.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 29)
.
શ્રી નાથ પાટણકર ઉર્ફે એસ. એન. પાટણકર પોતાની શક્તિ પ્રમાણે ફિલ્મ લાઈનમાં ફાળો આપવા ઝઝૂમતા રહ્યા. “અનન્યા”ના મારા મિત્રો! 1922ના અરસામાં ગુજરાતી સાહસિકોએ મુંબઈમાં નેશનલ ફિલ્મ કંપની સ્થાપી હતી. તેના બેનર નીચે પાટણકરે ગુજરાત અને હિંદુસ્તાનની કેટલીક પ્રાચીન કથાઓને આધારે ફિલ્મો બનાવી. તેમાં ‘કરણઘેલો’ ફિલ્મની કથા ગુજરાતના છેલ્લા નોંધપાત્ર રાજપૂત શાસક કર્ણ દેવ પર કેન્દ્રિત હતી.
પાટણકરની અન્ય ફિલ્મોમાં ‘સતી મદાલસા’, ‘ભક્ત બોડાણા’, ‘માર્કંડેય અવતાર’, ‘રાણકદેવી’, ‘વનરાજ ચાવડો’, ‘વામન અવતાર’, ‘ભર્તૃહરિ’, ‘મહાશ્વેતા કાદંબરી’ વગેરે સમાવિષ્ટ છે.
નેશનલ ફિલ્મ પછી પાટણકર ‘પાયોનિયર ફિલ્મ કંપની’ સાથે જોડાયા. તેમાં તેમણે ‘સત્યવિજય’, ‘મનોવિજય’, ‘કચ દેવયાની’, ‘દો રંગી દુનિયા’, ‘અબોલ રાણી’ વગેરે ફિલ્મો બનાવી.
ફિલ્મ નિર્માણમાં એસ. એન. પાટણકર ( શ્રી નાથ પાટણકર) ચૌદેક વર્ષ સક્રિય રહ્યા.
ચાલીસેક ફિલ્મોના નિર્માણમાં તેમનું યોગદાન હોવાનું મનાય છે. 1941માં તેમનું અવસાન થયું.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 29) * * અનન્યા/080517/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Add new tag, Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, મે 2008, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, May 2008, Silent movies