.
* જો ભારતની જીડીપી (Gross Domestic Product – GDP of India) નો વૃદ્ધિદર 7 થી 8 ટકા જેટલો રહે, તો 2025 સુધીમાં ભારતની એનર્જીની જરૂરત લગભગ બમણી થશે અને 2035 સુધીમાં તે ચાર ગણી વધી ગઈ હશે! * * *
* ભારતીય કંપનીઓ અને ભારતમાં કારોબાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માર્કેટિંગ વ્યુહ રચનાઓ (માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ) માં અવનવા ફેરફાર કરતી રહે છે.
મોબાઇલ ફોન કંપની હચને જ્યારે વોડાફોન દ્વારા ખરીદવામાં આવી ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને તેનાં નામ અને લોગો (logo) બદલવામાં આવ્યાં હતાં. હમણાં શોપર્સ સ્ટોપના લોગોને બદલવામાં આવ્યો તેની એડ “અનન્યા”ના વાચકોએ ટીવી પર જોઇ હશે. સિયેટ ટાયર કંપનીએ પણ પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. અત્યારના ‘એનર્જી’ના મુદ્દાને ધ્યાનમાં રાખી CEAT શબ્દમાં E અક્ષરને વિશેષ ‘યુવાન અને એનર્જેટિક’ બનાવાયો છે. પણ સિયેટને આમ યુવાન બનવાનો ખર્ચો 40 કરોડને આંબશે! વર્ષોથી આપણે ગોદરેજ (Godrej) ના લોગોને એકધારા કાળા રંગમાં જોતાં આવતાં હતાં. ગોદરેજના લોગોને પણ યુવાની ફૂટી છે! તેનાં રંગરૂપમાં સો કરોડના ખર્ચે નિખાર આવ્યો છે. ક્રિકેટશોખીનોએ તાજેતરમાં ‘આઇપીએલ’ (IPL Indian Premier League) ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની 20-20 ક્રિકેટ મેચો ટેલિવિઝન પર જોઇ હશે. (ક્રિકેટ મેચો કે ક્રિકેટ મેચીઝ લખું? માફ કરજો, આ મૂંઝવણ હંમેશા રહેશે.) આઈપીએલની ક્રિકેટ મેચો દરમ્યાન ગોદરેજના નવા રંગીન લોગોની એડ વારંવાર દર્શકોની નજરે ચડી હતી. ** * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* ટેલિકોમ ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફોન સર્વિસ કંપની ચીન (China) ની ‘ચાઇના મોબાઇલ’ છે. ચાઇના મોબાઇલના સાડત્રીસ કરોડ ગ્રાહકો છે. * * *
* અનિલ અંબાણીના સંચાલનમાં રિલાયન્સ એડીએ ગ્રુપ મનોરંજન ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે. રિલાયન્સ એડીએના રિલાયન્સ બિગ એન્ટરટેઇનમેન્ટ (RBEL) દ્વારા 100 મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન છે. તે અંતર્ગત અમેરિકાના વોશિંગ્ટન, શિકાગો આદિ શહેરોમાં 200 થી વધુ સિનેમાગૃહ ખરીદવામાં આવ્યાં છે.
વળી રિલાયન્સ RBEL હોલિવુડના ટોપ સ્ટાર્સને લઈને જંગી બજેટના ફિલ્મ નિર્માણમાં પણ ઝુકાવવાનું છે. વિલ સ્મિથ, ટોમ ક્રુઝ, જ્યોર્જ ક્લુની આદિ અભિનેતાઓનાં નામ રિલાયન્સ એડીએ RBEL સાથે સંભળાઈ રહ્યાં છે.* * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
Filed under: દેશ-દુનિયા, ફિલ્મ - સિનેમા, વિષય: આર્થિક/વાણિજ્ય | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, જૂન 2008, દેશ-દુનિયા, ભારત, વિશ્વ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, India, June 2008, world