.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 35 )
ફાતમા બેગમ (ફાતિમા બેગમ) ને સ્ટાર ફિલ્મ્સની ‘વીર અભિમન્યુ‘ ફિલ્મ ફળી. ત્યારે તેમની પુત્રી ઝુબેદાની ઉંમર માંડ અગિયારેક વર્ષની હતી.
સચીનને અલવિદા કહી ફાતમા બેગમ અને પુત્રીઓ મુંબઈમાં સ્થાયી થયાં.
1924માં સરસ્વતી ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સતી સરદારબા‘ આવી. ત્યારે નવી નવી શરૂ થયેલી સરસ્વતી ફિલ્મ્સના સ્થાપક ભોગીલાલ દવે અને નાનુભાઈ દેસાઈ.
સતી સરદારબા ફિલ્મમાં ફાતમા બેગમ, ઝુબેદા તથા સુલતાનાએ રોલ કર્યા.
આમ, હિંદુસ્તાની સિનેમામાં પ્રથમ વખત એક જ ફિલ્મમાં માતા અને બે પુત્રીઓએ એક સાથે અભિનય આપ્યો.
મુંબઈમાં ફાતમા બેગમના કુટુંબને હવે કામનો તોટો ન હતો. સરસ્વતી ઉપરાંત તેમને કોહિનૂર ફિલ્મ્સમાં સ્થાન મળ્યું. કોહિનૂરની કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ગુલ-એ-બકાવલિમાં માતા-પુત્રીઓનું કામ વખણાયું. તે જ અરસામાં મણિલાલ જોષી દિગ્દર્શિત પૃથ્વી વલ્લભમાં પણ તેમને ત્રણને અભિનયની તક મળી. કનૈયાલાલ મુનશીની નવલકથા પર આધારિત ફિલ્મ પૃથ્વી વલ્લભમાં ફાતમા બેગમ મૃણાલવતીના રોલમાં હતાં. પૃથ્વી વલ્લભમાં ભાલજી પેંઢારકરનું કામ નોંધવું રહ્યું, કારણ કે પેંઢારકર ભાઈઓ સાથે વિખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક વી. શાંતારામ મહારાષ્ટ્રમાં ફિલ્મ ઉદ્યોગને ખીલવવામાં મોખરે રહ્યા.
પેંઢારકર ભાઈઓ વી. શાંતારામના મસિયાઈ ભાઈઓ થાય.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા“ પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 35 ) * * અનન્યા/080830/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, August 2008, અનન્યા, ઓગસ્ટ 2008, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Silent movies