.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 30)
.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકેની ફિલ્મનિર્માણ પ્રવૃત્તિમાં ઊંડો રસ લેનાર એક ગુજરાતી બ્રાહ્મણ મયાશંકર ભટ્ટ હતા.
દાદાસાહેબ ફાલકેની સિનેમા પ્રોડક્શન કંપની ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ની ફિલ્મોની વિતરણ વ્યવસ્થા મયાશંકર ભટ્ટ કરતા. ચલચિત્રનિર્માણના ઉજળા ભવિષ્યને પારખી મયાશંકરે પોતાના ફોઈના દીકરા ભોગીલાલ દવેને પોતાની સાથે તૈયાર કર્યા.
ભોગીલાલ દવે ફિલ્મનિર્માણ માટે ફોટોગ્રાફીની તાલીમ અર્થે અમેરિકા ગયા. “અનન્યા”ના મિત્રો કદાચ જાણતા હશે કે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ફોટોગ્રાફી શીખવા માટે વિશ્વનું સૌ પ્રથમ તથા સૌથી મોટું ઇન્સ્ટીટ્યૂટ – ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફી (NYIP, New York, USA) – આવેલું છે.
1910માં આરંભ પામેલું ન્યૂ યોર્ક (યુએસએ)નું આ ફોટોગ્રાફી ઇન્સ્ટીટ્યૂટ આજે પણ કાર્યરત છે.
ભોગીલાલ દવેએ ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફીમાં બે વર્ષ અભ્યાસ કર્યો.
આ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન ઇન્સ્ટીટ્યૂટનો કોર્સ કરી સર્ટિફીકેટ મેળવનાર ભોગીલાલ દવે પ્રથમ ગુજરાતી બન્યા.
અમેરિકા (યુએસએ)માં ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીથી પરિચિત થઈ ભોગીલાલ દવે હિંદુસ્તાન પરત આવ્યા.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 30) * * અનન્યા/080524/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * *** * * * * * * * **
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, Ananyaa, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, ફિલ્મ - સિનેમા, Film-Cinema., હરીશ દવે, Harish Dave, ફિલ્મ ઇતિહાસ, Film History, સિનેમાઉદ્યોગ, બોલિવુડ-મુંબઈ, ફિલ્મ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, Cinema Industry, Bollywood, Silent movies, મે 2008, May 2008
[...] અનન્યા/080524/ફિલ્મ-સિનેમા [...]