.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 38)
.
‘સ્ટાર ફિલ્મ કંપની’ માં અરદેશર ઈરાની સાથે ભાગીદાર ભોગીલાલ દવે હતા તે વાત મેં આપને કરી છે.
1922માં શરૂ થયેલી સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા. અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી.
1924માં ભોગીલાલ દવેએ નાનુભાઈ દેસાઈ સાથે મળી ‘સરસ્વતી સિનેટોન’ ( સરસ્વતી ફિલ્મ કંપની ) નામે ફિલ્મ કંપની બનાવી.
વળી આ એક ગુજરાતી મિત્રોનું સાહસ. મિત્રો! મને સરસ્વતીના નામ સાથે ‘સતી સરદારબા’ ફિલ્મ યાદ આવે છે. જી હા, સરસ્વતી ફિલ્મ્સના પ્રારંભની એક સફળ ફિલ્મ ‘સતી સરદારબા’ હતી.
‘સતી સરદારબા’ ના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ હતા. મુખ્ય અભિનેત્રી તરીકે ઝુબેદાજી હતાં. અભિનેતા મોહનલાલા હતા, જેમણે પાછળથી સર્વ પ્રથમ ગુજરાતી ટોકી ફિલ્મ ‘નરસિંહ મહેતા’માં અભિનય આપ્યો હતો. “અનન્યા”ના મારા મિત્રો! ‘સતી સરદારબા’ ફિલ્મમાં ફાતમા બેગમ ઉપરાંત તેમની પુત્રીઓ ઝુબેદા અને સુલતાના પણ હતાં. આ ફિલ્મના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈની પ્રથમ ફિલ્મ 1923માં બનેલી ‘ચાંપરાજ હાંડો’ હતી.
’સરસ્વતી’ના એકાદ-બે વર્ષના સંચાલન પછી ભોગીલાલ દવે તથા નાનુભાઈ દેસાઈ સાથે મયાશંકર ભટ્ટ જોડાયા. ત્રણેએ 1925માં શારદા ફિલ્મ કંપની સ્થાપી.
‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મથી શારદા ફિલ્મ કંપનીને ભારે પ્રસિદ્ધિ મળી.
મુંબઈના સિનેમા જગતના સન્માનનીય ફિલ્મ નિર્માતા – દિગ્દર્શક વી. શાંતારામના મસિયાઈ ભાઈ પેંઢારકર બંધુઓની મેં આપને વાત કરી હતી, યાદ છે, મિત્રો?
‘બાજીરાવ મસ્તાની’એ ભાલજી પેંઢારકર અને માસ્ટર વિઠ્ઠલની કારકિર્દીના પાયા નાખ્યા. સિનેમા જગતમાં નામ કમાનાર આપણા ગુજરાતી બંધુ નાનુભાઈ દેસાઈ 1929માં શારદામાંથી છૂટા પડ્યા અને તેમણે પોતાની સ્વતંત્ર ફિલ્મનિર્માણ કંપની ‘સરોજ ફિલ્મ્સ’ની સ્થાપના કરી. * * **
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા“ પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 38) ** અનન્યા/081025/ફિલ્મસિનેમા/હરીશદવે/Ananyaa/ * * *
* * * * * * * * **
* * * * * * * * **
* * * * * * * * **
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ઓક્ટોબર 2008, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, October 2008, Silent movies