અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

*
.

અનન્યા/071229/ફિલ્મ-સિનેમા
.ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી (હપ્તો નવ ) 
.
આજે હું આપને ભારતીય સિનેમા ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે (ફાળકે) ની વાત કરીશ.
તેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાલકે. ઇ.સ. 1870માં 30 એપ્રિલે મહારાષ્ટ્રના નાસિકમાં તેમનો જન્મ. પંદર વર્ષની વયે દાદાસાહેબ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કલાક્ષેત્રના અભ્યાસ અર્થે જોડાયા. મુંબઈથી દાદાસાહેબ વડોદરા પહોંચ્યા. વડોદરામાં [...]

અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

*
.
અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

“અનન્યા”ના ગયા અંકમાં (અનન્યા/071222/ગુજરાતી નેટ જગત) એક જ નામે શરૂ કરાતા અનેક બ્લોગ્સની માહિતી આવી ગઈ. તે સંદર્ભમાં ડો. ધવલભાઈ શાહ, ડો. વિવેકભાઈ ટેલર, શ્રી જય ભટ્ટ સહિત કેટલાક મિત્રોએ કોમેંટ/ઈ-મેઇલ દ્વારા રસપ્રદ પ્રતિભાવો આપ્યાછે. વર્ડપ્રેસ પર આવી  સાઇટ્સ જલદી નજરે ચડતી નથી, ક્યારેક જ નજરે ચડે છે તે એક નોંધનીય બાબત છે. [...]

અનન્યા/071229/દેશ-દુનિયા

*
.
અનન્યા/071229/દેશ-દુનિયા
*

હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર – ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક [...]

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન
.

આજકાલ વિશ્વમાં પર્યાવરણ  પ્રદૂષણ  અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
શહેરીકરણ, ઔદ્યોગીકરણ અને બેમર્યાદ ઉપભોક્તાવાદ જમીન, જળ અને વાયુમાં પ્રદૂષણ વધારતાં પરિબળો છે. “અનન્યા”નાં વાચકો જાણે છે કે વાતાવરણમાં રહેલ ઓઝોન વાયુનું સ્તર સૂર્યનાં નુકશાનકારક વિકિરણો (દા.ત. અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી પૃથ્વીનું રક્ષણ કરે છે. 
પૃથ્વી પરથી વાતાવરણમાં ઓકાતા દૂષિત વાયુઓને કારણે [...]

અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

*
.
અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

અસહ્યપણે વધતી જતી સામાજીક અને આર્થિક વિષમતાઓ વિશ્વના, માનવસમાજના ભાવિ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેમાંથી જ રાજકીય ઊથલપાથલ અને સાર્વત્રિક જનઆક્રોશ પેદા થતાં હોય છે.

નિયંત્રણવિહોણો, દિશાવિહીન, શાણપણ વિનાનો બેલગામ વિકાસ માનવીને ક્યાં દોરી જશે?
2007નું વર્ષ વિદાય લઈ રહ્યું છે.
આપણે સૌ આશા રાખીએ, 2008નું નવલ વર્ષ વિશ્વ માટે, માનવી માટે [...]

અનન્યા/071222/ફિલ્મ-સિનેમા

*
અનન્યા/071222/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર પ્રથમ વાર સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8)
.
પ્રિય વાચકો ( દર્શકો પણ કહું?) !

મને યાદ આવે છે મુંબઈના સેંડહર્સ્ટ રોડ પરના કોરોનેશન થિયેટરમાં મારી તાજપોશી.
બસ, તે દિવસથી મારી જાહોજલાલીના દિવસો શરૂ થયા. મારું બાળપણ થોડા વર્ષો સુધી તંબુઓમાં રઝળ્યું હતું. કેવી કંગાલ હાલત! પણ 1912માં મેં મુંબઈમાં કોરોનેશન થિયેટરમાં દબદબાપૂર્વક પગ મૂક્યો [...]

અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

*અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતના બ્લોગ્સના નામોથી છેતરાવાનો વખત આવી ગયો છે!
આપણા મિત્રો પાસે બ્લોગનાં “નામ ખૂટી જવાથી (!)” હવે ગુજરાતી ઇંટરનેટ પર આપને એક જ નામનાં અનેક બ્લોગ્સ જોવા મળશે ! ! !
હવે આપને એક નહીં, બે-પાંચ “લયસ્તરો” જોવા મળે તો નવાઈ ન પામતા! વર્ડપ્રેસ પર “લયસ્તરો” બ્લોગનો વાઘો પહેરી અન્ય એક બ્લોગ આવી [...]

અનન્યા/071222/દેશ-દુનિયા

.
અનન્યા/071222/દેશ-દુનિયા
.
* આઇઆઇએમ અમદાવાદ IIM-A (Indian Institute of Management, Ahmedabad)ની ખ્યાતિ વિશ્વભરમાં વિસ્તરતી જાય છે. શ્રી બકુલ ધોળકિયા નિવૃત્ત થયા પછી આઇઆઇએમ અમદાવાદના ડાયરેક્ટર પદે સિનિયર ફેકલ્ટી મેમ્બર શ્રી સમીર કુમાર બરૂઆ નિયુક્ત થયા છે. *
* કોલકતા (કલકત્તા) ની ઝેનાઇટિસ (Xenitis) કંપનીએ પાંચેક વર્ષ પહેલાં માત્ર દસ હજાર રૂપિયાની કિંમતમાં કોમ્પ્યુટર (બંગાળી ભાષામાં ‘આમાર [...]

અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન

*
અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન
આજ-કાલ
* ભારતમાં પહેલું કોમ્પ્યુટર HEC-2M કોલકતા (કલકત્તા) માં ઇ.સ. 1955માં કાર્યરત થયું.
1975માં પર્સનલ કોમ્પ્યુટર (PC) અમેરિકન માર્કેટમાં આવ્યા પછી વિશ્વભરમાં કોમ્યુટર્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધતો ગયો છે.
1976માં અમેરિકામાં સેમૂર ક્રે (Seymour Cray) નામના કોમ્પ્યુટર એન્જિનિયરે દુનિયાનું સર્વપ્રથમ સુપર-કોમ્પ્યુટર બનાવ્યું.
સામાન્ય શબ્દોમાં સમજાવું તો, જે કોમ્પ્યુટર એક સેકંડમાં કરોડો અટપટી અને સંકુલ માહિતીઓ [...]

અનન્યા/071222/પ્રથમપૃષ્ઠ

*
અનન્યા/071222/પ્રથમપૃષ્ઠ
.
ગુજરાતી નેટ જગતમાં “અનન્યા” વિશિષ્ટ ભાત ઉપસાવી રહ્યું છે.
માત્ર વર્તમાનમાં જ નહીં, ભવિષ્યમાં પણ ગુજરાતી વાચકોને માહિતીનો, જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો “અનન્યા” પૂરો પાડે તેવો અમારો ઉદ્દેશ છે.
અમારા અન્ય બ્લોગ્સની માફક, “અનન્યા” પણ કોઈ પ્રકારની ભૂલો વિના પ્રકાશિત થાય તેવી અમે સંભાળ રાખીએ છીએ. છતાં માનવમાત્ર ભૂલને પાત્ર !
આજે અમે પાંચ બ્લોગ્સ પ્રકાશિત કરીએ છીએ, [...]

અનન્યા/071215/ગુજરાતી નેટ જગત

* *
અનન્યા/071215/ગુજરાતી નેટ જગત
*
ચાલો! આજે ફરી ગુજરાતી નેટ જગતના થોડા બ્લોગ્સની મુલાકાત લઈએ.
ગુજરાતી ભાષાના બ્લોગર-મિત્રો પોતાના ગુજરાતી  બ્લોગ્સની વિશેષતાઓ વિશે માહિતી મોકલતા રહે તો તેનો યથોચિત ઉપયોગ થઈ શકે.
આપ નીચેની સાઇટ્સ ઓળખી શકશો?
પ્રશ્નો/ અનન્યા/071215/ગુજરાતી નેટ જગત:
(1) “દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને, અમૃતનો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને” … શ્રી સુરેશ દલાલની [...]

અનન્યા/071215/દેશ-દુનિયા

*
અનન્યા/071215/દેશ-દુનિયા
* * ભારતના દવા ઉદ્યોગ (Pharmaceutical Industry) નું કદ 2015ના વર્ષમાં 20 બિલિયન ડોલરનું થશે તેવો અંદાજ છે.
હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ (Healthcare and pharmaceutical) માર્કેટસ વિશ્વમાં ઝડપભેર વિકાસ પામી રહ્યાં છે.
ફાર્માસ્યુટિકલ કંપનીઓ રીસર્ચ પાછળ કરોડો ડોલર ખર્ચીને નવી દવાઓ વિકસાવે છે. પહેલા તો ફાર્મા કંપનીનું આર એન્ડ ડી (R & D Research and Development) [...]

અનન્યા/071215/આજકાલ-સામાન્યજ્ઞાન

*
અનન્યા/071215/આજકાલ-સામાન્યજ્ઞાન
* અમેરિકામાં ચિંતાજનક ઇકોનોમી અને સબ-પ્રાઇમ પ્રોબ્લેમ પછી અમેરિકન ડોલર નબળો પડતો જાય છે, તો ભારતમાં આર્થિક ક્ષેત્રમાં (કાંઇક વિસ્મયજનક તેજી) સાથે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. આ સમાચાર ભારતના આઈટી (IT - Information Technology) ક્ષેત્ર માટે ચિંતા પ્રેરી રહ્યા છે.
અમેરિકન ડોલર – ભારતીય રૂપિયાના બદલાતા એક્ષ્ચેન્જ રેટ (American Dollar – Indian Rupee Exchange [...]

અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ

*
અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ
* *
ગુજરાતી નેટ જગત  હવે  વર્ડપ્રેસ ઉપરાંત બ્લોગસ્પોટ તથા અન્યત્ર પણ વિકસેલ છે.
“અનન્યા” ના આજના અંકમાં ગુજરાતી નેટ જગતના પૃષ્ઠ પર બ્લોગસ્પોટ પરના કેટલાક ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લીધી છે.
આપ પાસે અન્ય ઉપયોગી સાઇટ્સની માહિતી હોય તો જરૂરથી મોકલશો.
આજના અંકથી ફિલ્મસિનેમા પૃષ્ઠ પર ફિલ્મનો ઇતિહાસ નવા સ્વરૂપમાં રજૂ થઈ રહ્યો છે. આપના પ્રતિભાવ આપતા [...]