આવે છે કોહિનૂર ફિલ્મ્સનાં અભિનેત્રી જમના.
તે વર્ષ હતું 1922નું. દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપનીની ફિલ્મ આવી ‘સુકન્યા સાવિત્રી’. તેમાં પ્રથમ વાર જમનાનો અભિનય [...]

અનન્યા/080329/ફિલ્મ-સિનેમા

.
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 22)
આપને કેવી રીતે સમજાવું કે ગુજરાત અને ગુજરાતીઓના મહામૂલા યોગદાનને કારણે જ ભારતીય સિનેમા ઉદ્યોગની ઇમારત આજની બુલંદી પર અડીખમ ઊભી છે!
દાદાસાહેબ ફાલકે એ હિંદુસ્તાનમાં સિનેમાને જન્મ આપ્યો અને એક મહાઉદ્યોગ – હિંદુસ્તાની ફિલ્મ ઉદ્યોગ – ની નીવ નાખી આપી.
દાદાસાહેબ ફાલકે કેટલાક વર્ષો ગુજરાતમાં [...]

અનન્યા/080322/ફિલ્મ-સિનેમા

*

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 21 ) 

મારી આંખોમાં આજે ય માણેકલાલ પટેલ અને દ્વારકાદાસ સંપત ની જુગલ જોડી તરવરે છે.
એકની કૃષ્ણ ફિલ્મ કંપની, બીજાની કોહિનૂર ફિલ્મ કંપની.
ઇસ્ટ દાદરમાં માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીનો ‘ગુજરાત સ્ટુડિયો’ હતો. આજે દાદરના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં ગુજરાત સ્ટુડિયોનું નામનિશાન નથી રહ્યું.
કૃષ્ણ ફિલ્મ કંપની [...]