.
આજકાલ
.
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.
ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.
આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. આ સંજોગોમાં ભારત સરકાર વૈકલ્પિક ઊર્જા સ્રોતો (Alternate Sources of energy) પર વિચારી રહી છે.
પવન ઊર્જા (Wind energy) તથા સૌર ઊર્જા (Solar energy) ભારત જેવા દેશ માટે ઉત્તમ ઊર્જા સ્રોતો છે. વિંડ એનર્જી પાવરના ક્ષેત્રે ગુજરાતી ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીની સુઝલોન જેવી ખાનગી કંપની વિકસી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
સૌર ઊર્જા માટે ભારતમાં ઘણો સ્કોપ છે. ભારત સરકારે સેમી કંડકટર ઉત્પાદન તથા તેને સંલગ્ન ઉદ્યોગો અને સોલર સેલ ફેબ્રિકેશન યુનિટસને મોટી આર્થિક સહાય સહિતનાં આકર્ષક પેકેજ જાહેર કર્યાં છે. ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં વર્ષ દરમ્યાન 2300 થી 3000 કલાક સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકાય તેવો સૂર્યપ્રકાશ ઉપલબ્ધ હોય છે. વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ઊર્જા ક્ષેત્રોમાં આવી રહી છે. અમેરિકાની કેલિફોર્નિયાની Signet Solar ભારતમાં ફોટોવોલ્ટેઈક ક્ષેત્રે આઠસો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. ફોટોવોલ્ટેઈક યુનિટ્સના ઉત્પાદનમાં મોઝર બેર Moser Baer પણ જંગી રોકાણ કરી રહી છે. નેનોટેક સિલિકોન ઇન્ડિયાનું પણ આશરે આઠસો કરોડ રૂપિયાના રોકાણનું આયોજન છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ સેમીકંડકટર તેમજ ફોટોવોલ્ટેઈક સંલગ્ન વિવિધ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના જંગી રોકાણ માટે આયોજન કરી રહી છે. * * * અનન્યા/080614/ આજકાલ /હરીશ દવે/ Ananyaa/ * * *
.
સામાન્યજ્ઞાન
.
ભારતના ઇતિહાસમાં દિલ્હી અને પાણીપતનું મહત્વ ઘણું રહ્યું છે. ભારતીય તવારીખમાં પાણીપતનાં ત્રણ યુદ્ધોએ હિંદુસ્તાનની તકદીર રેખાઓ પલટી છે.
1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું. તેમાં ઇબ્રાહીમ લોદીની હાર થઈ; મોગલ સમ્રાટ બાબરની જીત સાથે હિંદુસ્તાનમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ.
1556માં પાણીપતનું બીજું યુદ્ધ હેમુ અને અકબર વચ્ચે થયું. તેમાં મોગલ સમ્રાટ અકબરની જીત થતાં હિંદુસ્તાનમાં અકબરના શકવર્તી શાસનનો આરંભ થયો.
1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબદાલી અને મરાઠી પેશ્વા બાલાજી બાજીરાવ વચ્ચે થયું. તેમાં પેશ્વાની હાર થતાં મરાઠા શાસનનો અંત આવ્યો.
.
ગુજરાતી-અંગ્રેજી
અંગ્રેજી ભાષામાં એક મૂળ Rect / Recti છે. તેનો અર્થ થાય છે Straight અથવા Right. તેનાં પરથી બનતાં શબ્દોના અર્થ જાતે જ સમજી શકાય તેવા છે.
Rectangle એટલે Right-angled parallelogram.
Rectilinear એટલે Formed by a straight line.
Rectify એટલે To set right, to correct an error.
Direct એટલે To show the way, to guide.
* * *
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા/080614/ આજકાલ-સામા, આજ-કાલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી-અંગ્રેજી, જૂન 2008, સામાન્યજ્ઞાન, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, June 2008